SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ સંવર છે, જ્યારે કર્મના અટકાવરૂપ અભાવાત્મક દ્રવ્ય સંવર છે. स पुनर्द्धिविधो देशसर्वसंवरभेदात् । તે સંવરના દેશથી અને સર્વથી એમ બે ભેદો થાય છે. देशसंवरः त्रयोदशगुणस्थानं यावद् भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा સર્વ આશ્રવના રોકાણથી સર્વથી સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે અને બાકીના તેર ગુણસ્થાનોમાં દેશ સંવર જ હોય છે. તેમાં પણ તારતમ્ય તો જરૂર હોય છે. તેરમા ગુણસ્થાનનો સંવર એ કિંચિત જ ન્યૂન હોવાથી દેશથી કહેવાય છે. લાખની રકમમાં એક રૂપિયો કમ હોય ત્યાં લાખ પૂરા ન કહેવાય તેવી સ્થિતિનો દેશ સંવર તેરમે ગુણઠાણે સમજવો જોઇએ. ગુણસ્થાનક એટલે શું? તે વાતની પણ અહીં સમજ આપવી આવશ્યક હોવાથી તેનું સ્વરૂપ પ્રથમ બતાવવામાં આવે છે. मिथ्यात्व-सास्वादन-मिश्र-अविरत-देशविरत-प्रमत्त-अप्रमत्त-अपूर्वकरण-अनिवृत्तिकरण [-सूक्ष्मसंपराय-उपशान्तमोह-क्षीणमोह-सयोगि-अयोगिभेदाचेचतुर्दशविधानि गुणस्थानानि । ત્યાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય, ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગી અને અયોગી નામના ભેદોથી ચૌદ ગુણ સ્થાનો હોય છે. ज्ञानदर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुध्धयशुध्धिप्रकर्षाप्रकर्षकृता: સ્વપમેદ્દા મુળરથાનાનીતિ | જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ જીવગણોની યથાયોગ્ય શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ તથા અપકર્ષથી ઉત્પન્ન થયેલા સ્વરૂપભેદોનું નામ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનના ભેદોનું લક્ષણ હવે પછી વિચારીશું. હવે સમિતિ આદિનું વર્ણન અનુક્રમથી કરવામાં આવે છે. उपयोगपूर्विका प्रवृत्ति: समिति: । सेर्याभाषैषणा डडदान निक्षेपोत्सर्गभेदेन पन्चधा | स्वपरवाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या | कर्कशादिदोषरहितहितमितानवद्यासंदिग्धाभिद्रोहशून्यं भाषणं भाषा । सूत्रानुसारेणान्नादिपदार्थान्वेषणमेषणा उपधिप्रभृतीनां निरीक्षणप्रमार्जनपूर्वकग्रहणस्थापनात्मकक्रिया डडदाननिक्षेपणा । जन्तुशून्यपरिशोधितमूमों विधिना मूत्रपुरिषादिपरित्यजजनमुत्सर्ग: । અર્થ - ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિનું નામ સમિતિ છે, અને તે ઇર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને ઉત્સર્ગ એ ભેદથી પાંચ પ્રકારે હોય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ચાલતી વખતે નીચ નર રાખી ઘૂસરા પ્રમાણ જમીનને નિરીક્ષણ કરતાં સ્વપરનું રક્ષણ થાય તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ફળ જેમાં હોય તેવું ગમન ઇર્ષા સમિતિ કહેવાય છે. કર્કશાદિ દોષથી રહિત, હિત, મિત અને નિષ્પાપ, સંદેહ રહિત દ્રોહ વગરનું ભાષણ ભાષા સમિતિ કહેવાય છે. સૂત્રાનુસારે Page 147 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy