SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સંલીનતા કહેવાય છે. પ્ર.૭૮૫ વિવિક્ત ચર્યા સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૫ સ્ત્રી, પશુ, નપુંસક, સંસર્ગવાળા સ્થાનોનો ત્યાગ કરી સારા સારા સ્થાનોમાં રહેવું તે વિવિક્ત ચર્યા સંલીનતા તપ કહેવાય છે. આ રીતે છ પ્રકારના બાહ્ય તપનું વર્ણન કર્યું. પ્ર.૭૮૬ પ્રાયશ્ચિત તપ કોને કહેવાય ? ઉ.૭૮૬ થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૮૭ પ્રાયશ્ચિત તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૮૭ પ્રાયશ્ચિત તપ દશ પ્રકારનો છે તે આ પ્રમાણે. (૧) આલોચના પ્રાયશ્ચિત, (૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, (૩) મિશ્ર પ્રાયશ્ચિત, (૪) વિવેક પ્રાયશ્ચિત, (૫) કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, (૬) તપઃ પ્રાયશ્ચિત, (૭) છેદ પ્રાયશ્ચિત, (૮) મૂલ પ્રાયશ્ચિત, (૯) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત. પ્ર.૭૮૮ આલોચના પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ,૭૮૮ કરેલા પાપોને ગુરુ આદિ સમક્ષ કહેવું (પ્રકાશ કરવો) તે આલોચના પ્રાયશ્ચિત કહેવાય. પ્ર.૭૮૯ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૮૯ થયેલું પાપ ીથી નહિ કરવા માટે મિચ્છામિ દુક્કડં દેવું તે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. પ્ર.૭૯૦ મિશ્ર પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૦ કરેલા પાપ ગુરુ આગળ કહેવા અને મિથ્યા દુષ્કૃત પણ કર્યા કરવું તે મિશ્ર પ્રાયશ્ચિત. પ્ર.૭૯૧ વિવેક પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૧ અકલ્પનીય અન્નપાન વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કરવો તે વિવેક પ્રાયશ્ચિત કહેવાય. પ્ર.૭૯૨ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૨ કાયાનો વ્યાપાર બંધ રાખીને ધ્યાન કરવું તે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૩ તપઃ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૩ કરેલા પાપના દંડ રૂપે જે તપ આવ્યું હોય તે સંપૂર્ણ કરવું તે તપઃ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૪ છેદ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૪ મહાવ્રતોનો ઘાત થવાથી દીક્ષા પર્યાયનો છેદ કરવો તે છેદ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૫ મૂલ પ્રાયશ્ચિત કોને કહેવાય ? ઉ.૭૯૫ મહા અપરાધ થવાથી મૂળથી ીથી ચારિત્ર આપવું તે મૂળ પ્રાયશ્ચિત કહેવાય છે. પ્ર.૭૯૬ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કોને કહેવાય ? ૩.૭૯૬ કરેલા અપરાધનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા તે. પ્ર.૭૯૭ પારાંચિત પ્રાયશ્ચિત તપ કોને કહેવાય ? ઉ.૭૯૭ સાધ્વીનો શીલ ભંગ કરવાથી અથવા રાજાની રાણી ઇત્યાદિ સાથે અનાચાર સેવાઇ જવાથી તેના દંડ માટે બાર વર્ષ ગચ્છ બહાર નીકળી મહાશાસન પ્રભાવના કર્યા બાદ પુનઃ દીક્ષા લઇ ગચ્છમાં આવવું તે પારાંચિત પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્ર.૭૯૮ વિનય તપ કોને કહેવાય ? ઉ.૭૯૮ ગુણવંતની ભક્તિ કરવી, બહુમાન કરવુ, આશાતના ન કરવી તે વિનય તપ કહેવાય છે. પ્ર.૭૯૯ વિનય તપ કેટલા પ્રકારનો કહ્યો છે ? Page 83 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy