SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) નાની કે મોટી અટવીમાં મુસાફરી માટે સાથીદારની આવશ્યકતા છે તેમ મોક્ષ તરફનું પ્રસ્થાન અહિસાની આરાધનાથી જ શક્ય બને છે. અહિસાને દ્રઢ કરવા માટે તેની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. (૧) ઇર્ષા સમિતિ (૨) મનોગુણિ (૩) ભાષા સમિતિ (૪) એષણા સમિતિ (૫) આદાન નિક્ષેપ. બીજ સંવર-સત્ય વચન (૧) સત્યવચન- માનવીય ગુણોના ધારક, પાપ ભીરૂતા પ્રાપ્ત સજ્જન પુરૂષોને જે હિતકારક હોય-સદ્ગણોનો જેમાં અપલાપ ન હોય. તથા યથાસ્થિત પદાર્થોને વિપરીત રીતે કહેવામાં ન આવે તેને સત્યવચન કહેવાય છે. અથવા હિસંક-જુઠા અને દુરાચારી માનવોને છોડી જ સત્પરૂષો છે તેમની જીભથી બોલાતું જે વચન તે સત્યવચન છે. અથવા પરજીવોનું રક્ષણ કરનાર-તેમનું આત્મહિત કરનાર તથા કોઇને પણ ઉદવેગ-અશાંત- અપમાનિત-તિરસ્કૃત કે પીડિત કરનાર ન હોય તે સત્યવચન છે. (૨) શુધ્ધ = સ્વ પર દ્રોહાદિ દોષોથી રહિત ભાષા શુધ્ધ ભાષા છે. (૩) શુચિક = જે ભાષામાં કોઇ જાતની અપવિત્રતા નથી હોતી તે શચિક. (૪) શિવ = જે ભાષા વ્યવહારથી બોલનાર કે સાંભળનારને મોક્ષ તરફ પ્રસ્થાન કરવાની ઇચ્છા થાય તે શિવભાષા. (૫) સજાત = પવિત્ર ભાવથી બોલાયેલ વચન તે સુજાત. (૬) સુભાષિત = સાંભળનારને પ્રમોદ કરનારું વચન તે. (૭) સકથિત = પક્ષપાત રહિત વચનને સુકથિત વચન કહેવાય. (૮) સુવ્રત = સર્વ પ્રકારના વ્રતોમાં અને નિયમોમાં મુખ્ય વ્રત સત્ય હોવાથી તેને પુષ્ટ કરાવનારૂં વચન તે સુવ્રત. (૯) સુદિઠું = અતિન્દ્રિય જ્ઞાનીઓએ સત્ય વચનને મોક્ષ પ્રાપક કહેલું હોવાથી તે સુદિઠું છે. (૧૦) સુપ્રતિષ્ઠિત = અનુમાન, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમથી પણ પ્રમાણભૂત હોવાથી તે. (૧૧) સુપ્રતિષ્ઠિત સ = સત્યવાદી, સત્યવ્યવહારી અને સત્યવ્યાપારી ત્રણે માનવો લોકમાં યશસ્વી બનતા હોવાથી સુપ્રતિષ્ઠિત યશ કહેવાય છે. માનવ જીવનમાં સુખ-શાંતિ અને સમાધિને ચાહનારા ભાગ્યશાળીઓ એ સદૈવ સત્યભાષાનો જ ઉપયોગ કરવો જોઇએ. સ્વ-પર ઘાતક મૃષાવાદના ત્યાગ માટે પ્રયત્ન કરવો જોઇએ. વ્યવહાર નયે ભાષા વ્યવહાર સત્ય હોવા છતાં પણ જેના મૂળમાં હિસા-પ્રપંચ-સ્વાર્થ-ઇર્ષ્યા-અદેખાઇ કે સ્વઉત્કૃષ્ટતા આદિ ગંદા તત્વો રહેલા હોય તેને સત્યભાષા કહેવાય જ નહિ. કેમકે જેનાથી અહિસાની પુષ્ટિ થાય તેને જ સત્યભાષા કહેવામાં આવી છે. પરંતુ સત્તર પ્રકારના સંયમને બાધા કરે-હિસાના પાપ માર્ગે બીજાઓને પ્રસ્થાન કરાવે-વિકથા રૂપ પાપકથાઓથી ચારિત્રનો ભેદ કરાવે-સર્વથા નિરર્થક અને નિષ્ફળ વચનોથી પરસ્પર કલહ-વાદ વિવાદ વધવા પામે-જે વચન ન્યાય રહિત હોય-બીજાને કલંક લાગે-વૈર-વિરોધ ભડકાવે-તેમ સામે વાળાને વિડંબના થાય તેવી સત્યભાષા પણ લ્યાણના અર્થીઓએ છોડી દેવી જોઇએ. તથા પોતાનું અહં પોષાય-રોષ વધે-ધિઠ્ઠાઇ વધે તેવી ભાષા પણ ન બોલવી, બોલનાર તથા સાંભળનારને શરમ લાગે અથવા બીજાઓની શરમ તૂટે-સામેવાળો આપણી નિંદા કરે કે સામે ઘૂરકે આવી ભાષા છોડી દેવી જોઇએ. બીજાના કે બોલનારના દુશ્મનનાં પણ દોષો-મર્મો ઉઘાડા પડે તેવી ભાષા ન બોલવી. અસ્પષ્ટ-અજ્ઞાત કે પોતાની પ્રશંસા અને Page 205 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy