SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) આલોચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે.” તત્ત્વાર્થ સૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે- “ઊભોવનપ્રતિ મણ તદુમવિવેbયુતપછે૫ારહારોપરથાપનાનિ - આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એ નવ પ્રકારો પ્રાયશ્ચિત્તના છે. એટલે તેમાં મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્તને બદલે પરિવાર અને ઉપસ્થાપનનો નિર્દેષ છે. એ રીતે તેમાં પ્રાયશ્ચિત્તના નવ પ્રકારો જણાવેલા છે.” પ્રાયશ્ચિત્તના દશ પ્રકારનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે સમજવું. (૧) આલોચના પ્રાયશ્ચિત ગુરુ સમક્ષ પોતાનો અપરાધ નિખાલસપણે પ્રકટ કરવો, તે આલોચના પ્રાયશ્ચિત કહેવાય. આલોચના એટલે દોષોનું પ્રકાશન. ખ્રિસ્તી ધર્મમાં આ ક્રિયાને “એકરાર” (Confession) કહેવામાં આવે છે. (૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત , થયેલા અપરાધ માટે પશ્ચાત્તાપ કરવો અને નવી ભૂલ ન થાય, તે માટે સાવધાન રહેવું, એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહેવાય. પ્રતિ એટલે પાછું, ક્રમણ એટલે ફરવું. તાત્પર્ય કે આપણે જે અપરાધ કર્યો હોય કે ભૂલ કરી હોય, તે સ્થિતિમાંથી પાછા ફરી મુળ નિર્દોષ સ્થિતિમાં આવી જવું, તે પ્રતિક્રમણ કહેવાય. તે માટે જૈન પરંપરામાં “ મિચ્છા મિ ત્વપૂછવું' એ શબ્દો બોલવાનો વ્યવહાર પ્રચલિત છે. મિચ્છા- એટલે મિથ્યા. મિ-એટલે મારુ. ત્વપDયું. એટલે દુષ્કત. તાત્પર્ય કે ‘મેં જ દુષ્કૃત્ય કર્યું છે-પાપ કર્યું છે, તે મારું આચરણ મિથ્યા છે, ખોટું છે. તે માટે હું દિલગીર થાઉં છું,' પ્રતિક્રમણ પ્રાયશ્ચિત એ અત્યંતર તપ છે, એટલે તેમાં અંતરની દિલગીરી હોવી જોઇએ. માત્ર મોઢેથી “ મિચ્છામિ દ્વDડું” એવા શબ્દો બોલી, પણ અંતરમાં તેને માટે દિલગીરી, વ્યથા કે પશ્ચાતાપ ન હોય તો તેની ગણના અત્યંતર તપમાં થઇ શકે નહિ. (૩) મિશ્ર પ્રાયશ્ચિત. આલોચના અને પ્રતિક્રમણ બંને કરવામાં આવે, તેને મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય. (૪) વિવેક પ્રાયશ્ચિત. શુદ્ધ જાણીને ગ્રહણ કરેલાં અન્નપાણી અશુદ્ધ જણાતાં તેનો ત્યાગ કરવો, તે વિવેક પ્રાયશ્ચિત કહેવાય. (૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત દોષની શુદ્ધિ માટે ગુરુએ જેટલો કાયોત્સર્ગ કરવાનો કહ્યો હોય, તેટલો કાયોત્સર્ગ કરવો, એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત કહેવાય.વિ એટલે વિશેષ પ્રકારે ૩૯ એટલે કાયચેષ્ટાદિનો ત્યાગ. કાયોત્સર્ગનું વિશેષ વર્ણન આગળ આવશે. (૬) તપ પ્રાયશ્ચિત દોષની શુદ્ધ માટે ગુએ ફરમાવેલ નોવી, આયંબિલ, ઉપવાસ વગેરે કરવાં, તે તપ પ્રાયશ્ચિત કહેવાય. () છેદ પ્રાયશ્ચિત . Page 254 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy