SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નાના બાળકો તળાવ કે નદીને કાંઠે બેસીને દેડકાંને કાંકરાથી મારે. તેમાં બાળક અજ્ઞાન દશામાં છે પણ દેડકાના પ્રાણ જાય છે એ પ્રમાણે અનેક અજ્ઞાન જીવો હિસા કર્યા કરે છે. (૨) સ્વાર્થથી થતી હિંસા ગતમાં રહેલા જીવોનો જેમ જેમ વિકાસ થતો જાય છે એટલે બુધ્ધિનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે અને સાથે મોહનો પ્રબલ ઉદય હોય તો તેની સાથે ને સાથે પોતાના આત્મામાં સ્વાર્થ વધતો જાય છે એ સ્વાર્થને સાધવાને માટે-પુષ્ટ કરવા માટે-જીવો પરસ્પર અનેક પ્રકારના જીવોની હિસા કર્યા જ કરે છે. તેમાં પોતાની ફરજ અને કર્તવ્ય માનીને હિસાને હિસારૂપે સ્વીકારવા તૈયાર થતો નથી. પોતાના માનેલા કુટુંબને સુખી કરવા માટે ધન ક્માવવામાં જે કાંઇ હિસા કરવી પડે તે હિસાને ફરજ અને કર્તવ્ય રૂપે માને છે અને મજેથી હિસા કરતો જાય છે. પોતાના માનેલા કુટુંબ માટે, તેઓનું પેટ ભરવા માટે, રસોઇ વગેરે કરતાં, ઘરની પ્રવૃત્તિ કરતાં, જે કાંઇ જીવોની હિસાઓ થાય અને કરતાં હોય તે હિસ્સાને ફરજ અને કર્તવ્ય માનીને કરે છે તે સ્વાર્થ માટેની હિસા વ્હેવાય છે. એજ રીતે સ્વઘ્ન-સ્નેહી સંબંધી માટે મિત્રવર્ગ માટે કે જે કોઇ જીવો ભવિષ્યમાં કામમાં આવે એવા હોય તે જીવો માટે જે કોઇ જીવોની હિસા કરવામાં ફરજ અને કર્તવ્ય માનીને હિસા કરાય છે તે સ્વાર્થી હિસા કહેવાય છે. આ હિસામય જીવનથી સંસાર ચાલે છે આ હિસાના જીવનને હિસા નહિ મનાવી જીવો જ્ન્મ મરણની પરંપરા વધાર્યા કરે છે તે સ્વાર્થથી હિસા કહેવાય છે. (૩) હિંસામાં દોષ નથી એમ માનીને થતી હિંસા કેટલાક કુતુહલ પ્રિય એવા જીવો મસ્તી કરવામાં-મશ્કરી કરવામાં અનેક પ્રકારના જીવોની હિસા કરે છે કે જે જીવોને રમત ગમત વગેરે અતિપ્રિય હોય. એક બીજાને યુધ્ધ કરવામાં-જીયો કરવા કરાવવામાં ફરજ અને કર્તવ્ય રૂપે માનીને તેમાં થતી સિાને હિસારૂપે માનતા નથી. આ બધું ઇશ્વરે શા માટે બનાવ્યું છે ? માટે એમાં કાંઇ વાંધો નહિ. મેશા આવા વિચારથી મોટા જીવો નાના જીવોની હિસા ર્યા જ કરે છે તે હિસામાં દોષ નથી એમ માને છે. આથી નાની નાની હિસાઓ કરતાં કરતાં મોટી હિસાઓ કરતાં અચકાતા નથી. (૪) ધર્મના નામે થતી હિંસા ગતને વિષે હિસામાં પણ ધર્મ છે એમ માનનારા જીવો પણ ઘણાં હોય છે તેઓ ધર્મને માટે જુદા જુદા જીવોનું બલિદાન આપે છે. યજ્ઞમાં થતી હિસાઓને ધર્મ માને છે. દેવ દેવીઓને અપાતા ભોગોમાં જે હિસા થાય છે તે ધર્મને નામે થાય છે. કુરબાનીના નામે કરવામાં આવતી હિસા ધર્મને નામે થાય છે. કોઇજીવ હું પોતે હિસાનું આચરણ કરીને અધર્મ કચ્છ એમ કોઇ માનતું નથી. પોતાને, હું ધર્મ કરું છું એમ માને છે. જેમ કાલશૌકરિક ક્સાઇ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના કાળમાં રોજ પાંચસો પાડાઓનો વધ કરતો હતો છતાંય પોતાને હું હિસા કરું છું-અધર્મ કરું છું એમ માનતો ન હતો. ઉપરથી એમ કહેતો કે જો હું આ પાડાને મારવાનુ બંધ કરી દઉં તો કેટલાય જીવોની રોજી અટકી જાય-કેટલાય જીવોને ખાવા ન મલે-ભૂખ્યા રહેવું પડે તે બધાયનું પાપ મને લાગી જાય માટે તે હિસ્સામાં ધર્મ માનીને તે હિસા બંધ કરવા ઇચ્છતો નહોતો આવી રીતે ગતમાં જીવો હિસ્સાઓ કર્યા જ કરે છે. (૫) અશક્તિથી થતી હિંસા કેટલાય જીવો ગતમાં એવા હોય છે કે જે જીવોને હિસા ર્યા વગર ચાલે એવું જ નથી જેમ ગૃહસ્થને ગૃહસ્થાવાસમાં રહેવું પડતું હોય તો તેમાં જીવન જીવવા માટે થતી હિસા, ગૃહસ્થાવાસને છોડી Page 110 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy