SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૧૯ ઉદાહરણ. જે જે એક પદો હોય તેના અર્થો હોયજ જેમકે ઘોડો, ગાય વિ. એક એક પદા છે માટે તેના પદાર્થો પણ છે. ઉપનય-મોક્ષ એ શુધ્ધ પદ માટે તેનો અર્થ છે. નિગમન તે મોક્ષ પદના અર્થ રૂપ જે પદાર્થ તેજ મોક્ષ કહેવાય છે. પ્ર.૯૨૦ અહિ કિલ્ય, કલ્થ, કપિત્થ, ઇત્યાદિ કલ્પિત એકેક પદવાળા પણ પદાર્થો નથી, તેમ એક એક પદવાળે મોક્ષ પણ નથી એમ માનવામાં શું વાંધો આવે ? ઉ.૯૨૦ જે શબ્દનો અર્થ કે વ્યુત્પત્તિ થઇ શકે તે પદ કહેવાય છે. પણ અર્થ શૂન્ય શબ્દને પદ કહેવાય નહિ. અહિંયા મોક્ષ અથવા સિધ્ધ શબ્દ અર્થ અને વ્યુત્પત્તિ યુક્ત છે માટે પદ કહેવાય છે. જ્યારે ત્યિ અને કલ્થ ઇત્યાદિ શબ્દો અર્થશૂન્ય છે માટે પદ કહેવાય નહિ માટે ત પદવાળી વસ્તુ પણ નથી. જ્યારે મોક્ષ પદોવાળી વસ્તુ જગતમાં વિધમાન છે. માર્ગણાના ભેદથી તેનો વિચાર કરાય છે. गइ इंदिए काए, जोए वेए कसाय नाणे अ, संजम दंसण लेसा, भवसम्मे सन्लि आहारे ।।४।। ભાવાર્થ :- ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, ચારિત્ર, દર્શન, વેશ્યા, ભવ્ય, સખ્યત્વ, સંજ્ઞી અને આહારી. આ ચોદ કુલ માર્ગણાઓ કહેવાય છે. પ્ર.૯૨૧ માર્ગણા કોને કહેવાય ? ઉ.૯૨૧ માર્ગણા એટલે શોધન. જેન શાસ્ત્રમાં કોઇપણ પદાર્થનો વિસ્તારથી વિચાર સમજવાને માટે એટલે કે તે પદાર્થનું સ્વરૂપ શોધવા માટે આ ચૌદ સ્થાના ઉપર ઘટના કરવામાં આવે છે, તે માર્ગણા કહેવાય પ્ર.૯૨૨ મૂલ માર્ગણાઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૯૨૨ (૧) ગતિ માર્ગણા, (૨) ઇન્દ્રિય માર્ગણા, (૩) કાય માર્ગણા, (૪) યોગ માર્ગણા, (૫) વેદ માર્ગણા, (૬) કષાય માર્ગણા, (૭) જ્ઞાન માર્ગણા, (૮) સંયમ માર્ગણા, (૯) દર્શન માર્ગણા, (૧૦) લેગ્યા. માર્ગણા, (૧૧) ભવ્ય માર્ગણા, (૧૨) સમ્યક્ત્વ માર્ગણા, (૧૩) સન્નિ માર્ગણા, (૧૪) આહારિ માર્ગણા. એમ ઉપર પ્રમાણે ચૌદ માર્ગણાઓ છે. પ્ર.૯૨૩ ગતિમાર્ગણાના ઉત્તર ભેદો કેટલા છે ? ઉ.૯૨૩ ગતિમાર્ગણાના ઉત્તર ભેદ ચાર છે. (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ, (૩) તિર્યંચગતિ અને (૪) નરકગતિ. પ્ર.૯૨૪ ઇન્દ્રિયમાર્ગણાના ઉત્તર ભેદ કેટલા છે ? ઉ.૯૨૪ ઇન્દ્રિય માર્ગણાના ૫ ભેદ છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય, (૩) તેઇન્દ્રિય, (૪) ચઉરીન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. પ્ર.૯૨૫ કાયમાર્ગણાના ભેદો કેટલા છે ? ઉ.૯૨૫ કાયમાર્ગણાના છ ભેદો છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. આ છ કાયમાર્ગણાના ભેદો છે. પ્ર.૯૨૬ યોગમાર્ગણાના ભેદો કેટલા છે ? ઉ.૯૨૬ યોગમાર્ગણાના ત્રણ ભેદ છે. (૧) મનયોગ, (૨) વચનયોગ, (૩) કાયયોગમાર્ગણા. પ્ર.૯૨૭ વેદમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૨૭ વેદમાર્ગણાના ત્રણ ભેદ છે. (૧) પુરૂષવેદ, (૨) સ્ત્રીવેદ, (૩) નપુંસકવેદ માર્ગણા. Page 96 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy