SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્રધ્યાનનો અનુબન્ધ કરનારી જે કલ્પનાઓ તેની જે જાલ, તેનો વિયોગ એનું નામ પ્રથમ પ્રકારની મનોસુમિ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન, એ સંસારને વધારનારાં અને દુર્ગતિને આપનારાં ધ્યાનો છે. દુનિયા સંબંધી સઘળાય સારા-ખરાબ વિચારો, આ બે ધ્યાનોમાં સમાઇ જાય છે. આ બે ધ્યાનોના સંબંધમાં ઘણું ઘણું કહેવા જેવું છે, પણ હાલ આટલું ટૂંકું જ. આ બે ધ્યાનના સમ્બન્ધમાં સમજાવીને આગળ ચાલવું પડે તેમ છે. પાપવર્ધક વિચારોથી મનને દૂર કરવું, એનું નામ પ્રથમ પ્રકારની મનોગક્તિ છે. મન ઉપર એવો કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જેથી તે દુનિયાદારીની કોઇ પણ વિચારણામાં જોડાય નહિ. દુન્યવી સુખની ઇચ્છા, એ જ આ દુર્ગાનોનું મૂળ છે. એ ઇચ્છા ઉપર જેટલે અંશે કાબૂ આવી જાય, તેટલે અંશે દુર્ગાનથી બચી શકાય. ઇષ્ટ વસ્તુ પણ દુન્યવી સુખ માટે ઇચ્છવી, એ ખરાબ જ છે. વળી મુનિઓ તો નિરાના જ અર્થી હોય, એટલે મુનિઓએ તો દુન્યવી વિચાર માત્રથી મનને રોકવું જોઇએ અને એ પ્રથમ પ્રકારની મનોગુપ્તિ છે. - બીજા પ્રકારની મનોગુપ્તિનું વર્ણન કરતાં પણ ઉપકારિઓએ ફરમાવ્યું છે કે-શાસ્ત્રોને અનુસરનારી, પરલોકને સારા રૂપમાં સાધનારી અને ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી એવી જે માનસિક માધ્યસ્થ પરિણતિ, એ બીજા પ્રકરાની મનોગુપ્તિ છે. શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ વિચાર ધરાવનારાઓ આ મનોગતિને પામ્યા ય નથી અને પામશે પણ નહિ. ધર્મધ્યાન, એ એક એવી વસ્તુ છે કે-સઘળાય આત્મકલ્યાણના વિચારો એમાં સમાવિષ્ટ થાય છે. આ માધ્યસ્થ પરિણતિ પણ અનુપમ કોટિની હોય છે. સાચા-ખોટાનો શુંભમેળો કરાવનારા મૂર્ખતા રૂપ આ માધ્યચ્ય પરિણતિ નથી. એવી માધ્યચ્ય પરિણતિ તો અજ્ઞાનોએ માનેલી હોય છે. આવી મનોગુપ્તિ, કે જે પરમ શુદ્ધ માધ્યચ્ય પરિણતિ રૂપ છે અને જેમાં સત્ય સત્ય રૂપે અને અસત્ય અસત્ય રૂપે સ્પષ્ટતયા ભાયમાન થાય છે, તે જ આદરણીય છે. માધ્યસ્થ પરિણતિ વસ્તુને શુદ્ધ સ્વરૂપે ઓળખાવવા માટે શુદ્ધ આરિસા જેવી છે. એવી માધ્યચ્ય પરિણતિ શાસ્ત્રાનુસારિણી જ હોય, એ જ કારણે એ સુન્દર એવો જે પરલોક તેને સાધનારી હોય અને એથી જ એ ધર્મધ્યાનનો અનુબ કરનારી હોય : આ રીતિએ જોતાં સઘળાય લ્યાણ વિચારો જેમાં સમાય છે, એવા સુંદર પ્રકારના ધ્યાનની એ જડ નાખનારી છે. આ કારણે મુનિઓ આ બીજા પ્રકારની મનોગુપ્તિથી પણ શોભતા જ હોય. ૩- ત્રીજા પ્રકારની મનોગુપ્તિ તો યોગ-નિરોધાવસ્થામાં હોય છે. એ ત્રીજા પ્રકારની મનોમિમાં કુશલ અને અકુશલ મનોવૃત્તિનો નિરોધ હોય છે. એ ઉભય પ્રકારની મનોવૃત્તિના નિરોધ દ્વારા કેવળ સંપૂર્ણ આત્મરમણતા જેમાં હોય, એવી એ ગુમિ છે. આ ગુક્તિ પામવા માટે પ્રથમની બે પ્રકારની ગુતિઓનું આસેવન ખૂબ જ આવશ્યક છે. પુદ્ગલના રસિઆ અને પુગલના સંગમાં આનન્દ માનતા આત્માઓ માટે આ પ્રકારની મનોમિ સદાને માટે અય જ છે. ત્રીજી ગતિ પામ્યા પછી આત્મા મુકતપ્રાય: જ ગણાય છે. એવા આત્માનો સંસારકાલ ઘણો જ અલ્પ હોય છે. આ દશા પામવા માટે જ પ્રથમની બે ગુમિઓ આવશ્યક છે. અને આ દશા પામવાના ધ્યેય સિવાય પ્રથમની બે ગતિઓ આવવી, એ પણ શક્ય નથી. કેવું મન મનમુક્ટિ આ ત્રણેય પ્રકારની મનોગુપ્તિનું અર્થિપણું કલ્યાણકામી એવા દરેક્ન માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનોગુણિને ધ્યેયરૂપ બનાવીને, પ્રથમની બે પ્રકારની મનોગુપ્તિ માટે યત્નશીલ બનેલા આત્માઓ માટે, ઉચ્ચમાં ઉચ્ચ કોટિનું કલ્યાણ પણ અતિ નિકટ બને છે. દુન્યવી સુખની લાલસાને તજીને Page 161 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy