SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અણગારને જો ‘અરતિ' ઉત્પન્ન થાય, તો એને ઉત્તમ જાતિના વિચારોથી શમાવવી જોઇએ. મૂળ વાત તો એ છે કે-અરતિને ઉત્પન્ન થતાં જ અટકાવવાનો પ્રયત્ન કરવો જોઇએ : છતાં પણ અરતિ ઉત્પન્ન થઇ જાય તો તેને ઉત્તમ વિચારોથી શમાવવા તરફ બેદરકારી નહિ સેવવી જોઇએ. અરતિને વધવા દઇ સંયમથી પતિત થવું જોઇએ નહિ કે સંયમમાં રહેવાં છતાં પણ ગૃહસ્થદશા જેવી દશા ભોગવવી જોઇએ નહિ-એ ‘અરતિપરીષહ' નું સહન કહેવાય છે. રસલમ્પટ અને વસ્ત્રાદિના સુંદર પરિગ્રહમાં રાચતા આત્માઓ, મુનિવેષમાં હોવા છતાં પણ, સંયમ પ્રત્યેની અરતિના જ ઉપાસકો છે. તેઓ વિચારે તો એમને પણ જરૂર લાગે કે- ‘અમે વેષ માત્રથી જ સાધુ છીએ, બાકી સાધુપણા માટે જરૂરી સંયમ આદિના તો શત્રુ જેવા જ છીએ.' સાધુવેષનો મહિમા પણ જાતવાન આત્મઓ માટે છે, પણ જાત આત્માઓ માટે નથી જ. વેષની વિટમ્બણા કરનારાઓ તો આ પવિત્ર સાધુવેષને લજ્જનારા છે. સાધુવેષને લવવો, એ સાધુવેષની પણ કારમી આશાતના કરનારા આત્માઓ, ભવાંતરમાં સારી ગતિ પામવા માટે અનન્તકાળ માટે પણ જો અયોગ્ય થઇ જાય, તો એ પણ સુસંભવિત છે. સાધુવેષમાં રહેવા છતાં સાધુપણાથી પર રહેનારાઓને આવી અતિ આવવાનો સંભવ જ ક્યાં છે ? સંયમમાં અરતિ થાય એવો સમય કાં તો ઘોર સંયમના પાલક બનેલા અને સુન્દર ભવિતવ્યતાવાળા હોવા સાથે તેવા પ્રકારનાં નિમિત્તો આદિથી પણ બચતા જ રહેનારા પ્રબલ સત્ત્વશાલી આત્માઓને ન આવે અગર તો સંયમથી પરાર્મુખોને ન આવે. તેવા પ્રકારના સત્ત્વને નહિ ધરનારા પણ શુદ્ધ સંયમના પાલનમાં ઉદ્યત આત્માઓને સંયમમાં અતિ ઉત્પન્ન થવી સંભવિત છે. એ અરતિના યોગે સંયમનો ત્યાગ ન કરવો અથવા તો સંયમમાં શિથિલ નહિ બનતાં સંયમને વધુ નિર્મલ બનાવવું, એ ‘અરતિ-પરીષહ' નો વિજ્ય છે. આજ્ઞા મુજ્બ સંયમનું પાલન કરતાં શીત આદિની પીડાઓ ઉત્પન્ન થવી એ સજ્જ છે. એવા પ્રસંગે મોહનીયની પ્રકૃતિ-જે અરતિમોહનીય નામની છે-તે ઉદયમાં આવવી અને એના યોગે સંયમમાં અરતિ ઉત્પન્ન થઇ જ્વી, એ અલ્પ સત્ત્વના કારણે સંભવિત છે. એ ‘અરતિ' ધર્મની આરાધનામાં વિઘ્ન પેદા કરવામાં હેતુભૂત છે, એમ માની એને દૂર કરી દઇ, પોતાના આત્માને જે હિસ્સા આદિ પાપોથી પર રાખે, દુર્ગતિના હેતુભૂત આર્તધ્યાન આદિથી પણ આત્માને જે દૂર રાખે, આત્માના જ્ઞાનાદિ લાભને જે સુરક્ષિત રાખે અને સ્વાધ્યાય તથા સંયમની સાધનામાં જ જે રતિવાળો બને, એ અરતિ-પરીષહનો સાચો વિજેતા છે. એવો આત્મા સમજે છે કે- ‘ધર્મ જ નિરન્તર આનન્દનો હેતુ છે અને જો એનું યથાસ્થિત પાલન કરવામાં આવે તો શાશ્વત આનન્દની પ્રાપ્તિ થવી એ સુનિશ્ચિત છે.' વળી સંયમમાં પેદા થયેલી અરતિને દૂર કરી, અસત્ ક્રિયાઓથી દૂર રહેવા દ્વારા નિરારમ્ભી અને ક્રોધાદિક્નો ઉપશમ કરવા દ્વારા ઉપશાન્ત બની વું જોઇએ : તેમજ ‘મનોદુ:ખ ભોગવતાં જીવોને પલ્યોપમ અને સાગરોપમ પસાર કરવા પડે છે, તો મારૂં આ મનોદુ:ખ શું હિસાબમાં છે ?' -આ જાતિના વિચારથી સંયમના માર્ગમાં જ ઉગ્ર મુસાફરી કરનારા બનવું જોઇએ : પણ સંયમથી પાછા ફરવાના કે શિથિલ થવાના વિચારને આધીન ન બનાય, એની સતત સાવગિરિ રાખવા જોઇએ. એ રીતિએ ધર્મારામ, નિરારમ્ભ અને ઉપશાન્ત બનેલા મુનિઓ ‘અરતિપરીષહ’ ને જીતનારા સાચા સુભટો છે, એમાં શંકાને અવકાશ જ નથી. આઠમો પરીષહ-સ્ત્રી સબંધી સંયમમાં અરતિ ઉત્પન્ન થયા બાદ જો સ્ત્રીઓ આમંત્રણ કરનારી મળે, તો તેની અભિલાષા થઇ જ્વી એ સુસંભવિત છે : એ કારણે સાતમા ‘અરતિ-પરીષહ’ પછી આઠમો ‘સ્ત્રી-પરીષહ’ કહેવાય છે. આ પરીષહ ઘણો કારમો પરીષહ છે. રસલમ્પટો આ પરીષહનો વિજ્ય કરવા માટે સમર્થ બની શક્તા Page 178 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy