SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) અલિય - અસત્ય વચન જેમ નિષ્ફળ છે તેમ તેના માલિક્યું જીવન-ભણતર-ગણતર-હુંશીયારી-બહાદુરી અને ચાલાકી પણ નિષ્ફળ હોય છે તેથી જીવન ભારરૂપ ગણાય. અસત્ય ભાષણમાં ઇશ્વરનો આશીર્વાદ કે સાક્ષાત્કાર નથી પણ કેવલ આત્મવંચના છે. (૮) નિયડિ-સાતિ-જોગ બહુલે નિયડિ = નિકૃતિ = અસત્યમય આચરણ, ભાષણ અને વ્યાપાર દ્વારા કરાયેલા દુષ્કર્મો તથા દુરાચારોને છુપાવવા માટે ધમ પછાડા કરવા. ફરીથી જૂઠ, પ્રપંચ કરવા આદિ પાપોને નિકૃતિ કહેવાય છે. સાતિ = અવિશ્વાસ કરવો-વિશ્વાસઘાત કરવો-છેતરપિંડી કરવી તે સાતિ. આ બન્નેને પોતાના જીવનમાં ઓત પ્રોત કરી માયા મૃષાવાદ કપટ પૂર્તતા અને દંભ આદિ દ્વારા વારંવાર બીજાને શીશામાં ઉતારવા આદિકર્મો અસત્ય જીવનના સ્વભાવ છે. (૯) નીયણ નિસેવિય - જેઓ જાતિ-ફળ-ખાનદાની-આચાર-વિચાર અને ઉચ્ચારથી હીન એટલે કમજોર બને છે તથા જેઓ નાની ઉમરથી જ ગંદા સહવાસ ગંદી આદત અથવા માતા-પિતાઓનાં ખોટા સંસ્કારોનાં કારણે જૂઠ બોલવાની આદત પાડે છે. આ કારણે તેઓને આ દોષ લાગે છે. (૧૦) નિસ્મસં - નૃશંસ = ક્રૂર, લજ્જા, શરમ વિનાના માનવો અસત્ય બોલે છે. આવા માનવો કયાંય પણ વિશ્વસનીય-પ્રશંસનીય-આદરણીય-માનનીય બની શકતા નથી. (૧૧) અપચ્ચયકારગ - અપ્રત્યય એટલે આજે કે કાલે પણ સર્વત્ર અવિશ્વાસ ઉત્પન્ન કરાવનાર મૃષાવાદ છે. જે માનવો પોતાના કુટુંબીઓનો સમાજનો વિશ્વાસ મેળવી ન શકે તો તેઓનું જીવન આર્તધ્યાન કે રૌદ્રધ્યાન મય બનવા પામશે. (૧૨) પરમ સાદુગરહણિજ્જ - ઉત્કૃષ્ટતમ પદને પ્રાપ્ત થયેલા સાધુઓ મુનિઓ, આચાર્યો, ગણધરો અને તીર્થંકર પરમાત્માઓએ પણ અસત્ય વચનને નિદનીય મહાનિર્દનીય કહાં છે. (૧૩) પરપીડાકારક - દ્રવ્ય અને ભાવરૂપે પીડા બે પ્રકારની હોય. દ્રવ્યપીડા - સામેવાળા ને પ્રાય: કરીને મૃત્યુ તુલ્ય નથી. કદાચ થતી હશે તો સાધ્ય-સુસાધ્ય અને કષ્ટ સાધ્ય હોઇને બન્ને પક્ષે સંપ થતા વાર લાગતી નથી. પરંતુ ભાવપીડા અસાધ્ય પણ હોય છે અને દુ:સાધ્ય પણ હોય છે. સમવસરણમાં બિરાજમાન થઇને કંકાની ચોટ સાથે ઉધોષિત કર્યું કે અસત્ય વ્યવહાર હિગ્નકર્મ છે. અસત્ય ભાષણ હિસા છે. અસત્ય વ્યાપાર હિસાનોનક છે. (૧૪) પરમહિલેસ્સસહિય - પરમ કૃષ્ણ લેશ્યામય અસત્ય ભાષણ છે. (૧૫) દુર્ગતિ વિનિપાત વિવર્ધનમ - અસત્ય ભાષણ પરપીડા કર હોવાથી પ્રાણાતિપાત કહેવાય છતાં પણ તેને જદું કરવાનું કારણ એ છે કે-ઉતાવળમાં આવીને વિના વિચાર્યું કંઇપણ બોલવું, બીજાઓને ખોટા ક્લંક દેવા, કોઇના ગમ પાપોને ઉઘાડા કરવા કે બીજાઓ સામે પ્રકાશિત કરવા, પાપોપદેશ આપવો અને ખોટા દસ્તાવેજ કરવા આવા પ્રકારનું અસત્ય વચન મહાપાપ છે. (૧૬) પુનર્ભવ કારણ – અસત્ય બોલવાથી ભવની પરંપરા સર્જાય છે. (૧૭) ચિરપરિચિય - અસત્યભાષણ મિથ્યાત્વ-અવિરતિ-કષાયના કારણે ચિરપરિચિત રૂપે ગાઢ સંસ્કારવાનું હોય છે. (૧૮) અનુગતે - કોઇપણ ભવમાં સમ્યજ્ઞાનાદિ ન મળેલું હોવાથી અસત્યની આદત જોરદાર હોય તે. (૧૯) દુરંત - વાતે વાતે નિરર્થક જૂઠ બોલવાપણું. જીવના ઘણાં ભવોને બગાડનારો છે માટે તેનો Page 120 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy