SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિયથી માંડીને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવો દુ:ખ વેઠીને જે કર્મોની નિર્જરા કરે છે તે નિયમા અકામ નિર્જરા કહેવાય છે. તેમજ સન્ની પર્યાપ્તપણાને પામેલા જીવો આવેલા દુ:ખના નાશ માટે આ લોક્ના કે પરલોક્ના સુખના પદાર્થોને મેળવવા માટે જીવનમાં જે કાંઇ તપશ્ચર્યા વગેરે કરીને સહન શકિત કેળવી સારામાં સારી રીતે તપ કરે તેનાથી પણ એ જીવો નિયમા અકામ નિર્જરા કરે છે. જેમકે અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેર્મી ભવ્ય જીવો અને એક્વાર સમકીત પામીને વમીને દુર્લભ બોધિ થયેલા જીવો મનુષ્યપણું પામી ચારિત્ર લઇ નિરતિચાર ચારિત્રનું પાલન કરે તો પણ તેઓ અકામ નિર્જરા કરે છે. કારણ કે આ જીવોનું લક્ષ્ય પરલોક્ના સુખના માટેનું હોય છે. એટલે જ્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શુધ્ધ યથા પ્રવૃત્ત કરણ રૂપ, અપુનર્બંધક પરિણામનો અધ્યવસાય પ્રાપ્ત થાય કે જેથી મોક્ષની રૂચિની પ્રાપ્તિ થાય. ન થાય ત્યાં સુધી નાં જીવો નિયમા અકામ નિર્જરા કરે છે. (૨) સકામ નિર્જરા - જ્યારે જીવ પુરૂષાર્થ કરીને શુધ્ધ યથાપ્રવૃત્તકરણ ના અધ્યવસાયને પ્રાપ્ત કરે એટલે કે મોક્ષની રૂચિનો પરિણામ પેદા થાય ત્યારથી જીવો સકામ નિર્જરાની શરૂઆત કરે છે અને તે જીવોને એ પરિણામ અને તેનાથી આગળના પરિણામોની વૃધ્ધિ થયા કરે છે તે પરિણામની સ્થિરતામાં સમયે સમયે સકામ નિર્જરા જીવો કરતાં જાય છે. તે પરિણામમાં કર્મોની જે નિર્જરા થાય છે તે સકામ નિર્જરા કહેવાય છે. આ નિર્જરા આત્મિક ગુણ ને પેદા કરવામાં સ્થિરતા લાવવામાં સહાયભૂત થાય છે. નિર્જરાના મુખ્ય બે ભેદો છે. અને તેના બાર ભેદો છે. (૧) બાહ્ય તપ તેના છ ભેદ છે (૨) અત્યંતર તપ તના છ ભેદો છે. તપ એટલે ઈચ્છાઓનો નિરોધ સ. તપ એટલે ? આત્માને લાગેલાં કર્મોને જે તપાવે, એનું નામ તપ. શરીરને જ તપાવે, તે તપ નહિ. એટલે તપનું લક્ષણ એ કે- ફચ્છાવિરોઘસ્તપ:। ઇચ્છાનો જેનિરોધ, તેનું નામ તપ. વધતી ઇચ્છાઓને રોક્વી-ઇચ્છા માત્રનો નિરોધ કરવો, એ તપ ! તેમાં, ખાવાની ઇચ્છાઓને રોક્વી, એ તપ તરીકે વિશેષ રૂઢ છે. જ્યાં સુધી સહાય ત્યાં સુધી ભૂખને સહ્યા જ કરવી અને ભૂખ જ્યારે અસહ્ય જ બની જાય ત્યારે ખાવું, આવું કરવાનો વિચાર છે ? અરે, ભૂખને સહવાની વાત તો દૂર રહી, પરન્તુ ભૂખ લાગ્યા વિના ખાવું નહિ અને ખાવ ત્યારે રસ માણવા માટે ખાવું નહિ પણ માત્ર ભૂખના દુ:ખને શમાવવાને માટે જ ખાવું, આવુંય કરવાનો વિચાર છે ? ત્યારે તપ ગુણ એમ ને એમ આવી જશે ? તપ બાર પ્રકારે શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલા માર્ગમાં, માત્ર ખાવાના ત્યાગને જ તપ તરીકે ઓળખાવેલ નથી, પણ તપ બાહ્ય અને અત્યંતર-એ બે પ્રકારે અને બે પ્રકારોમાં દરેક્ના છ છ પ્રકારોને જ્માવીને, એમ કુલ બાર પ્રકારે તપને વિવિધ રીતિએ વર્ણવવામાં આવ્યો છે. તપના બાર પ્રકારોમાં છ પ્રકારો એવા છે, કે જે પ્રકારોને બીજાઓ જોઇ-જાણી શકે. એ આદિ કારણે એ જ પ્રકારોને બાહ્ય તપ વ્હેવામાં આવે છે; જ્યારે બીજા અંદરના છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે; એટલે એ વગેરે કારણોએ એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે. એ બારના સવિસ્તાર વિવેચનમાં અહીં આપણે ઉતરવું નથી : એટલે એ બાર પ્રકારોનાં નામ દઇને, એના ભેદ-પ્રભેદાની વિગતમાં ઉતર્યા વિના, એના સ્વરૂપનો સામાન્ય સ્થૂલ ખ્યાલ જ આપવાનો વિચાર રાખ્યો છે. તમારે એ બાર પ્રકારોનાં નામ તો જાણવા છે ને ? Page 246 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy