SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના પણ કરી શકતા નથી. ફલાદિનું છેદન પણ તેઓ કરી શકતા નથી, કરાવી શકતા નથી કે તેમ કરનારને અનુમોદી શકતા નથી. એવી જ રીતિએ ભોજનનું પકાવવું પણ સ્વયં કરી શકતા નથી, અન્ય પાસે કરાવી શકતા નથી અને પચન કરનારનું અનુમોદન કરી શકતા નથી. ભિક્ષા પણ પ્રાસુક અને કલ્પી શકે એવી ચીજની દોષરહિતપણે કરવાની હોય છે. આવી ભિક્ષા ન મળે એવા પ્રસંગો મહષિઓને માટે આવવા, એ કોઇ નવાઇની વસ્તુ નથી. એવે સમયે સહનશોલ બની દોષ સેવવા નહિ કે દોષિત ભિક્ષા ન લેવી, એ આ ક્ષુધા-પરીષહનું સહન કરવાપણું છે : એટલું જ નહિ, પણ પ્રાપ્ત શુદ્ધ ભિક્ષાને અતિ લોલુપતાથી પ્રમાણમાં અધિક ખાવી નહિ અને ભિક્ષા ન મળે તો દીન બનવું નહિ, એ પણ આ પરીષહનું સહન છે. આ પરીષહનું સહન, એ સામર્થ્ય વિના શક્ય નથી અને એ સામર્થ્ય સુધા-સહનના અભ્યાસ વિના પ્રાપ્ય નથી. વિના કારણે અને વિના મુખે પણ ખાવાની ટેવવાળાઓ આ પરીષહનું સહન કદી જ કરી શકતા નથી. ભિક્ષા માટે આપવાદિક દોષસેવન, એ તો આજે કેટલાકોને માટે કાયમી જેવી જ વસ્તુ બની ગઇ છે. આ દુર્દશા વિના કારણે અને વિના મુખે ખાવાની કુટેવને જ આભારી છે. શાસ્ત્રોમાં નાનામાં નાનું પચ્ચખાણ નવકારશી છે ને ?' -આમ કહીને છતી શકિતએ પણ એ જ પચ્ચખાણને વળગી પડેલાઓ, આજે આ પરીષહના સહન માટે એકદમ પામર બની ગયા છે. બાલ, વૃદ્ધ, ગ્લાન અને કારમી અસહનશીલતાના ભોગ બનેલાઓ આદિને માટેના નવકારશીના પચ્ચખાણને, નિરોગી અને સમર્થ એવા પણ તરૂણો અને પ્રૌઢ વયનાઓ પોતાનું જ બનાવી લે, ત્યારે તેઓ પોતાની વયનો અને પોતાના સામર્થ્યનો દુરૂપયોગ જ કરે છે, એમ જ માનવું રહ્યું. સુંદર અભ્યાસના પ્રતાપે વૃદ્ધો તરૂણોને પણ મુખમાં અંગુલિપ્રક્ષેપ કરાવે એવો કારમો તપ તપે છ-એમ પ્રત્યક્ષ જોવા છતાં પણ જેઓ છતી શકિતએ ખાવામાં લયલીન બને છે, તેઓ માર્ગમાં સ્થિર રાખનાર અને કર્મની નિર્જરા કરાવનારા આ પ્રથમ પરીષદના સહન માટે નિર્માલ્ય બનવાની જ કાર્યવાહી કરે છે, એમ કહેવું એ તદન વાસ્તવિક છે. કલ્યાણકામી મુનિઓએ આવી કાર્યવાહી કરવી, એ કોઇ પણ રીતિએ હિતાવહ નથી. કારણિક નવકારશીને ખાવાના શોખથી કાયમી બનાવી લેનારા, જતે દિવસે કેવલ વેષધારી જેવા બની જાય, એ તદન સહજ છે. આવી દશાથી બચવા માટે તકલીફ વેઠીને પણ ભુખને સહન કરતાં શીખવું જોઇએ. તીવ્ર સુધાવેદનીયના ઉદય સિવાય વારંવાર ભૂખ લાગવી એ શક્ય નથી અને એ વેદનાને શાંતિથી સહવી એ કર્મક્ષયનું કારણ છે. જ્યારે સુધાવેદનીય અસહા બને, તેને સહવાનું સામર્થ્ય ન હોય અને એ સામર્થ્યના અભાવે સંયમના યોગો સીદાય તેમ હોય, ત્યારે સંયમના યોગોને સીદાતાં અટકાવવાના જ એક માત્ર હેતુથી, લોલુપતા વિના જ, મુનિઓએ નિર્દોષ આહાર કરવાનો છે. બહુલતયા વારંવાર ખાવાની ઇચ્છા અને પ્રવૃત્તિ-એ ભુખના પરિણામે નથી હોતી, પણ રસલપટતાના પ્રતાપે હોય છે. રસલપટતા, એ પણ મુનિઓને માટે વિટમ્બણા રૂપ જ છે. એક મહાપુરૂષ ફરમાવે છે કે ___ "गृहीतलिस्य च चेद्धनशा, गृहीतलियो विषयाभिलाषी । - गृहीतलिङ्गो रसलोलुपश्वेत, विडम्बबं नास्ति ततोडधिकं ||१||" ખરેખર, એ મહાપુરૂષનો આ ઉપદેશ દરેક મુનિએ તો હૃદયપટ ઉપર કોતરી રાખવા જેવો છે. ધનાશા, વિષયાભિલાષા અને રસલોલુપતા-એ ત્રણ એવી વસ્તુઓ છે, કે જે મુનિવેષને ધરનારા આત્માને ખૂબ જ વિડમ્બિત કરે છે. મુનિવેષને જેણે ગ્રહણ કર્યો છે, તે જો ધનની આશાવાળો હોય, વિષયોની અભિલાષાવાળો હોય અને રસની લોલુણાવાળો હોય, તો એને માટે એથી વિડમ્બન બીજું કોઇ જ નથી. ધનની આશામાં ઝરનારો, વિષયોની અભિલાષાથી આકૂલતા ભોગવનારો અને રસની Page 172 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy