SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુન કર્મના સેવનનું ફળ ) મૈહણ સત્તા સંપગિથ્થા - આ પદમાં મૈથન-સંજ્ઞા અને સંપ્રગધ્ધા ત્રણ શબ્દો છે. તેનો અર્થ મૈથુન કર્મની સંજ્ઞામાં અત્યંત આસકત થાય છે જેને ખણની ઉપમા દેવામાં આવી છે. શરીરનો પરસેવો અને પાણીના વિકારથી માનવના ગુપ્તાંગમાં કે હાથના આંગળાઓમાં ખણજ થાય છે. તે મીઠી લાગે અને ખણતાં લોહી નીકળતા બળતરા થાય તેવી રીતે મૈથન કર્મ ભોગવતા મીઠા લાગે અને પરિણામે ક્રુર હોય છે. લા. (૨) સત્યેહિ હસ્થેહિ હણંતિ એકમેક્ક - મૈથુન સંજ્ઞાની પૂર્તિ થવાના સમયે વિબો કરનારને હણવામાં, હાથમાં આવેલા કોઇપણ શસ્ત્ર વડે વાર લાગતી નથી. (૩) વિસય વિસસ્સ ઉદીરિએસ અપરે પરદારેહિ રખ્ખસિ - મૈથન ભાવ જેમ જેમ ભડકે છે તેમ તેમ સ્ત્રીઓને તેમની વેષભૂષાને-શૃંગારને જોઇ અતિ મૂઢ વિવેકથી પતિત થઇ સ્ત્રીઓને સ્વવશ કરવાના પ્રયાસો કરે છે. (૪) પરસ્ત્રીને વારંવાર જોવી તેની સાથે વાર્તાલાપ કરવો, મશ્કરી કરવી, હસવું ઇત્યાદિ વિચારોથી મૈથુન સંજ્ઞા ભડકે છે અને તેને મેળવવા હજારો લાખોનો વ્યય કરે છે. દુઃખી થાય છે. (૫) પરસ્ત્રી પ્રત્યેના પ્યાર-મોહ-ચેષ્ટા-વાસના આદિના કારણે તેની પૂરતી ન થાય તો કષાયભાવો પેદા થતાં પૂર્વે લીધેલ સત્કાર્યોની પ્રતિજ્ઞાઓ શિથિલ થાય છે. (૬) સદગુરૂઓના સેવનથી-ઉત્તમોત્તમ સ્વાધ્યાયથી-ધાર્મિક ભાવોથી- બ્રહ્મચર્યની ભાવનાઓથી ટકાવી રાખેલા ચારિત્ર પર્યાયો પણ ઉદીરણા કરીને લાવેલા મૈથુન પાપના કારણે એક જ ક્ષણમાં નાશ પામે છે. મૈથુન આસકત માનવોના બન્ને ભવ બગડી જાય છે. કર્મનું બંધન સ્થિતિ અને રસની તીવ્રતા વધારે રહે છે તેનું ફળ અતીવ દારૂણ છે અશાતા વેદનીયનો ખજાનો છે. પરિગ્રહ આશ્રવ ચ દ્રવ્યાદિ વિષયા ભિકાંક્ષા ન્યાશ્રવ: પરિગ્રહાશ્રવ: | દ્રવ્યને વિષય કરનારી જે અભિકાંક્ષા તેના વડે થયેલ આશ્રવ તે પરિગ્રહાશ્રવ કહેવાય છે. પરિગ્રહ - જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂચ્છભાવ અને મમત્વ ભાવ ઉત્પન્ન થાય તે પરિગ્રહ હેવાય. ભવભવાંતરમાં ઉપાર્જિત કરેલી-પોષેલી-વધારેલી-પરિગ્રહ સંજ્ઞાના કારણે ચારે ગતિઓનાં જીવાત્માઓને જુદી જુદી વસ્તુઓને જોવાની-ખરીદવાની-સંગ્રહ કરવાની અને તે તે વસ્તુઓ પ્રત્યે માયા વધારવાનો ભાવ અનાદિકાળનો છે. (૨) લોભ, કલિ, કસાય,મહવબંધા - વૃક્ષોને મોટી મોટી શાખાઓ હોવાથી તેના દ્વારા વૃક્ષના જીવનને ખૂબ ટેકો મળે છે તેમ પરિગ્રહરૂપી વૃક્ષની લોભ કલિ (ક્લેશ) ક્રોધ, માન, માયારૂપ કષાયો જ મોટી ગાળો છે જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલાવતા જાય છે. (૩) ચિતા, સય, નિચિય, વિલિ સાલી - પરિગ્રહ જેમ વધતો જાય તેમ તેમ તેના સંરક્ષણની તથા વધારવાની ચિંતાઓ સમુદ્રના તરંગોની જેમ વધતી જાય છે. (૪) પરિગ્રહની મસ્તીનો નશો ચડેલો માનવ જ્યારે જુઓ ત્યારે ત્રણ ગારવથી યુકત હોય છે. (૧) ઋધ્ધિ ગારવ (૨) રસ ગારવ (૩) શાતા ગારવ ગાનવપરિલ્લિ યગ્નવિડવો. Page 134 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy