SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવવાને માટે ડાહ્યા માણસે શું કરવું જોઇએ ? ભાણે બેઠા તે જે ચીજ વધારે રસવાળી લાગે, તે ચીજને છોડી દેવી. રસ-પુરીનું જમણ હોય, તો તેમાં ખરેખરી ગમતી ચીજ કયી ? રસ. એને મૂકી દે. આ રીતિએ તમે જો ગમતી ચીજોને તજીને જમવાનો અભ્યાસ કેળવ્યો હોય, તો તમારા સંબંધિઓ ઉપર તો ઠીક, પણ તમે જો કોઇને ઘેર જમવા ગયા હોય તો જેના ઘરે તમે જમવા ગયા હો, તેના આખા ઘર ઉપર સુન્દર છાપ પડે ને ? બધાંને થાય કે-ગજબનો કાબૂવાળો માણસ છે ! તમને કેટલો લાભ ? તપનો લાભ તો ખરો, પણ બીજોય ઘણો લાભ ને? પણ જીભના ઉછાળાઓ ઉપર કાબૂ મેળવ્યો હોય, તો આ બને ને ? ખાવું નહિ એ જુદી ચીજ છે અને ખાવા બેસવું ને રસવાળી ચીજો છોડી દેવી, ઓછામાં ઓછી ચીજો લેવી અને ઉણા પેટે ઉભા થઇ જવું એ જુદી ચીજ છે. કેટલાકો અનશન તપ કરી શકે છે, પણ જીભ ઉપર કાબૂ રાખી શકતા નથી. જે ચીજ ફાવતી આવે, તેને એ એવી રીતિએ ઉઠાવ્ય રાખે કે-સામાને એમ થઇ જાય કે-આ તપસ્વી ભલે રહા, પણ જીભ ઉપર આમનો કાબૂ નથી. તપના હેતુને પાર પાડવા માટે, જીભ ઉપરના કાબૂની ખાસ જરૂર છે, એમ લાગે છે ? (૪) ૨સયામ du જેનાથી શરીરની ધાતુઓ વિશેષ પુષ્ટ થાય તેને રસ કહેવામાં આવે છે. જેમકે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ વગેરે. તેનો ત્યાગ કરવો,તે રસત્યાગ નામનું તપ કહેવાય છે. રસને શાસ્ત્રીય પરિભાષામાં વિકૃતિ અથવા વગઈ કહેવામાં આવે છે, કારણ કે તેને ગ્રહણ કરવાથી શરીર તથા મનમાં વિષયનો વિકાર ઉત્પન્ન થાય છે. આ વિકૃતિના મુખ્ય ભેદો દશ છે : (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮) તેલ, () ગોળ અને (૧૦) પક્વાન્ન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસંખ્ય જીવો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હોવાથી તથા તે તામસી કે વિકારી હોવાથી મુમુક્ષુઓને માટે સર્વથા અભક્ષ્ય છે અને બાકીની છ વિકૃતિઓનો-વિગઈઓનો યથાશકિત ત્યાગ કરવો ઘટે છે. સ્વાદની ખાતર નાખવામાં આવતું મરચું પણ અપેક્ષા-વિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ સંયમી બનવાની જરૂર છે. રસત્યાગમાં આયંબિલની તપશ્ચર્યા મુખ્ય છે. તેમાં છ વિગઇ તથા મરચાં વગેરે મસાલાઓના ત્યાગપૂર્વક એકાસણું અર્થાત્ એક જ ટંક ભોજન કરવાનું હોય છે. આ તપની તાલીમ માટે ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને આસો સૂદિ સાતમથી પૂનમ એમ નવ-નવ દિવસની બે ઓળીઓ નિયત થયેલી કાયલેશ પાંચમો કાયક્લેશ નામનો તપ છે. વિવિધ પ્રકારોથી, પણ મહાપુની આજ્ઞાને બાધ પહોંચે નહિ એવી રીતિએ, આ શરીરને કષ્ટ આપી આપીને, કષ્ટ વેઠતાં શીખવું જોઇએ. આ શરીર તો ગધેડાની જાત જેવું છે. કુંભાર ગધેડા પાસેથી હોશિયારીથી કામ લે છે. એના ઉપર કુંભાર ચાર મણનું છાલકું ચઢાવી દે. ભારને લીધે પલ્લાં તો એ ન ચાલે, એટલે કુંભાર કરે છે શું? એ છાલકા ઉપર પાછો પોતે ચઢી બેસે છે. ઊલટું વન વધી જાય ને ? પછી ગધેડાને મારીને ચલાવે છે. થોડેક સુધી જઇને કુંભાર ગધેડા ઉપરથી નીચે ઉતરી પડે છે, એટલે ગધેડું હૃતિથી ચાલવા માંડે છે. એ એમ સમજે છે કે-હાશ, વન ઉતર્યું ! મૂર્ખ જાત ખરી ને ? ચાર મણ વન હતું અને ઉપર કુંભાર ચઢી બેઠો એટલે સાડાસાત મણ વજન થયું. એમાંથી કુંભારના શરીરનું સાડા ત્રણ મિત્ર વન ઉતરે, એટલે “મારા ઉપર હવે વજન Page 250 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy