SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયો પૂર્વની કોઇ સારી કરણીના જ પ્રતાપે મળી છે, એવી ખાત્રી હોય તો આની પ્રવૃત્તિ ઉપરથી માપ કાઢો. પુણ્યથી મળે અને પાપથી ન મળે, એ વિશ્વાસ હોયતો અત્યારની કરણી ઉપરથી નક્કી કરો કે-ભવાંતરમાં આ મળશે કે કેમ ? એ કંતમાં બેસીને આ બાધછોડ કરવા જેવી છે. દુ:ખ આવે ત્યારે એ આપણા ગુન્હાની જ સજા છે, એમ લાગે છે ? આપણને મળેલી સામગ્રી પ્રશસ્ત માર્ગે વપરાય છે કે અપ્રશસ્ત માર્ગે વપરાય છે, એ વિચારવા જેવું છે. અપ્રશસ્ત વસ્તુથી પણ પ્રશસ્ત ભાવ પેદા થાય, એ દશા કેળવવી જરૂરી છે. ઇન્દ્રિયો આપણને મળી છે. તેમ બીજાઓને પણ મળી છે. એના સદુપયોગથી અનંતા તર્યા અને એના દુરૂપયોગથી અનંતા ડૂબેલા પડ્યા છે. મહત્તા સદુપયોગની છે. ઇન્દ્રિયો પામીને ન ડૂબાય, એ માટે આપણે એને પ્રશસ્ત માર્ગે લઇ જવી છે. જ્ઞાનિઓએ આર્યદેશાદિ સાથે ઇન્દ્રિયપટુતાને પણ દુર્લભ કહી છે : કારણ કે-મુકિતમાર્ગની આરાધનામાં એ પણ ઉપયોગી છે : એથી એનો વિપરીત ઉપયોગ કરવો એ દુરૂપયોગ છે. આ વિચાર હૃદયને બાળે અને સદુપયોગની પ્રેરણા આપે, એવી રીતિએ પાંચ મીનીટેય થાય છે ? ધર્મક્રિયા કરતાં પણ જે દુર્દશા દેખાય છે, તે આ જાતિનો વિચાર નથી માટે ને ? વિપરીત માર્ગે ઉપયોગ, એ ચિન્તામણિને કોડીની માફક વેચવા જેવું છે, એમ લાગે છે ? વાળી કિંમતને સમજો માનવજન્મની મહત્તા શા માટે ? કેવળ મુકિતમાર્ગની આરાધના માટે જ ને ? દુર્લભતાનાં વર્ણન અમથાં નથી કર્યા. સાહાબી દેવભવમાં વધુ છતાં એ દુર્લભ નહિ : કારણ કે-એ ભોગજીવન છે. ભોગજીવનની નહિ, પણ ત્યાગજીવનની જ્ઞાનિઓને કિમત હતી, માટે મનુષ્યભવને દુર્લભ કહો. આવી માન્યતાવાળા પોતાને મળેલી સામગ્રીને સંસારની સાધના માટે ખર્ચનારા હોય કે મુક્તિને માટે ખર્ચનારા હોય ? મુકિત માટે જ આનો ઉપયોગ કરવો જોઇએ. એવો ઉપયોગ જ વ્યાજબી ગણાય, એવું હૃદયમાં ની હોય તો વિપરીત ક્રિયામાં ખટકો રહે ને ? સારી વસ્તુનો દુરૂપયોગ થઇ રહ્યો છે, એ વાત ધ્યાનમાં રહે છે કે નહિ? સાચી માન્યતાવાળાથી બીજી ક્રિયામાં ઉપયોગ ન જ થાય એમ નહિ, પણ ખરાબ ક્રિયા ન છૂટે અને સારી ક્રિયા ન થાય તો દુ:ખ જરૂર રહે. જ્ઞાનિઓએ આર્યદેશાદિ સામગ્રીથી સહિત મનુષ્યભવને વિશેષ દુર્લભ કહ્યો. કારણ? અનાર્ય મનુષ્યત્વની પણ કિમંત શી? આર્યદેશમાં જન્મ્યા છતાં અનાર્યની જેમ વર્તે, તો તેની કિમંત કેટલી ? આપણી છરી ને આપણું ગળું-એવો જ ઘાટ થાય ને ? માટે વસ્તુની કિમંતને સમજો. શ્રી જિનાયામ અને શ્રી જિનમૂર્તિ રૂપ મણિ_ પંચમ કo ૩u કણિધરના ઝેરને નિવારનાર છે. આ વિચાર શ્રાવકોએ અને સાધુઓએ-બન્નેએ કરવા જેવો છે. ધર્મ લેવા માત્રથી શું ? લઇને પાળવા તરફ પણ બેદરકાર રહેવું ન જોઇએ. ધર્મ લઇને પાળે તે ધર્મી કહેવાય ને ? ધર્મ લીધો અને પછી નેવે મૂક્યો, તો શું થાય ? પૂર્વના અશુભના યોગે ન પળાય અને કદાચ મૂકી પણ દીધો, છતાં શ્રદ્ધા હોય તો ખટકો રહા વિના રહે નહિ. સાચા શાહુકારને દેવું વધારે યાદ આવે કે લેણું વધારે યાદ આવે ? લુંટારાને લેણું ન પતે તેની જ ચિન્તા હોય, જ્યારે શાહુકાર કહે છે કે-લેણું પતે તો સારી વાત છે, પણ લેણું ન પડે તોય દેણું તો મારે પહોંચાડવું જ જોઇએ. તેમ ધમિને શું યાદ હોય ? પારકા દોષ એ જોવા ન જાય અને પોતાના દોષ જરૂર જ જૂએ. પારકા દોષ જોવાઇ જાય તોય ગંભીરતા ધારણ કરે અને પોતાના દોષ ચકોર બનીને જૂએ, પશ્ચાત્તાપ કરે તથા દોષોને કાઢવાની બનતી મહેનત કરે. આજે મોટે ભાગે એથી વિપરીત દશા છે. પોતાના કારમા દોષોની ઉપેક્ષા છે અને પારકા અછતા પણ દોષો ગાતાં Page 211 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy