SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આદિને વિચારી આત્માને ઉત્સાહિત બનાવવો જોઇએ. મુનિએ એવી તકેદારી હરહંમેશ રાખવી જોઇએ કે-એક પણ પરીષહ આત્માને સંયમથી પતિત કરનારો નિવડે નહિ. આ માટે અનન્તજ્ઞાનિઓની આજ્ઞાઓનું મનન, પરિશીલન આદિ પણ પરમ આવશ્યક છે. પરીષહ પ્રાપ્ત થયે તો ઉપકારી મહાપુરૂષોનાં વચનનોનું ખૂબ જ રટણ કરવું જોઇએ અને એ રીતિએ પણ આત્માને ઉન્માર્ગગામી બનતાં બચાવી લેવો જોઇએ. આંતર શત્રુઓની ભયંકરતા ઉપકારી મહાપુરૂષો આ બાવીસેય પરીષહોને શત્રુઓ તરીકે ઓળખાવે છે અને એ વાત ચોક્ક્સ છે કે-એ ભયંકર કોટિના શત્રુઓ છે. શત્રુઓને શત્રુઓ રૂપે નહિ સમજ્યાં, કેટલાક અજ્ઞાનો એને મિત્રો રૂપે માની લે છે. એનું પરિણામ એ જ આવે કે-શત્રુઓથી ઘાત થાય. બાહ્ય શત્રુઓ કરતાં આંતરશત્રુઓ ખૂબ જ ભયંકર છે. બાહ્ય શત્રુઓ દ્વારા પરાજ્યને પામવામાં જે હાનિ સંભવિત છે, તેના કરતાં કેઇગુણી હાનિ આંતર શત્રુઓ દ્વારા પરાજ્યને પામવામાં છે. આ વસ્તુને યથાર્થપણે સમજી શક્તારા આત્માઓ પૌદ્ગલિક અનુકૂળતાઓને મેળવવામાં અને ભોગવવામાં રાચે એ શક્ય નથી. એવાઓ તો સામર્થ્યની અલ્પતા આદિ હોય તોય હૃદયમાં વિવેકપૂર્વક્તા દુ:ખને ધરે. મિથ્યા વિષાદને આધીન થઇ દુષ્કર્મોને ઉપાર્જનારા ન બને, પણ ઉત્તમ આત્માઓની અનુમોદના આદિ કરતા થકા પોતાના આત્માને ઉત્સાહિત બનાવે. પરીષહો એ જેમ શત્રુઓ છે, તેમ ઉપસર્ગો પણ શત્રુઓ છે. ર્મનિર્જરાના સાધક આચાર-વિચારથી ભ્રષ્ટ બનાવનાર અને કર્મબન્ધના સાધક આચાર-વિચારમાં યોજ્નાર જે કોઇ હોય, તેને ક્લ્યાણના અર્થી આત્માઓ શત્રુઓ રૂપે જ માને અને જ્યારે જ્યારે એ શત્રુઓ હલ્લો લઇ આવે, ત્યારે ત્યારે તેમના હલ્લાને નિષ્ફલ બનાવવામાં જ પોતાના જીવન આદિની સાર્થકતા માને. શત્રુઓનો મારો ધીમો હોય અગર ન હોય, ત્યારે પણ ક્લ્યાણના અર્થી આત્માઓ સુન્દર તૈયારી કર્યા કરે, કે જેથી કોઇ પણ સમયે શત્રુઓનો સફલ સામનો કરી શકાય. દુષ્ટ દેવાદિ તરફથી થયેલા ઉપદ્રવોના પ્રસંગે પણ ધર્મશીલ મુનિઓએ સમવૃત્તિવાળા સહનશીલ બન્યા રહેવું, એ પરમ ર્મનિર્જરા સાધવાનો માર્ગ છે. ઉપસર્ગોના પ્રસંગે આત્મા આરાધના-માર્ગમાં સુસ્થિર રહેવા દ્વારા ધ્યેયસિદ્વિને અતિશય નિટમાં લાવી શકે છે. સામાન્ય પ્રકારના પણ પરીષહોને સહવા માટે કાયર બનેલા આત્માઓ, ઉપસર્ગોના સહન માટે કાયર બને એ સહજ પ્રાય: છે. અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો આત્માને આરાધનાના માર્ગથી ભ્રષ્ટ બનાવી શકે નહિ, એની પણ મુનિઓએ કાળજી રાખવી જોઇએ. એવા મુનિઓ જ પરીષહો અને ઉપસર્ગો રૂપ શત્રુઓની સેનાના વિજ્ય માટે મહાભટ બની શકે છ. સંવર દ્વાર જે જીવ માત્રને દુ:ખ મુક્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેવળજ્ઞાન મેળવવાની ઇચ્છાવાળા પ્રત્યેક ભાગ્યશાળીને સંવર તત્વની આરાધના સર્વથા અનિવાર્ય છે. તે વિના આશ્રવનો નિરોધ બની શક્તો નથી. પાપોના દ્વાર ઉઘાડા રાખવા તે આશ્રવ છે અને બંધ કરવા તે સંવર છે. સંવર પાંચ છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) સંતોષ. અહિંસાનું સ્વરૂપ (૧) તસ થાવર સવ્વભૂય ખેમકરી = અહિંસા ધર્મ ત્રસ અને સ્થાવર જીવોનું ક્ષેમ કરનાર છે. આ બંને પ્રકારના જીવો-સ્પષ્ટ કે અસ્પષ્ટ ચૈતન્ય શક્તિ સંપન્ન હોવાથી સંયોગ-સુખ અને શાંતિને ચાહનારા છે. તથા વિયોગ-દુ:ખ-મરણ-શોક સંતાપાદિને ચાહનારા નથી. Page 198 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy