SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સ. કેવી સુન્દર વસ્તુ ? અનુકૂળ ભિક્ષા મળવા છતાં પણ આત્મક્લ્યાણના અર્થી મુનિવરોએ સાવધ રહેવું જ પડે. જરૂર એમ જ છે. ઉપકારિઓ ફરમાવે છે તેવી ક્લ્યાણકર સાવધગીરી રાખ્યા વિના, આત્મહિત સાધ્ય જ નથી. આથી સ્પષ્ટ છે કે-લાભાન્તરાયનો ઉદય ન હોય અને નિર્દોષ ભિક્ષા આવશ્યક પ્રમાણમાં મળી જાય તો પણ હર્ષ રૂપ અનુતાપને પામવાનું નથી અને લાભાન્તરાયના ઉદયથી ન મળે તો પણ‘અહો, હું ઘણો જ અધન્ય છું, કે જેથી મને યાચના કરવા છતાં પણ ભિક્ષા મળતી નથી !' -એ જાતિનો અનુતાપ કરવાનો નથી. વળી આવશ્યક પ્રમાણ કરતાં અલ્પ મળે તો પણ, સાધુ, એવો વિચાર કરીને અનુતાપ ન પામે કે- ‘ખેદની વાત છે કે-મારા જેવાને જરૂર પૂરતી ભિક્ષા પણ મળતી નથી. ખરેખર, એ મારી અધન્યતા છે.' ધારો કે ભિક્ષા તો મળી પણ તે અનિષ્ટ ભિક્ષા મળી, તો પણ સાધુએ એવો અનુતાપ કરવાનો હોય જ નહિ કે- ‘અરે રે! હું અધન્ય છું કે-મને ઇષ્ટ એવી ભિક્ષા પણ મળતી નથી.' આવી રીતિએ કોઇ પણ સ્થિતિ પ્રાપ્ત થયે સાધુઓએ અનુતાપ કરવાનો હોય નહિ. ‘અલાભ-પરીષહ' ને સહન કરવામાં સુભટ બનેલા મહષિ ભિક્ષા ન મળે તો પણ, અલ્પ મળે તો પણ અગર અનિષ્ટ મળે તો પણ, દરેક અવસ્થામાં સમભાવે રહી સંયમની સાધનામાં જ સજ્જ રહેનારા હોય છે. લાભાન્તરાયના ઉદયથી ન મળે તો- ‘આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે, પરમ દિવસે નહિ તો એથી પણ આગળ મળશે' -આ જાતિના વિચારોથી અદીનપણે અલાભને સહી આરાધનામાં એવા ઉમાળ બનવું, કે જેથી લાભાન્તરાય પણ ત્રુટે, ઘાતી આદિ ર્મો પણ ત્રુટે અને પરિણામે શુદ્ધ સંયમની આરાધના યાવત્ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ સુસાધ્ય બને. શ્રી ઢંઢણ ઋષિ જેવા મહાપુરૂષે એ અલાભ-પરીષહના સહનમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇ, કેવળજ્ઞાન પામો, સિદ્વિપદની સાધના પણ કરી. અનંત ઉપકારી પરમર્ષિઓ શ્રી ઢંઢણકુમારે કરેલા અલાભપરીષહના એ ઉત્કટ સહનનો નિર્દેશ કરીને, કલ્યાણકામી મુનિઓને ઉપદેશ આપતાં ફરમાવે છે કે- “ઇવં મહિયાસિયળ્યો 1લામપરીસદો, નહા દ્વંદ્વેગ અળવારેખ 11” મહર્ષિ શ્રી ઢંઢણ અણગારે અલાભ-પરીષહને સહવામાં ક્માલ કરી છે. શ્રી ઢંઢણ અણગારનો એ પ્રસંગ ખાસ જાણવા જેવો છે અને મુનિઓએ તો તેને ખાસ જાણી લેવો જોઇએ. મુનિવરોને માટે તો એ મહર્ષિએ કરેલ સહન આદર્શ રૂપ છે. શ્રી ઢંઢણ અણગારે જેવી રીતિએ ‘અલાભ પરીષહ' ને સહન કર્યો તેવી રીતિએ ક્લ્યાણના કામી એવા મુનિએ ‘અલાભ પરીષહ' ને સહવા માટે પણ પ્રયત્નશીલ બનવું જોઇએ. સોલમાં રોમ-પરીષહ લાભાન્તરાયના ઉદયથી શુદ્ધ ભિક્ષાનો સર્વથા અલાભ એ પણ સ્વાભાવિક છે અને જરૂરી લાભ ન થાય એ પણ સ્વાભાવિક છે. આ કારણે ઘણીવાર કારમી ક્ષુધાઓ પણ વેઠવી પડે અને એવી ક્ષુધા ઉપર અન્ત-પ્રાન્ત ભિક્ષાથી પણ નિભાવવું પડે. આવી અવસ્થામાં રોગો થવાનો સંભવ પણ અશુભના ઉદયથી ખરો. આ કારણે પંદરમા ‘અલાભ-પરીષહ' પછી સોલમો ‘રોગ-પરીષહ' ગણવામાં આવ્યો છે. ઉત્પન્ન થયેલ જ્વરાદિ રોગો દુ:ખકર છે, એ નિર્વિવાદ છે. રોગો દુ:ખકર હોવા છતાં પણ, રોગવાળા બનેલા મહામુનિ પોતાની તત્ત્વબુદ્ધિમાં ચંચલતા ન આવવા દે. ‘વ્યાધિ, એ પોતે જ કરેલા કર્મનું ફલ છે.’ -આવી બુદ્ધિ એ તત્ત્વબુદ્ધિ છે. આ તત્ત્વબુદ્ધિ રોગ સહવામાં ઘણું સામર્થ્ય સમર્પે છે. પોતાની તત્ત્વબુદ્ધિનું સંરક્ષણ કરનારા મહામુનિ, રોગનિત દુ:ખમાં સુસ્થિર રહેવા સાથે, સમાધિપૂર્વક તેનું સહન કરવા દ્વારા સુંદરમાં સુંદર કર્મનિર્જરાને સાધે છે. ભયંકર રોગોમાં પણ સમાધિમગ્ન રહી, કર્મનિર્જરાને સાધનારા Page 189 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy