SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસો અને સુખ જોવાય છે. સામેના પાત્રમાં ગુણકેવા છે ? સંસ્કાર કેવા છે ? તે જોવાતું હતું આજે લગભગ મોટે ભાગે લેતી દેતીમાં પૈસો અને સુખ જ જોતા થઇ ગયા જે કુળ સારા ગણાતા હતા તે પૈસાના લોભે સંસ્કારની મર્યાદા વગરના થઇ ગયા. આજે કોઇપણ પ્રકારની મર્યાદા વગરના થઇ ગયા. આજે કોઇપણ પ્રકારની મર્યાદા જેવું રહ્યું નથી. આ બધુ બનવાનું મૂળ કારણ પૈસાનો લોભ અને સુખ મળવવાની ઇચ્છા. નીતિ નિયમ અને ધર્મ વચ્ચે લાવવો નહિ એવી વિચાર શરણીથી જીવન જીવાય તે નીચગોત્રનો ઉદય કહેવાય. નીચગોત્રના સંસ્કારવાળો ઉચ્ચગોત્રમાં જન્મે તોય એના સંસ્કાર મુજબ ઉચ્ચગોત્રનો નાશ કરે છે. રહેણી કરણી લગભગ એ પ્રકારની થઇ ગઇ છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્મા એ મરીચિના ભવમાં મારા દાદા પહેલા તીર્થંકર, મારા બાપા પહેલા ચક્રવર્તિ અને હું પહેલો વાસુદેવ થઇશ. આ રીતે વિચારણાની સ્થિરતા પેદા કરીને નીચગોત્ર બાંધ્યું અને એનો રસ એવો જોરદાર બાંધ્યો છે કે અસંખ્યાતા ભવો સુધી નીચગોત્રનો રસ ભોગવવા છતાંય છેલ્લા સત્તાવીશમાં ભવ પણ એમને ભોગવવું પડ્યું છે. બ્યાસી દિવસ સુધી દેવાનંદાની કુક્ષિમાં રહેવું પડ્યું એ રીતે નીચગોત્ર ભોગવવું પડ્યું. આગળના કાળમાં નીચગોત્ર વાળાની સાથે વેપાર ધંધો પણ કરતા ન હતા. મુસલમાન બ્રાહ્મણ વૈશ્ય વગેરેની સાથે ધંધો વગેરે પણ થાય નહિ તેમના સંગથી આપણી બુધ્ધિના પરિણામ બગડ્યા વગર રહે નહિ. મિથ્યાત્વીનો પરિચય પણ કરવાનો નિષેધ છે. મિથ્યાત્વીના પરિચયથી સમકીત જાય. હોટલનું ખાવાનું ખાવું નહિ, જ્યાં ત્યાં પાણી પીવું નહિ. નહિતર આપણી સારી વિચાર ધારાનો નાશ થાય. બહુમતી હંમેશા નિગોદની છે. સમાજ કુટુંબ કોઇને રોકાય એમ નથી. આપણે આપણી જાતને રોકવાની છે. ધર્મક્રિયામાં સારા વિચાર નથી આવતા તે આજ કારણે મહાપુરૂષોએ કહેલા વચનોનું પાલન કરવાના વિચાર ન આવે તે આજ કારણે. વ્યાખ્યાનની પાટે ભગવાને જે કહ્યું તે જ બોલાય. નીચગોત્રના ઉદયને નિફ્ક્ત કરો તોજ વિચારધારા સુધરે. અંતરાય ડ કોઇપણ જીવને કોઇ પણ બાબતમાં અટકાવ એટલે વિઘ્ન કરવાથી અંતરાય કર્મ બંધાય છે. જેમ વ્યવહારમાં કહેવાય છે કે કોઇને પાણીનો અંતરાય કરતાં ભવાંતરમાં પાણી ન મળે. અન્નનો અંતરાય કરવાથી ભવાંતરમાં અન્ન ન મળે, એવી રીતે દાન દેવામાં, લાભ પેદા કરવામાં કોઇને ભોગવવાના, વારંવાર ભોગવવાના પદાર્થોમાં તથા મન-વચન-કાયાના વીર્ય એટલે શક્તિને નહીં ઉપયોગ કરવામાં અંતરાયનું કર્મ બંધાય છે. તેના પાંચ ભેદ છે. ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપ ભોગાંતરાય અને ૫. વીર્યંતરાય કર્મ. (૧) દાનાંતરાય :- દાન દેવાની શક્તિ છે. સામગ્રી છે, આપી શકે એટલી સામગ્રી હોવા છતાં ય સામે સુપાત્ર-પાત્ર હોવા છતાંય દાન આપવાનું મન ન થાય, તે દાનાંતરાય કર્મ. રાજગૃહી નગરીને વિષે શ્રેણિક મહારાજાને ત્યાં જ કપિલા નામની દાસી હતી. એને કોઇ દિવસ કોઇને પણ દાન દેવાની ભાવના જ થતી ન હતી. ચોથો આરો હતો. જ્યાં શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વિચરતાં હતા તે દેશ રાજગૃહી નગરી હોવા છતાં ભગવાનનો અતિશય પણ તેને સુધારીને દાન દેવરાવી શક્યો નથી. જ્યારે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું કે ભગવાન્, મારી નરક કઇ રીતે તૂટે ? ત્યારે ભગવાને કહ્યું કે તારે ત્યાં રહેલી કપિલા નામની દાસી પોતાના હાથે દાન આપે તો તારી નરક તૂટી જાય. શ્રેણિક રાજા કહે છે કે, Page 121 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy