SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિધ્ધાવાસ વ્હેવાય છે. તે અહિસાની આરાધના વિના શક્ય નથી. (૩૫) અનાશ્રવ = અનાશ્રવ એટલે આશ્રવ વિનાના જીવનના મૂળમાં અસિંક ભાવ રહેલો છે. (૩૬) કેવળીસ્થાન = કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં અહિસાદેવીની નિર્ભેળ નિર્વ્યાજ અને શુધ્ધ તથા પવિત્ર અધ્યવસાયો પૂર્વની કરેલી આરાધના જ કામ આવે છે. માટે જુદા જુદા ગ્રંથોમાં અહિસા પરમો ધર્મ:, અહિસા ધમ્મસ્સ ણણી, દયા ધર્મકા મૂલ હૈ, માતૃસ્વરૂપા અહિસા એવ. ઇત્યાદિ વાક્યો જોવા મલે છે. (૩૭) શિવ = ઉપદ્રવ રહિત જીવનની પ્રાપ્તિ. જે અસિા વિના શક્ય બનતી નથી. સંસારાત્મા સદા દુ:ખી વ્યાધિ દુ:ખ પ્રપીડિત: I મનો દુ:ખાદિ સત્રસ્ત: જન્મ-મરણ શોક ભાગ્ || પૂર્વભવના અફ્સિાના આરાધકો જ ચાલુ ભવમાં પ્રસન્ન ચિત્ત દામ્પત્ય જીવનમાં શાંતિ પૂર્વક હસતા-હસાવતા શ્વાસ લઇ રહ્યા છે. તેઓ જીવનમાં સમાધિ-આંખોમાં પ્રસન્નતા-દિલ અને દિમાગમાં ગંભીરતા ઉપરાંત જ્ગતના જીવોના મિત્ર બનીને જીવી રહ્યા છે. માટે જ સાચો શિવ અસિક છે. (૩૮) સમિતિ = સમ્યક્ પ્રકારે મન, વચન, કાયાની પ્રવૃત્તિને અસિંક રાખવી તેને સમિતિ કહેવાય છે. (૩૯) શીલ શીલનો અર્થ ટીકાકારે સમાધાન ર્યો છે. જે અલ્સિક વૃત્તિ અને પ્રવૃત્તિથી સમાધાન સુલભ બને છે. માટે અહિંસા અને સમાધાન પર્યાય વાચી શબ્દો બને છે. (૪૦) સંયમ ઇતિ ચ = હિસાના કાર્યોથી નિવૃત્તિ- વિરતિ લેવી તેને સંયમ કહેવાય છે. (૪૧) શીલ પરિગ્રહ = ચારિત્ર સ્થાન છે. અસિા દેવીને રહેવાનું સ્થાન ક્યું ? સમ્યક્ચારિત્ર. (૪૨) સંવર = જેનાથી પાપો આવે તે દ્વાર બંધ કરવા તેને જ સંવર કહેવાય છે. (૪૩) ગુપ્તિ = જે કાર્યો કરી લીધા પછી કરનારને દુ:ખ થાય સંતાપ અને પશ્ચાતાપ થાય તેવા કાર્યો કરવા માટે ક્યારેય ઉત્સાહ લાવવો નહિ- ઉતાવળ કરવી નહિ-કોઇની સાથે શરતમાં પણ બંધાવવું નહિ તથા આચાર-વિચાર અને ઉચ્ચાર ભ્રષ્ટ માણસો સાથે દોસ્તી પણ કરવી નહિ કરી હોય તો તે તોડી નાંખવી તે ગુપ્તિ છે. (૪૪) વ્યવસાય = ચરમાવર્તમાં પ્રવિષ્ટ આત્માની જ્યારે ભવિતવ્યતાનો પરિપાક થાય છે ત્યારે જીવહ્તિાનો ત્યાગ વધતો જાય અને પરિણામો શુધ્ધ બને છે અને પરિણામની શુધ્ધિથી અસ્પ્રિંક ભાવ પણ નિરતિચાર શુધ્ધતમ બનતો જાય છે તે વ્યવસાય હેવાય. (૪૫) ઉચ્છ્વય = ઉન્નતિ અર્થ થાય છે. જીવનમાં અણુ અણુમા જેમ જેમ અહિસા ધર્મની આરાધન થતી જશે તેમ તેમ આત્માના દ્રવ્ય અને ભાવ પરિણામો પણ ઉન્નત બનતા જશે. = (૪૬) યજ્ઞ = દેવપૂજા કરવાના અર્થમાં યજ્ ધાતુથી યજ્ઞ બન્યો છે. પૂજા દ્રવ્ય-ભાવ બે ભેદે છે. તેમાં ટીકાકારે અહીં ભાવપૂજાનો અર્થ લીધેલ છે. અલ્સિક માણસના જીવનમાંથી ચાંચલ્ય-વિકૃતિ-સ્વભાવની દુષ્ટતા-બોલવાની વક્રતા આદિ પાપ તત્વોએ વિદાય લીધેલી હોવાથી તેમનું મન સંપૂર્ણ અહિંસાના અવતાર દેવાધિદેવ પરમાત્માના ચરણમાં એકતાન બનેલું હોવાથી અહિસાને પણ શુધ્ધ બનાવશે. (૪૭) આયતન = સારા ગુણોનું આયતન એટલે ઘર બનવા પામે સારા સહવાસથી તે. (૪૮) યત્ન = અહિસાનું આરાધન સર્વથા નિરવદ્ય હોવાથી સાધના બધાય પ્રયત્નો યતના Page 203 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy