SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને આ લોક્માં ઇહલોકાદિ ભયો સતાવ્યાજ કરે છે. તેઓને ચારે તરફથી ભયની ભૂતાવળો દ્રષ્ટિ ગોચર થયા કરે છે. (૧૨) ભાવનક - હિસંક વ્યાપાર (વ્યવહાર) રાજ્ય વિરૂધ્ધ વ્યાપાર અને વૈર વિરોધથી પૂર્ણ જીવનના કારણે સ્વયં ભયગ્રસ્ત બનેલો “માનવ સ્વયં નષ્ટ: પરાત્ નશ્યતિ.” આ ન્યાયે બીજાઓને પણ ભય પમાડતો જ હોય છે. આ ભાવનક અવસ્થા પણ પ્રાણીઘાતનું સ્વરૂપ છે. (૧૩) ત્રાસ - સામાન્ય બેઠા બેઠા કારણ વિના-આકસ્મિક ભય પામીને જીવો માથું ધૂણાવે. શરીરમાં ધ્રુજારીનો અનુભવ કરે અથવા બીજાઓને નુક્સાન પહોંચાડીને ત્રાસ આપે અથવા સ્વયં-પોતે ત્રસ્ત રહ્યા કરવું આ દશા હિસંક માનવોની સ્વાભાવિક હોય છે. (૧૪) ઉદ્વેગ નક - મનમાં સ્વાભાવિક કે આકસ્મિક ઉદ્વેગ બન્યો રહે છે આવા માણસો ઘણીવાર કિકંર્તવ્ય મૂઢ બનીને દિશાશૂન્ય બની જાય છે. (૧૫) અન્યાય - પ્રાણીઆનાં પ્રાણ ઘાતક મનુષ્યો પોતાની પ્રત્યેક ક્રિયાઓમાં સદૈવ ન્યાય નીતિ અને સત્યથી રહિત હોય છે. (૧૬) નિરપક્ષ - હિસક વૃત્તિ અને પ્રવૃત્તિ કરનારા માનવોમાં પોતાની અને પારકાની પરલોક હિત ભાવના હોતી નથી. (૧૭) નિર્ધમ્મ - સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મને મેળવવામાં પણ ઉદાસીન-પ્રમાદી અને આકાંક્ષા વિનાના આ હિસંક જીવો હોય છે. અને પોતાના જીવનને અસંયમિ રાખે છે. (૧૮) નિષ્મિપાસ - પોતાના વ્યાપાર, વ્યવહાર આદિના કારણે શત્રુરૂપે બનેલા જીવોની સાથે મૈત્રીભાવ પણ સાધી શકતો નથી. આથી મૈત્રીભાવની પિપાસા રહિત હોય છે. (૧૯) નિષ્કરૂણ - ધર્મની નેતા દયાનો પ્રયોગ સૌ જીવો માટે કરવાની ક્ષમતા હિસંક માનવોમાં હોતી નથી. (૨૦) નિરય (નરક) - આવા હ્તિકો-મારકો અને ઘાતકો માટે નરભૂમિ જ શેષ રહે છે. સંસારની માયાને શણગારવામાં હિસા-દુરાચાર અને ભોગ લાલસામાં જીવન પૂર્ણ કરતાં છેવટે હતાશ બને અને પારકા જીવોની હત્યાથી બંધાયેલા વૈર ભાવને ભોગવવા માટે નરક તરફ પ્રયાણ કરે છે. (૨૧) મોહ મહાભય પ્રકર્ષક - મોહ એટલે આત્મા-બુધ્ધિ અને મનની મૂઢાવસ્થા મહાભય એટલે ચારે બાજુથી ભયાક્રાંત આ બન્નેમાં પ્રવૃત્તિ કરનાર અને વધારો કરનાર. (૨૨) મરણ વૈમનસ્ય - મરણનાં સમાચાર સાંભળતાં દીનતા પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે. વારંવાર આવા જીવોને મરણનાં જ આભાસ થયા કરે છે પોતે ભોગવવા લાયક પદાર્થો જે ભેગા કરેલા છે તેનું શું થશે ? મને રોગ થશે તો ? નહીં મટે તો ? ઇત્યાદિ ભાવો સતાવ્યા જ કરે છે. સંસારના પ્રત્યેક પ્રસંગથી કે પદાર્થથી મૃત્યુનો ભય બન્યા જ કરે છે. હિસાના બીજા નામો (પર્યાયો) ક્યા ક્યા તે ણાવે છે. હિસાના ૩૦ પર્યાય નામો હોય છે તે જ્ગાવે છે. (૧) પ્રાણવધ (૨) શરીરથી ઉન્મૂલના (3) અવિશ્રંભ (૪) હિસા વિસિા (૫) અકૃત્ય (૬) ઘાતના (૭) મારણા (૮) વધના (૯) ઉપદ્રવણા (૧૦) નિપાતના (૧૧) આરંભ-સમારંભ (૧૨) આયુષ્ય કર્મનો ઉપદ્રવ ભેદ-નિષ્ઠાપન-ગાલન સંવર્તક સંક્ષેપ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કટક મર્દન (૧૬) વ્યુપરમણ (૧૭) પરભવ સંક્રામ કારક (૧૮) દુર્ગતિ પ્રપાત (૧૯) પાપકોપ (૨૦) Page 116 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy