SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ कुसंगते: कुबुद्धि: स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् | कुप्रवृत्तेर्भवेज्जन्तुर्भाजनं दुःखसन्ततेः || ‘કુસંગતિથી કુબુદ્ધિ થાય છે, કુબુદ્ધિથી કુપ્રવર્તન થાય છે અને કુપ્રવર્તનથી પ્રાણી દુ:ખપરંપરાનું ભાજન બને છે. ૯ સમયનું ઘન્ય અંતમુહૂર્ત અને ૨ ઘડીમાં ૧ સમય ન્યૂન કાળનું ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ગણાય છે. તેની વચ્ચેનો કાળ એટલે ૧૦ સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધીનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત ગણાય છે. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી અસંખ્ય સમયપ્રમાણ મધ્યમ અંતર્મુહૂર્ત ગ્રહણ કરવાનું છે. કોઇ જીવને માત્ર આ અંતર્મુહૂર્ત જેટલા કાળ માટે જ સમ્યક્ત્વની સ્પર્શના થઇ હોય અને ત્યારબાદ તે ત્યાંથી પડી, મિથ્યાત્વ પામી, તીવ્ર કર્મબંધ કરી, સંસારમાં પરિભ્રમણ કરે તો વધારેમાં વધારે કંઇક ન્યનૂ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી જ કરે, પછી તે પુન: સમ્યકત્વ પામી, ચારિત્ર ગ્રહણ કરી, અવશ્ય મોક્ષે જાય. અહીં એટલું યાદ રાખવુ ઘટે કે સમ્યકત્વને પામેલા કેટલાક જીવો તેજ ભવે મોક્ષે જાય છે, તો કેટલાક જીવો બે-ત્રણ ભવે અને કેટલાક જીવો સાત-આઠ ભવે મોક્ષે જાય છે. આચાર્યવર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્રહરં સ્તોત્રમાં કહ્યું છે કે तुह सम्मते लदे, चिंतामणिकप्पपायवब्भहिए | पावंति अविग्धेणं, जीवा अयरामरं ठाणं || ‘હે ભગવન્ ! ચિંતામણિરત્ન અને ક્લ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પામ્યે છતે જીવો કોઇ પણ વિઘ્ન વિના મોક્ષને પામે છે.’ તાત્પર્ય કે તેમને સરલતાથી થોડા સમયમાં જ મોક્ષ મળે છે. અનંત ભવ ભ્રમણની અપેક્ષાએ એક, બે, ત્રણ, સાત કે આઠ ભવને અહીં થોડો સમય સમજ્જાનો છે. સમ્યકત્વની સ્પર્શના અંગે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સંસારી જીવ-અનંત પુદ્ગલપરાવર્ત કાળ સુધી મિથ્યાત્વનો અનુભવ કરતો સંસારમાં પરિભ્રમણ કરે છે. નદીનો પત્થર અહીં-તહીં કૂટાતો છેવટે ગોળ બની જાય છે, તેમ આ જીવ અનાભોગપણ (સમષ્ણ વિના, સ્વાભાવિક) પ્રવૃત્તિ કરતો જ્યારે આયુષ્ય સિવાયના સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી એવી એક કોડાકોડી સાગરોપની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિબિડ પરિણામરૂપ ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવો પણ આ રીતે કર્મસ્થિતિ હળવી કરીને અનતી વાર ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે, પણ તેઓ એનો ભેદ કરી શક્તા નથી; જ્યારે ભવ્ય જીવો અપૂર્વકરણના યોગે એ ગ્રંથિનો ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની સ્પર્શના કરે છે. જે કરણ-ક્રિયા પૂર્વે થઇ નથી, તે અપૂર્વકરણ. (૫) અર્થ-સંક્લના અનંત ઉત્સર્પિણીઓ (અને અવસર્પિણીઓ) નો એક પુદ્ગલપરાવર્ત કાળ જાણવો. તેવા અનંત પુદ્ગલપરાવર્તનો ભૂતકાળ અને તેથી અનંતગુણો ભવિષ્યકાલ જાણવો. જેમાં રસ-કસ શુભાદિ ભાવોનું ઉત્સર્પણ થાય, એટલે કે અનુક્રમે ચડતા પરિણામો ણાય, તેને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે. ઉત્સર્પિણી કાલ પૂરો થયા પછી તરત જ અવસર્પિણી કાલ શરૂ થાય છે. તેમાં રસ-ક્સ શુભાદિ ભાવોનું અવસર્પણ થાય છે, એટલે કે તે અનુક્ર્મ ઓછા થતા જાય છે. ઉત્સર્પિણી કાલ પછી અવસર્પિણી કાલ અને પછી પાછો ઉત્સર્પિણી કાલ આવે છે, એટલે અહીં Page 320 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy