SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક સુધી રહી શકે છે. કારણકે આગલના ગુણસ્થાનોમાં મોહનીયના ઉદયનો અભાવ હોવાથી હોઇ શકતા નથી. ચર્ચાપરીસહ एकत्र निवासममत्वपरिहारेण सनियमं ग्रामादिभ्रमणजन्य फल शादिसहनं चर्यापरीषहः । वेदनीयजन्योडयम् | અર્થ - એકત્ર નિવાસનો તથા મમતાનો ત્યાગ કરી નિયમ પૂર્વક ગ્રામાદિ ભ્રમણથી ઉત્પન્ન થયેલ ક્લેશ આદિનું સહન કરવું તેનું નામ ચર્ચાપરિસહ કહેવાય છે. સ્પષ્ટાર્થ નિસંગપણાને પામેલા, ક્લેશને સહન કરી શકે એવા, દેશ, કાલ, પ્રમાણોપેત માર્ગગમનનો અનુભવ કરતાં, યાન, વાહન આદિનું સ્મરણ નહિ કરતા, સમ્યગ્ ગમનમાં આવતા દોષોને છોડતા સાધુ મહારાજ આ પરીસહનો જ્ય કરી શકે છે. ચર્યા બે પ્રકારની હોય છે. એક દ્રવ્યથી અને બીજી ભાવથી. ગ્રામાનુગ્રામ વિચરવું તેનું નામ દ્રવ્યચર્યા છે. જ્યારે એક સ્થાનમાં રહેવા છતાં પણ તે જ સ્થાનમાં નિર્મમત્વપણે રહેવું તેનું નામ ભાવચર્યા કહેવાય. એ બન્ને વાતોને બતલાવવા માટે PDx નિવાસ મમત્વપરિહાર એ વિશેષણ મૂલમાં મૂક્યું છે. સનિયમ એ પદથી ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રોકાવું જોઇએ એ વાત બતલાવવામાં આવી છે. સર્વ ગુણસ્થાનમાં આ પરિસહ (ચર્યાજ્ય) વેદનીય કર્મનો ઉદય હોવા છતાંય સમતાના અવલંબનથી હોઇ શકે છે. નિષા રિસહ स्त्रीपशुषण्ढकवर्जिते निषद्यापरीषहः कूलोपसर्गसंभवेडप्यविचलितमनस्कत्वं चारित्रमोहनीय क्षयोपशमजन्योडयम् | અર્થ - સ્ત્રી, પુરૂષ અને નપુસંક્થી રહિત સ્થાનમાં નિવાસ કરીને અનુકુલ, પ્રતિકુલ ઉપસર્ગના સંભવમાં પણ તે સ્થાન છોડવાનું મન ન કરવું અર્થાત્ સ્થિર મને રહેવું તેનું નામ નિષદ્યા ૫રીસહ કહેવાય. જેમાં રહીએ તેનું નામ નિષદ્યા હેવાય. તે સ્ત્રી આદિ ઉપસર્ગથી રહિત હોય તો જ સારી રીતે બ્રહ્મચર્ય પાળી શકાય. વળી ત્યાં અનેક પ્રકારના અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગ આવે તો મંત્ર વિદ્યા આદિના પ્રયોગથી દૂર કરવાની કોશિશ ન કરવી અને પૂર્વાનુભૂત સુખોનું સ્મરણ પણ ન કરવું ત્યારે આ પરીસહ સમ્યક્ સહ્યો હેવાય. આ પરિસને કોઇ નૈષધિક પરીસહ હે છે. તેનો અર્થ પાપકર્મનો અથવા ગમનાદિ ક્રિયાઓનો નિષેધ એ પ્રયોજન છે જેનું તે નૈષધિકી હેવાય. યાને શૂન્ય મકાન, સ્મશાન આદિ સ્વાધ્યાય ભૂમિ તેનો પરીસહ તે નૈષધિકી પરીસહ હેવાય. ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી આ પરીસહ પેદા થવાથી નવમા ગુણસ્થાનક સુધી હોય છે. શય્યા ઘરીસહ प्रतिकूलसंस्तारकवसतिसेवनेडनुद्विग्नमनस्कत्वं शय्यापरिषहः । अयं च वेदनीय क्षयोपशमजन्य: । અર્થ - પ્રતિકુલ સંથારો, વસતી વગેરે મળે તો તેના સેવનમાં મન નહિ બગાડવાનું નામ શય્યા પરીસહ છે. અર્થાત્ મોટા મોટા ફૂલના ઢગલા ખાડાવાળી જ્મીન આદિથી ગભરાઇને પૂર્વ અનુભૂત માખણ જેવા કોમળ સ્થાન, શયનની રતિનું સ્મરણ નહિ કરતાં સમભાવે સહી લેવું તેનું નામ શય્યા પરીસહ છે. આ પરીસહ વેદનીયના ઉદયા ઉત્પન્ન થતા, વિષમ શય્યાના દુ:ખને ચારિત્રાવરણીયના Page 151 of 325 - स्थाने निवासादनुकूलप्रति I
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy