SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કટ, તેટલો આત્મનિસ્તાર નિટ. આત્માની સિદ્ધિ માટેના જ વિચાર અને વર્તનમાં સજ્જ આત્મા આત્મગવેષક કહેવાય છે. આત્મગવેષણામાં મગ્ન આત્મા વિચાર, વાણી અને વર્તનને આત્મ-સિદ્ધિની સાધનામાં જ યોજ્વાનો શક્ય પ્રયત્ન કરનારો હોય છે. આવો આત્મા બરાબર સમજે છે કે- ‘સ્ત્રીઆનો સંસર્ગ આત્મા માટે નાશક છે.' આત્મગવેષક આત્મા શ્રી નિાગમમાં ‘તાલપુટ વિષ’ તરીકે ઓળખાવેલ વસ્તુઓને પણ જાણનારો બને છે. શ્રી નિાગમ ફરમાવે છે કે “ વિભૂષા ફલ્ધીસંસમ્મી, યિં રસમોયાં ।। णरस्सडत्तगवेसिस्स, विसं तालउडं जहा || " વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસભોન-એ ત્રણ આત્મગવેષી નરને માટે તાલપુટ વિષ સમાન છે. આત્મગવેષી બનવાને ઇચ્છનારા આત્માઓએ આ તાલપુટ વિષને પિછાની લેવું જોઇએ, કે જેથી એના યોગે વિનાશને પામતાં બચી શકાય. આત્મગવેષક આત્મા જેમ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેનારો હાય છે, તેમ વિભૂષા અને પ્રણીત રસભોનના આસેવનથી પણ દૂર જ રહેનારો હોય છે. રસલમ્પટો અને સુંદર વસ્ત્ર આદિના શોખીનો આત્મગવેષક હોઇ શકતા જ નથી. એવાઓ તો સંયમથી જ પરવારેલા છે. એવાઓ સ્ત્રીસંસર્ગના પણ શોખીનો હોય છે, એવાઓ ક્યારે સ્વ-પરનો કેવો અનર્થ કરે, એની કશી જ ક્લ્પના થઇ શકે તેમ નથી. પ્રભુશાસનના સાધુપણાને પામવા છતાં પણ, જો સંયમજીવનના નાશ માટે તાલપુટવિષ સમા વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસભોજ્નથી ન બચે, તો સમજ્યું જ જોઇએ કે- ‘એ બીચારા સંયમજીવનના ખપી જનથી.' એવાઓ પરીષહ રૂપ શત્રુનો સામનો કરવાનો સમય આવે, એવી સ્થિતિથી જ પ્રાય:ભાગતા ફરે છે. એવાઓ તો જાણે કે-કર્મન્ય પીડાઓ ભોગવવા માટે નરકાદિમાં જ્વાની જ ઇચ્છાવાળા હોય, તેમ સંયમજીવનમાં તક્લીફ ન પડે એની ચિંતામાં જ રહેનારા હોય છે. મૂલ અને ઉત્તર ગુણોના ઘાતાદિની ચિન્તાથી પર બની, પરીષહ ન આવે એવી અનુકૂળતા ભોગવતા આત્માઓ અને એમાં જ જીવનનો આનન્દ માનતા આત્માઓ સાધુપણાના આસ્વાદથી વંચિત રહ્યા થકા, તેમજ સાધુવેષના પ્રતાપે મળતાં માનપાનાદિથી મદોન્મત્ત બન્યા થકા એવી એવી પણ કાર્યવાહીઓ કરે છે, કે જેનું વર્ણન પણ કમ્પારી પેદા કરનારૂં હોય છે. એવા આત્માઓ આત્મગવેષક હોતા પણ નથી અને વૃત્તિ ન ફરે ત્યાં સુધી આત્મગવેષક બની શકતા પણ નથી. આત્મગવેષકો જ સંયમની અતિથી ઉત્પન્ન થતા અનર્થોમાંથી બચી શકે છે અને એથી ઉત્પન્ન થતા સ્ત્રી-પરીષહના પણ વિજેતા બની શકે છે. આત્મગવેષકો વિભૂષા તથા પ્રણીત રસભોજ્નથી પર રહેતા હોય છે : એટલું જ નહિ, પણ સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવા સાથે સ્ત્રીના ચિત્રને પણ સરાગ દ્રષ્ટિએ જોતા નથી. સ્ત્રી દ્રષ્ટિએ પડી જાય, તો તે પુણ્યાત્માઓ એના તરફ રાગથી જોતા નથી, પણ દ્રષ્ટિને તરત જ તેના તરફથી પાછી ખેંચી લે છે. લોકો ધીકતા સૂર્ય તરફથી દ્રષ્ટિને પડતાંની સાથે જ જેમ ખેંચી લે છે, તેમ આત્મગવેષક પુણ્યાત્માઓ પણ પોતાની દ્રષ્ટિને સ્ત્રી તરફથી ખેંચી લે છે. આવી દશાવાળાં આત્માઓ જ સુંદર વિચારો દ્વારા અને આજ્ઞા મુજબના કડક્વર્તન દ્વારા સ્ત્રી-પરીષહના પણ સાચા વિજેતા બની શકે છે. જ્યારે એથી વિપરીત દશાવાળા આત્માઓ તો સમાં પતિત થઇ જાય છે. નવમો પરીષદ-ચયા સબંધી સંયમમાં અરતિ પેદા થાય બાદ, સ્ત્રીના નિમંત્રણથી સ્ત્રી તરફ એકદમ આકર્ષણ થવાના યોગે આ સ્ત્રી-પરીષહ સહવાનો સમય આવે છે, પણ સ્ત્રીના આમંત્રણનો પ્રસંગ મોટે ભાગે ત્યારે બને છે, કે જ્યારે એક જ્ગ્યાએ વધુ વસવાનું થાય. વધુ વસવાનું એક સ્થાને થવાથી, સ્ત્રીના સંસર્ગનો પણ પ્રસંગ Page 180 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy