SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ २२ इन्द्रियस्य देशोपघातकारिसर्वोपघातकार्यन्तररुपा क्रिया सामुदायिकी। ૨૨ ઇન્દ્રિયોનો દેશથી અથવા સર્વથી ઘાત કરનારી ક્રિયાવિશેષ સામુદાયિકી કહેવાય છે. આનું બીજું નામ સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે. २३ पररागोदयहेतु: क्रिया प्रेमप्रत्ययिकी । ૨૩ બીજાને રાગ ઉત્પન્ન કરનારી ક્રિયા પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે અથવા માયા અને લોભના આશ્રયવાળો વાણીનો વ્યવહાર પણ પ્રેમ પ્રત્યયિકી કહેવાય છે. આ દશમા ગુણસ્થાનક સુધી રહે છે. २४ क्रोधमानोदयहेतु: क्रिया द्वेषप्रत्यायिकी । ૨૪ પોતાને અથવા પરને ક્રોધ તથા માનને ઉત્પન્ન કરાવનારું કર્મ દ્વેષ પ્રત્યયિક કહેવાય છે. તે નવમા ગુણસ્થાનક સુધી રહે છે. २७ अप्रमत्तसंयतस्य वीतरागच्छास्थस्य केवलिनो वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रिया सेर्यापथिकी । ૨૫ અપ્રમત્ત સાધુ વીતરાગ છઘસ્થ તથા કેવલી મહારાજને ઉપયોગપૂર્વક ગમન કરતાં જે ક્રિયા લાગે તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય છે. આ ક્રિયા તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. પૂર્વના ૧૭ ભેદમાં ક્રિયાના ૨૫ ભેદને ઉમેરતાં આશ્રવના ૪૨ ભેદ પૂર્ણ થયા અને તે પૂર્ણ થતાં આશ્રવતત્ત્વ પૂર્ણ થયું. - આ આશ્રવ તત્વથી ફલિત થાય છે કે સંસારમાં રહીને પણ જીવો રાગાદિ પરિણામના ઉદયકાળમાં એને ઓળખીને નિર્લેપ રીતે રહીને જીવન બનાવી શકે છે અને આથી પૂ.આ.હરિભદ્ર મ. સાહેબે જણાવ્યું છે કે શ્રાવક સંસારમાં રહે ખરો-વસે ખરો પણ રમે નહિ. તોજ એ શ્રાવકપણાની પોતાના શરીર આદિની દિનચર્યા કરતાં કરતાં પણ અશુભ પ્રકૃતિઓનો અલ્પ રસનો બંધ કરતો તથા શુભ પ્રકૃતિઓનો પુણ્યાનુબંધિ રૂપે બંધ કરતો બંધાયેલા અશુભ કર્મોની વિશેષ નિર્જરા કરતો કરતો પોતાના આત્માનું કલ્યાણ સારી રીતે સાધી શકે છે. આ આશ્રવ તત્વને જાણવાનું ફળ કહેલ છે. આ રીતે જીવન જીવવાવાળા જીવોના વિચારો કેટલા સુંદર રૂપે હોય અને આચરણ પોતાની શકિત મુજબનું કેવું હોય તે વિચારણીય છે. આવા જીવોનાં જીવનને જોઇને અનેક જીવો પાપ માર્ગેથી ખસીને ધર્મની પ્રાપ્તિ કર્યા વગરના રહેતા નથી તો મળેલા મનુષ્ય જન્મમાં આ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવા માટે આશ્રવતત્વને જાણી શક્ય અમલ કરી મુકિત પદને નજીક બનાવો એ અભિલાષા. સંવર તત્વનું વર્ણન સામાન્ય રીતે આવતા કર્મોને રોકવું તે સંવર કહેવાય છે. આવતા કર્મોને સર્વ રીતે રોકી શકાય તે તો ચૌદમા ગુણસ્થાનકે યોગ નિરોધ કરે ત્યારે જ રોકાય છે બાકી તો સમયે સમયે આત્મામાં કર્મોનું આવવું ચાલુ જ છે. એ રોકી શકાય એ શક્ય જ નથી તો પછી શું કરવું ? માટે જ્ઞાની ભગવંતો કહે છે કે આવતા કર્મોમાં અશુભ કર્મો ઓછા આવે અને તેમાંય આવતા અશુભ કર્મોમાં રસ ઓછો પડે એ રીતે કરવા ખાસ પ્રયત્ન કરવો જોઇએ કારણકે અશુભ કર્મના જોરદાર રસના ઉદયકાળમાં જીવો પોતાના આત્માના વિશુધ્ધિનાં પરિણામને સ્થિર રાખી શકતા નથી અને તે પરિણામની સ્થિરતા વગર અશુભ કર્મોના રસનો નાશ થઇ શકતો નથી. માટે અશુભ કર્મોનો મંદ રસ થાય તોજ સંવરના પરિણામમાં સ્થિરતા રહી શકે આ પ્રવૃત્તિને પણ આંશિક દેશ સંવર કહેલો છે. આ સંવરની શરૂઆત પહેલા Page 145 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy