SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ખાસ કરીને માન કષાય ઉપર તો ગજબ જાતિનો વિજય મેળવ્યા વિના પ્રભ-આજ્ઞા મુજબની યાચના કરાવી એ શક્ય નથી. પ્રભુશાસનના મુનિઓ ગૌચરીના કરનારા હોય છે, પણ ગદ્વાચરીના કરનારા હોતા નથી. ગાય જ્યાં જ્યાં ચરે સ્થાન ઘાસ વિનાનું નથી બનતું, જ્યારે રાસભ જ્યાં જ્યાં ચરે એ સ્થાન ઘાસથી શૂન્ય જેવું બની જાય છે : કારણ કે-ગાયનો સ્વભાવ ઉપર-ઉપરથી ચરવાનો હોય છે, ત્યારે રાસભનો સ્વભાવ મૂળ સાથે ઉખેડીને ચરવાનો હોય છે. આથી જ ગૌચરીના કરનારા મુનિઓ દાતારના ભાવની પણ જો તે યોગ્ય હોય તો વૃદ્ધિ કરનારા બને છે, ત્યારે ગદ્વાચરીના કરનારા યોગ્યના પણ ભાવનો સંહાર કરનારા બને છે. ગાયનો એ પણ સ્વભાવ હોય છે કે-પરિચિત કે અપરિચિત સ્થાનનો ભેદ પાડ્યા વિના એ ચરે છે. એ જ રીતિએ મુનિઓ પણ સંયમની સાધના માટે જ ભિક્ષાના કરનારા હોવાથી, એ મહાત્માઓ પરિચિત કે અપરિચિતનો વિભાગ કરનારા હોતા નથી : એટલું જ નહિ, પણ અધિકમાં દોષથી રહિત એવી શુદ્ધ ભિક્ષાના ગવેષક હોય છે. આ રીતિની ભિક્ષા માટે ખાસ કરીને માન કષાય ઉપર વિજય મેળવ્યા વિના સુખપૂર્વક હાથ પ્રસારવો, અ ઘણું જ દુષ્કર છે અને એ જ કારણે યાચના કરવી, એ પણ દુષ્કર અનુષ્ઠાન ગણાય છે. આવશ્યક એવી કોઇ પણ નિર્દોષ વસ્તુ માટે ય યાચના જ કરવી પડતી હોવાથી, અભિમાન ઉપર આરૂઢ થયેલા આત્મા માટે એ અસહ્ય થઇ પડે છે અને એથી એવી જાતિના વિચારો આવી જવા એ સહજ છે કે- “ગૃહસ્થપણ એ જ સારું, કે જેમાં કોઇની પાસે માંગવું પડતું નથી અને પોતાની ભુજાથી ઉપાર્જેલું દીનાદિકને આપીને ભોજન કરી શકાય છે.” આવા વિચારો આવવાથી, મુનિપણા પ્રત્યે અરૂચિ ઉત્પન્ન થાય છે અને પાપમય ગૃહસ્થપણા ઉપર રૂચિ ઉત્પન્ન થાય છે. માનના કારણે આવી દુર્દશા થવી, એ સહજ છે: આથી માનથી બચવા માટે, અનંતજ્ઞાનિઓએ ફરમાવેલા સુંદર વિચારો દ્વારા માન ઉપર વિજય મેળવી, આ “યાચના પરીષહ ઉપર વિજય મેળવવા માટે સાચા સુભટ બનવું જોઇએ. ઉપકારિઓ ફરમાવે છે કે- “તે ગૃહસ્થવાસ તે કારણે પ્રશંસાપાત્ર છે, કે જે કારણે જે ગૃહસ્થાવાસમાં કોઇની પાસે યાચના નથી કરવી પડતી અને જેમાં પોતાની ભુજાથી ઉપાર્જેલું દીન આદિકને આપીને જમાય છે.” આવો વિચાર કરવો એ કારમી અજ્ઞાનતા છે : કારણ કે-ગૃહવાસ એ ઘણા સાવધથી એટલે કે-અનેક પાપવ્યાપારોથી ભરચક છે અને નિરવદ્ય વૃત્તિ એટલે પાપરહિત વૃત્તિ માટે જ એનો પરિત્યાગ કરવાનો છે : આ જ કારણથી, પોતાની જાત માટે પચન આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા એવા ગૃહસ્થો પાસેથી પિડ આદિનું ગ્રહણ કરવું, એ ન્યાયયકત છે. -આ જાતિના વિચારથી માન ઉપર નહિ ચઢતાં યાચના-પરીષહના વિજેતા બનવું એ જ જરૂરી છે, એમ માનવું જોઇએ. પેટ માટે ભીખ માગવી એ જુદી વસ્તુ છે અને સંયમની આરાધના માટે શુદ્ધ ભિક્ષાનું ગ્રહણ એ જૂદી વસ્તુ છે. અનેકવિધ આરંભ આદિ પાપોથી બચવા આદિ માટે શુદ્ધ ભિક્ષાના અથિઓ તો ગતના સાચા ઉપકારિઓ છે. એ ઉપકારિઓ પણ જ્યારે એવો વિચાર કરે કે- “કેમ યાચના થાય ?' ત્યારે તો કલ્યાણના અર્થી એવા ગૃહસ્થા માટે ઉત્તમ પાત્ર પણ કોણ બને ? સાચા મુનિઓ પણ યાચના માત્રથી ગભરાય અને ગૃહસ્થાવાસની પ્રશંસા કરવા તૈયાર થાય, ત્યારે તો ગજબ જ થઇ જાય. “ગૃહસ્થાશ્રમને ધર્મ માનવો એ મિથ્યા છે.” -આવો ઉપદેશ આપનારા પરમષિઓ, એક યાચના માત્રથી ગભરાઇ જઇ, મોક્ષની સાધના માટેના એકના એક માર્ગ ઉપરથી ગબડી પડે અને સંસારના પરમ કારણભૂત ગૃહસ્થાવાસ તરફ ધસે, એ તો ઘણું જ ભયંકર ગણાય : આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે- “યાચના-પરીષહ ને સહવો એ જ કલ્યાણકારી છે. અંજ અલાલ-પરીષહ Page 187 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy