SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવવાળા હોય છે. મારૂં એટલું પુણ્ય છે કે-માત્ર મને તર્જના કરે છે, પણ પ્રાણથી વિયોગ કરાવતો નથી. બાલમાં આ હોવા સંભવ છે. -એમ વિચારવું જોઇએ. હજુ આગળ એમ પણ ફરમાવે છે કે- ‘ પ્રાણનો વિયોગ કરાવનાર બાલને વિષે પણ ક્ષમા જ કરવી જોઇએ.' અને એ માટે વિચારવું જોઇએ કે‘ મારા પુણ્યનો ઉદય છે કે-મને પ્રાણથી વિયોગ કરાવે છે. પણ મારા ધર્મથી મને ભ્રષ્ટ કરતો નથી. બાલ જીવોમાં એ પણ સંભવે છે, માટે ધર્મથી ભ્રષ્ટ કરતો નથી એટલો લાભ જ માનવો જોઇએ.' (૪) ક્રોધના નિગ્રહને માટેનો ચોથો ઉપાય એ છે કે- ‘ ક્રોધના નિમિત્ત વખતે પોતે કરેલા ક્ર્મના ફળનું જ આ આવાગમન છે એમ ચિતવવું.' મારા જ કરેલા પૂર્વકર્મના ફળનું આ આગમન છે, તેને મારે ભોગવવું જ જોઇએ, સામો તો નિમિત્ત માત્ર છે, આમ વિચારીને ક્રોધનું નિમિત્ત દેનાર આત્માને ક્ષમા આપવી જોઇએ. (૫) ક્રોધને જીતવાનો છેલ્લો ઉપાય ક્ષમાના ગુણોનું ચિંત્વન કરવાનો છે. ‘ ક્ષમા એ આત્માનો સાહજિક ધર્મ છે. ક્ષમા કરવામાં કોઇ જાતનો પરિશ્રમ પડતો નથી, ક્ષમા કરવામાં એક પાઇનું પણ ખર્ચ કરવું પડતું નથી અને ક્ષમાને ધારણ કરવાથી ક્રોડો ભવનાં ક્લેશો નાશ પામે.’ -ઇત્યાદિ રીતિએ ક્ષમાના અનલ્પ ગુણોનું ચિંત્વન કરવું. આ પાંચ ઉપાયોના વારંવાર ચિત્વન, મનન અને પરિશીલન દ્વારા ક્રોધનો સહેલાઇથી નિગ્રહ થાય છે. ક્રોધનો નિગ્રહ કરનારા આત્માઓ શ્રી જ્ઞેિશ્વરદેવોએ વ્હેલા ધર્મના આરાધક બને છે. ‘ ક્ષમાપના નામના શ્રી પર્યુષણા પર્વના પરમ કૃત્યને આ રીતિએ અમલમાં મૂકી, જે કોઇ આત્મા આ પર્વની આરાધના કરે છે, તે પોતાના આત્માને આ સંસારસાગરથી તારીને મુક્તિના શાશ્વત સામ્રાજ્યનો ભોક્તા બનાવે છે. માન કાય અનમ્રતા જળ્યા શ્રવો માનાશ્રવ: । અનમ્રતાથી ઉત્પન્ન થયેલ આશ્રવ માનાશ્રવ વ્હેવાય છે. માન-એ, ‘વિનયનો નાશ કરનાર છે.' એમાં ઇન્કાર કોણ કરી શકે તેમ છે ? માન જ માનવીને ઉદામ અને અક્કડ બનાવે છે એમાં કોણ ના કહી શકે તેમ છે ? માનના પ્રતાપે, તો આજે અનેક આત્માઓ એવા દ્રષ્ટિગોચર થાય છે કે જેઓ, સન્માર્ગ પામી શકે એવી લાયકાતવાળા હાવા છતાં પણ; ઉન્માર્ગે આથડ્યા કરે છે. માને તો અનેક્ને દેવદર્શન, ગુરૂવંદન અને શાસ્રશ્રવણથી પણ વંચિત ર્યા છે. માને, અનેક આત્માને શંક્તિ છતાં નિ:શંક્તિ બનવાનું શીખવ્યું છે. અનેક આત્માઓ આજે એવા છે કે-જેઓ, અમૂક સ્થળે અને અમૂક સમયે નમ્ર બનવું એજ હિતાવહ છે.' આ પ્રમાણે જાણવા છતાં પણ માનના પ્રતાપે, નમ્ર નથી બની શકતા અને હિત નથી સાધી શક્તા ‘સહિષ્ણુતા' ના ગુણને જાણવા છતાં પણ માનથી મરી રહેલાઓ, એ ગુણનું સ્વપ્ર પણ નથી સેવતા પોતાની પ્રશંસા પોતે કરવી એ તો મહાદુર્ગુણ છે. એમ જાણનારાઓને પણ માને, આજે પોતાની જાતની પ્રશંસા માટે ભયંકરમાં ભયંકર કોટિના ભાટ બનાવ્યા છે. માને, આજે ‘ નિા એ મહાપાપ છે.' એમ જાણનારાઓને અને માનનારાઓને પણ મહાનિર્દક બનાવી ભયંકર અને કારમી કોટિના ભાંડ પણ બનાવ્યા છે. ખરેજ માન એ, પ્રાણીઓના ઉમદામાં ઉમદા વિનયજીવિતનો કારમી રીતિએ નાશ કરી નાંખે છે અને એના પ્રતાપે એના ઉપાસકો, ઔચિત્ય આચરણમાં પણ વિરોધી બને છે. માની આત્મામાં અહંકારના યોગે મૂર્ખતા ઝટ આવે છે અને એ મૂર્ખતાને લઇને દરેકે દરેક વાતમાં એ ઉચિત આચરણનો વિરોધી બની સ્વપર ઉભયનો સંહારક બને Page 104 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy