SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ सत्यामप्यतिशयित क्षुद्धेदनायां सविधिभक्ताद्यलाभेडपि क्षुधोपसहनं क्षुत्परीसह: અર્થ - અતિ દુ:ખથી સહન કરવા લાયક સુધા વેદનીય હોવાથી તેના સહનરૂપ સુધા પરિસંહને સર્વથી પ્રથમ કહેવામાં આવ્યો છે. ઉપવાસ, માર્ગગમન, રોગ, તપ, સ્વાધ્યાય આદિના શ્રમથી, વખત વીતી જ્વાથી, અશાતા વેદનીયના ઉદયથી, જઠરને દહવાવાલી શરીર, ઇન્દ્રિય હૃદચને ક્ષોભ કરનારી ઉત્પન્ન થએલી સુધા વેદનીયને સમભાવથી સહન કરવાનું નામ સુધા પરિસહ કહેવાય છે. શાસ્ત્રની વિધિ પ્રમાણે ભોજન લઇ તેને શમાવતો દોષિત આહારનો ત્યાગ કરતો સુધા પરિસહને સહી શકે છે. સુધા પરિસરનું સ્વરૂપ અતિશય ક્ષધા વેદના લાગ્યા છતાં પણ નિર્દોષ આહાર પાણી ન મળે ત્યાંસુધી સુધાને સહન કરવી એ છે ના પરિસહ. सत्यां पिपासायामदुष्ट जलाधलाभेडपि तृट् परिसहनं पिपासापरीषहः । અર્થ - ભૂખથી પીડિત થએલ માણસને તૃષાનો સંભવ હોવાથી ભુખ પરીષહ પછી પિપાસા પરીસહનું વર્ણન કરવામાં આવે છે. સ્નાન, અવગાહ, અભિષેક આદિના ત્યાગોને અતિ ખારૂં, ચીકણું, લખું, ખાવાથી, વિરૂદ્ધ આહાર કરવાથી તથા અનશન, પિત્ત, વરાદિથી ઉત્પન્ન થએલી; શરીર અને ઇન્દ્રિઓને શોષણ કરનારી તૃષાને સમભાવે સહન કરવી, ઉનાળામાં પણ આહારાદિ કરતાં નજીકમાં અપકાયથી ભરપૂર તળાવ આદિ હોવા છતાંય એવા જલને નહિ ગ્રહણ કરનાર, અને ગામમાંથી અચિત્ત એવા સદોષ જલને પણ નહિ ગ્રહણ કરનાર પુરૂષ આ પરિસંહને સમભાવે સહન કરી શકે છે. એનું લક્ષણ તુષા હોવા છતાં નિર્દોષ પાણી ન મળે ત્યાંસુધી તૃષાને સહન કરવી એ છે. શીduરિસહ : प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिः शीतोपसहनं शीतपरीषहः । અર્થ - ઘણી જ ટાઢ પડવા છતાંય અને પોતાની પાસે જીર્ણશીર્ણ, વસ થઇ ગયેલાં હોવા છતાંય અકથ્ય વસ્રને ગ્રહણ ન કરે, અને આગમમાં કહા પ્રમાણે નિર્દોષ વસ્ત્રની ગવેષણા કરે, અને તેવાં વસ્ત્ર મલે તો સ્વીકારે, શીતથી પીડિત થએલો ખુદ અગ્નિ સળગાવે નહિ, તેમજ અન્યને સળગાવેલ આગનું પણ સેવન ન કરે ત્યારે જ શીત પરીસહ સહ્યો કહેવાય, જેનું લક્ષણ-ઘણી જ ટાઢની પીડા હોવા છતાં પણ નિર્દોષ એવા અલ્પ વસ્ત્રથી શીતને સહન કરવી, એ છે સુધા, પીપાસા અને શીત એ ત્રણ પરીસહો સર્વ ગુણ સ્થાનમાં હોય છે. પણ પરિસિહ प्रभूतोष्णसंतप्तोडपि जलावगाहनाद्यसेवनमुष्ण परीषह: । અર્થ - ઉનાળાના અત્યંત તપેલા સૂર્યના અસહ્ય કિરણોથી પરિત શરીરવાળા તૃષા, ઉપવાસ, પિત્તરોગ, ઘામ અને શ્રમથી અદિત થએલા, પરસેવો, શોષ, દાહથી પીડિત બનેલાનું જલાવગાહન, પંખો, ઝરૂખા, કદલીપત્ર આદિના આસેવનથી વિમુખપણ તથા પૂર્વ અનુભવ કરેલ શિતલ દ્રવ્યની પ્રાર્થનાથી રહિતપણું, ઉષ્ણ વેદનાના ઇલાજમાં અનાદરપણું રાખનાર ચારિત્રપાત્ર મુનિવરનું તાપ સહવાપણું ઉષ્ણ પરિસહ કહેવાય. ચાહે એટલી ગરમીમાં પણ લાવગાહન નહિ કરનારમાં આ પરિસહ હોઇ શકે છે. આ પરિસહ પણ સર્વ ગુણ સ્થાનકોમાં હોય છે. દશ પરિસંહ Page 149 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy