SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચ ગતિની સાથે જ બંધાય છે. દેવગતિ અને દેવાનૂપૂર્વી-દેવગતિથી ખીન્નતા થતી નથી ઉલ્ટી તે ગતિથી આનંદનો અનુભવ થાય છે માટે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે અને તે ગતિ તરફ લઇ જઇ તે ગતિમાં દાખલ કરી આપનાર તે દેવાનુપૂર્વી કહેવાય છે. તે પુણ્યથી ઉપાક્તિ થાય છે. સમચતરસ સંસ્થાન - ચારે તરફથી સમાન માપ થવું એવો અર્થ નીકળે છે. પર્યકાસને બેઠેલા પુરૂષના ડાબા ખભાથી જમણા ઢીંચણનું- જમણા ખભાથી ડાબા ઢીંચણનું-એક ઢીંચણથી બીજા ઢીંચણનું અને શિરથી પલાંઠી સુધીનું દોરીથી માપ લેતાં એક સરખું આવે તે સમચતરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. આ આકૃતિ સર્વ આકૃતિથી શોભનિક હોય છે. આવી આકૃતિવાળાઓથી લોક આકર્ષાય છે તેથી આ સંસ્થાનવાળો લોના આદરને પામે છે માટે એ પુણ્ય પ્રકૃતિ કહેવાય. છતાંય મોક્ષે જવાને માટે જેમ વજઋષભ નારાચ સંઘયણની જરૂરત રહે છે તેવી આકૃતિની અપેક્ષા રહેતી નથી એટલે કથંચિત્ ઉપાદેયમાં પહેલું સંઘયણ આવે તેમ પહેલા સંસ્થાનની જરૂરત ન હોવાથી તે તેવું ઉપાદેય નથી. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ - તે પણ દરેક જીવને ગમતા હોઇ પુણ્ય પ્રકૃતિમાં છે. અગુરૂ લઘુ નામકમ - ન હળવું-ન ભારે એ પુણ્ય પ્રકૃતિ અનુભવ સિધ્ધ છે. હળવો હોય તો તુલની જેમ હવાથી પણ ઉડી જાય અને ભારે હોય તો ઉભુંય ન થવાય માટે અગુરૂ લઘુ એ ગુણ હોવાથી પુણ્યનો ભેદ છે. પરાઘાત નામકર્મ - કે જે વડે બીજો તેની સામે ન થઇ શકે તેને જોઇને જ પાછો પડે તે પુણ્ય પ્રકૃતિ ઉચ્છવાસ નામકર્મમાં પુણ્યપણું સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસોચ્છવાસની ગતિથી મતિમાં શાંતિની તતિ વહ્યા કરે છે જ્યારે તેનું વિષમ સ્વરૂપ દુ:ખમય વાતાવરણ ઉભું કરી મૂકે છે. જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી જીવન જીવન એ સર્વને વ્હેલું છે તો તેનું સાધન શ્વાસ પ્રિય કેમ ન હોય? માટે તે પુણ્ય પ્રકૃતિમાં ગણાય છે. આdu નામકર્મનું લક્ષણ સ્વરૂપતો અનુણાનાં શરીરાણામ્ ઉષ્ણત્વ પ્રયોજકે કર્મ આતપ નામ ! સ્વભાવથી જ અનુષ્ણ શરીરને ઉષ્ણતા આપનારો ગુણ આતપ નામકર્મનો હોય છે અને તે સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોનો હોય છે. ઉદ્યોત નામકર્મ “ગાત્રાણામ્ અનુષ્ણ પ્રકાશ પ્રયોજકં કર્મ ઉદ્યોત નામ તથ્ય યતિ દેવ ઉત્તર વૈક્રિય ચન્દ્ર ગ્રહ તારા રત્નાદિ નામ.” શરીરને અનુષ્ણ પ્રકાશ આપનાર ગુણ ઉદ્યોત નામ કર્મથી થાય છે. તે સાધુ અને દેવના ઉત્તર વૈક્રિયમાં ચન્દ્ર, ગ્રહ, તારા અને રત્નાદિમાં હોય છે. શભ વિદાયમતિ પ્રશસ્ત ગમન હેત : કર્મ શુભ ખગતિ નામ ! જે કર્મથી સારી ચાલ હોય તે કર્મને શુભ વિહાયોગતિ નામ કહેવાય છે. નિમણ નામકર્મ જાતિ, લિગ, અંગ પ્રત્યંગનાં પ્રતિ નિયત સ્થાપના પ્રયોજકે કર્મ નિર્માણ નામકર્મ ! જાતિ લિગ અંગ પ્રત્યંગોનું જે સ્થળે જોઇએ તે સ્થળે યોજના નિર્માણ નામ કર્મથી થાય છે. એ પ્રકૃતિઓ પુણ્ય Page 64 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy