SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ (પર્યાયોનું જ્ઞાન) અહિસાના પર્યાયો- ૬૦ છે. (૧) નિર્વાણ = સમ્યગુજ્ઞાનના પ્રકાશમાં જે જે પ્રયત્નો કરશે તે બધાય મુકિતના કારણ બનવા પામશે. બધાય પ્રયત્નોમાં અહિંસાની આરાધના જ સફળ-સરળ અને નિજ પ્રયત્ન હોવાથી જે કોઇ ભાગ્યશાળી પોતાની શકિત અને પરિસ્થિતિ પ્રમાણે જેટલા પ્રમાણમાં અહિસા ધર્મને ઓળખશે આરાધશે તેમ તેમ મુકિત તરફ આગળ વધશે અને એક દિવસ નમો સિધ્ધાણં પદનો ભોકતા બનશે માટે નિર્વાણ પામવાનું મૌલિક કારણ અહિસા ધર્મની આરાધના છે. (૨) નિવૃત્તિ = સ્વાચ્ય, સ્વસ્મિન્ = આત્મનિ તિષ્ઠતીતિ સ્વસ્થસ્તસ્ય ભાવ સ્વાથ્યમ્. આત્મામાં રમણ કરવું તે સ્વસ્થ છે. આત્મામાં ધૈર્ય પ્રાપ્ત કરવું- ક્યું હોય તો ટકાવવું ટકાવેલું હોય તો પ્રતિ સમય વધારવું. આ કયારે બને ? અંતરાત્મા બનીને અહિંસાની આરાધનાથી. (૩) સમાધિ = આનો અર્થ ટીકાકારે સમતા કર્યો છે. વૈકારિક વૈભાવિક, ઔદયિક અને તામસિક. જીવો પ્રત્યે જ્યારે પણ આત્મામાં સમતાભાવ આવે તો સમજવું કે આધ્યાત્મિક શ્રેણિમાં આગળ વધી રહ્યા છીએ. પોતાના મિત્રો, પુત્રો પત્નીઓ પ્રત્યે જે સમતા સધાય છે તેમાં મોહની માયા કામ કરે છે જ્યારે શત્રુઓ, કામીઓ અને ક્રોધીઓ પ્રત્યે સમતાભાવ કેળવવામાં આવે ત્યારે ભાવ અધ્યાત્મ પેદા થાય. આ પેદા કરવા અહિસાની આરાધના જોઇએ. (૪) શાંતિ = અહિસાની સાધના જ મન-વચન અને કાયામાં શાંતિનું સર્જન કરશે, પરદ્રોહી આત્મા ભયગ્રસ્ત હોય છે શાન્ત હોતો નથી માટે અહિસા ભગવતીની ઉપાસના જ શ્રેયસ્કર છે. (૫) કીતિ= અહિસાની આરાધના કરનારાઓ ભાવ દયાળ હોવાથી ગુમ દાનાદિ વડે તેની જાતે જ તેઓની કીર્તિ ચારે બાજુ ફેલાઇ જાય છે. અહિસા વિના કીતિ મળતી નથી. (૬) ક્રાન્તિ = જીવનમાં પ્રસન્નતા જોઇતી હોય જીવન ભર્યા ભાદરવા જેવું રાખવું હોયતો સૌ પ્રથમ અહિસાના ઉપાસક બનવું જોઇએ તેઓ કોઇની હત્યામાં ભાગ લેતા નથી, જુઠું બોલતા નથી, ચોરી કરતા નથી, પરસ્ત્રીને ફોસલાવતા નથી, ગપ્પીબાજ બનતા નથી અને કોઇના દ્રોડ્માં ઉભા રહેતા નથી માટે જ તેમના જીવનમાં ક્રાન્તિ = પ્રસન્નતા સ્પષ્ટ દેખાશે. (૭) રતિ = આનંદ, અહિંસામય માનવ ઇશ્વરને જ્યારે ભજતો સ્તવતો કે પૂજતો હોય ત્યારે તેના ડેરામાં મનમાં અને આત્મામાં સાત્વિક આનંદની લહેર ઉપસી આવે છે. તામસિક આનંદના અંતસ્થલમાં મારકત્વ ઘાતકત્વ, હિસત્વ, તાડકત્વ, નિર્જકત્વ આદિ મોહરાજાના સુભટોનું રાજ્ય હોય છે જ્યારે સાત્વિક આનંદમાં સંસારની પ્રત્યેક જાતિનાં અને ધર્મોના પ્રત્યેક જીવો સાથે મૈત્રીભાવ-પ્રમોદભાવ-કારૂણ્ય ભાવ અને ઉપેક્ષા ભાવ વર્તતો હોય છે. માટે તેવો આનંદ મેળવવા જૈન અહિસાને જાણવી પડશે. (૮) વિરતિ = પાપોના દ્વાર બંધ કરવા તે વિરતિ છે. વિપરિત અર્થમાં વિ ઉપસર્ગપર્વક રમણ, કરવાના અર્થમાં રમ ધાતુથી વિરતિ શબ્દ બન્યો છે. અનાદિકાળથી મોહ-મિથ્યાત્વના સંસ્કારોને લઇ જીવ માત્ર હિસાદિ પાપોમાં રમણ કરતો રહ્યો છે તેનાથી વિરમવું તે વિરતિ. (૯) તાંગ = અહિસાની આરાધનામાં શ્રુતજ્ઞાન જ કારણ છે તેથી મૃતાંગ અહિસા કહેવાય છે. (૧૦) તૃમિ = અહિસંક માણસ જ તૃપ્તિ મેળવી શકે છે અને બીજાઓને પણ તૃપ્રિનું દાન આપી શકે છે. જ્યારે જીવન ભાવદયાળ ક્ષમાપ્રધાન અને સમતામય બને ત્યારે અહિસા સંવર ધર્મ પ્રાપ્ત થાય. શત્રુ પણ જીવન જોઇને તૃપ્તિનો અનુભવ કરે. Page 200 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy