SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલા માયાના કુસંસ્કારોને નાબૂદ કરાવે-ઢીલા કરાવે- ખપાવી નખાવે તથા નવા કુસંસ્કારોના દ્વાર બંધ કરાવે તેને વિનય કહેવાય છે. જેની પ્રાપ્તિ સદ્ગુરૂઓના સંસર્ગથી-તેમની વૈયાવચ્ચથી-અરિહંત પરમાત્માઓની મૂર્તિઓનાં દર્શન-પૂજન તથા દ્રવ્ય ભાવ ભક્તિ વિશેષથી- વ્યાખ્યાનોથી-વાંચનાથી પ્રાપ્ત થયેલી આત્માની સરળતાને વિનય વ્હેવાય છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરનારા આત્માને કોઇક જ ભવમાં રાધાવેધની સમાન તે વિનયની પ્રાપ્તિ થાય છે જે મોક્ષપ્રાપ્તિનું આદ્ય સોપાન છે. (૨) શીલ - લોક, વડીલ, સમાજ, ધર્મગુરૂ, વિદ્યાગુરૂ, ખાનદાની અને ભણતરના કારણે આત્મિક જીવનમાં થયેલી લજ્જા વડે માનવને સદાચાર-સત્પ્રવૃતિ અને સર્વ્યવહારની પ્રાપ્તિ થાય છે. કોઇક ભાગ્યશાળીને પૂર્વ ભવીય સત્સંસ્કારોના કારણે પણ લધુ વયથી સદાચારના સંસ્કારોની પ્રાપ્તિ થતાં તેના જીવનમાં આ ગુણ જેમ જેમ વિકસિત થાય છે તેમ તેમ સૌને માટે આદરણીય થાય છે માટે માનવ માત્રનું ભૂષણ સદાચાર છે. (૩) તપ - અનાદિકાળના કુસંસ્કારોના કારણે વિકૃત બનેલા આત્માને- મનને-બુધ્ધિને-ઇન્દ્રિયોને તપાવી નાખે તે તપ. જેની પ્રાપ્તિ થતાં સાધની ભોગૈષણા ઉપર સંયમનું સામ્રાજ્ય સ્થપાય છે. (૪) નિયમ - વિનય-સદાચાર-તપને ટકાવી રાખવા માટે તેમનામાં શુધ્ધતા અને નિરતિચારતા લાવવા માટે જીવનમાં જુદા જુદા અભિગ્રહો સ્વીકારવા તે નિયમ. (૫) ગુણ સમૂહ - પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોમાં અવગુણ, અવળચંડાઇ, અસભ્યતા, દાંભિક્તા આદિનો પ્રવેશ ન કરવા દેવો કે જેથી આત્માને દ્રવ્યથી કે ભાવથી પડવાનો પ્રસંગ આવે નહિ. આ પાંચેમાં પહેલા ચારનો ક્રિયામાં સમાવેશ થાય અને પાચમો જ્ઞાનમાં સમાવેશ થાય છે. આ પ્રાપ્ત થવામાં આત્માનો અથાક પુરૂષાર્થ જે બ્રહ્મચર્ય ધર્મની સુસાધનાથી સુસાધ્ય બને છે. બ્રહ્મચર્ય વ્રતની ઉપમાઓ : (૧) ભગવંતં આનો અર્થ ટીકાકારે ભટ્ટારક ર્યો છે. જે બહુ પૂજ્કીય વ્યક્તિમાં સાર્થક બને છે. સંપૂર્ણ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ભટ્ટારક જેવું છે. (૨) સ્વચ્છ - સોળે કળાએ ખીલેલા ચન્દ્ર આગળ ગ્રહો નિસ્તેજ બને છે તેવી રીતે બ્રહ્મચર્ય ધર્મનો યદિ શરીર-મન અને આત્માના અણુ અણુમાં પ્રવેશ કરાવી દેવામાં આવે તો અણ્ણિાદિ વ્રતો હાજર થાય જ. (૩) ચન્દ્રકાન્તાદિ - મણિ પ્રવાલ આદિ ગમે તે હોય તેમાં સમુદ્રને શ્રેષ્ઠ કહ્યો છે કેમકે તેમાંથી નીકળતા મોતી ચમકદાર વધારે હોય છે. તેમ બ્રહ્મચર્ય ધર્મની હાજરીમાં અહિંસાદિ વ્રતો પણ ચમકદાર બન્યા વિના રહેતા નથી. જ્ઞાનદાન-ધર્મોપકરણ દાન અને અભયદાન આ ત્રણે દાનોમાં અભયદાન સર્વશ્રેષ્ઠ દાન વ્હેવાય છે. તેવી રીતે દ્રવ્યદયા અને ભાવદયા ની ચરમસીમા બ્રહ્મચર્ય વ્રતમાં સુરક્ષિત છે. બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ : (૧) સ્ત્રી સંસક્તાશ્રય વર્જન (૨) સ્ત્રીસ્થાના ત્યાગ રૂપ બીજી ભાવના (૩) સ્ત્રીરૂપ નિરીક્ષણ ત્યાગરૂપ ત્રીજી ભાવના (૪) પૂર્વક્રીડિત સ્મરણવિરતિ નામે ચોથી (૫) પ્રણીત ભોજન વિરતિ નામે પાંચમી ભાવના. પાંચમું સંવર-નિષ્પરિગ્રહ સંવર જ્યાં સુધી દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ થતો નથી ત્યાં સુધી બ્રહ્મચર્યની આરાધના પણ અધુરી રહેવા પામે છે. Page 208 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy