SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયોનો ઉપયોગ કરવો પડે તો તે કષાયો પ્રશસ્ત ગણાય છે. પ્ર.પ૭૬ અપ્રશસ્ત ક્રોધ કયો સમજવો ? ઉ.૫૭૬ પોતાનો જે અનુકૂળ ચીજો હોય અથવા સંસાર વર્ધક જે ચીજો હોય છે તેનો કોઇ નાશ કરે ત્યારે તેના પ્રત્યે ક્રોધ પેદા થાય તે અપ્રશસ્ત ક્રોધ કહેવાય છે. પ્ર.પ૭૭ અપ્રશસ્ત માન કોને કહેવાય ? ઉ.૫૭૭ હું અને મારું કુટુંબ વગેરે શ્રેષ્ઠ છે. મારી પાસે ધન છે. સંસાર વૃદ્વિનાં સાધનો રહેલાં છે, તેનું અભિમાન થાય તે અપ્રશસ્ત માન કહેવાય છે. પ્ર.૫૭૮ અપ્રશસ્ત માયા કોને કહેવાય ? ઉ.૫૭૮ સંસારમાં ધન, કુટુંબ ઇત્યાદિ મેળવવા માટે જે માયા (કપટ) કરવાં પડે તે અપ્રશસ્ત માયા કહેવાય છે. પ્ર.પ૦૯ અપ્રશસ્ત લોભ કોને કહેવાય ? ઉ.૫૭૯ સંસારમાં ધન-કુટુમ્બ, પરિવાર વગેરે ઘણું હોય છતાં પણ અધિક મેળવવાનું મન થયા કરે અને અસંતોષ રહ્યા કરે તે અપ્રશસ્ત લોભ કહેવાય છે. પ્ર.૫૮૦ પ્રશસ્ત ક્રોધ કોને કહેવાય ? ઉ.૫૮૦ દેવ-ગુરુ અને ચતુર્વિધ સંઘનો અને શસનનો નાશ કરનાર જે હોય તેના પ્રત્યે રોષ આવે તે પ્રશસ્ત ક્રોધ કહેવાય છે. ખરાબ કામ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. પ્ર.૫૮૧ પ્રશસ્ત માન કોને કહેવાય ? ઉ.૫૮૧ સંસાર સાગરથી તરવા માટે ઉત્તમ સામગ્રી ધર્મની મળી હોય તેનું જે અભિમાન તે પ્રશસ્ત માન કહેવાય છે. પ્ર.૫૮૨ પ્રશસ્ત માયા કોને કહેવાય ? ઉ.૫૮૨ સંસાર સાગરથી છૂટવા માટે અને જિનેશ્વર ભગવંતોએ કહેલ સંયમ માર્ગ સ્વીકારવા માટે પ્રપંચો રચવા પડે તે પ્રશસ્ત માયા કહેવાય છે. પ્ર.૫૮૩ પ્રશસ્ત લોભ કોને કહેવાય ? ઉ.૫૮૩ રત્નત્રયી એટલે ચારિત્ર સ્વીકાર્યા પછી અથવા સ્વીકારવાની ભાવનાથી, શ્રાવકની ક્રિયા. કરવાથી, જ્ઞાન-દર્શન અને ચારિત્રની અધિક અધિક પ્રાપ્તિ મને થાય કે જેથી આ સંસાર છૂટી જાય અને વહેલો મોક્ષ થાય એ હેતુથી જે મેળવવાનો લોભ થાય તે પ્રશસ્ત લોભ ગણાય છે. પ્ર.૫૮૪ પાંચ અવ્રતો કયા કયા છે ? ઉ.૫૮૪ (૧) પ્રાણાતિપાત-હિંસા કરવી તે, (૨) મૃષાવાદ-જુઠું બોલવું તે, (૩) અદત્તાદાન-કોઇની પણ નાનામાં નાની ચીજ વગર પૂછયે ગ્રહણ કરવી તે (ચોરી), (૪) અબ્રહ્મચર્ય-મેથુનનું સેવન કરવું તે અર્થાત પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોને સારી રીતે ભોગવવા તે, (૫) પરિગ્રહ એટલે સંગ્રહ કરવો તે, પાંચમું અવ્રત કહેવાય છે. પ્ર.૫૮૫ પ્રાણાતિપાત અવ્રત આશ્રવ કેવી રીતે ગણાય છે ? ઉ.૫૮૫ જગતમાં રહેલા સઘળા જીવોમાંથી કોઇપણ જીવને મારી નાખવો અર્થાત કોઇ પણ જીવને મનથી મારવાનો વિચાર પેદા થાય. વચનથી કોઇપણ જીવને મરવા માટે કહેવું અને કાયાથી કોઇપણ જીવની હિંસા કરવી, તે પહેલું પ્રાણાતિપાત નામનું અવ્રત આશ્રવ ગણાય છે. Page 57 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy