SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૫૪ર જે કર્મના ઉદયથી જીવ હિતકારી બોલતો હોવા છતાં પણ કોઇને ગ્રાહ્ય થાય નહિ, તે અનાદેય નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર.૫૪૩ અયશ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૪૩ જે કર્મના ઉદયથી સારા કાર્યો કરવા છતાં પણ જીવને કીર્તિ મલે નહિ, યશ મલે નહિ તે અયશ નામકર્મનો ઉદય કહેવાય છે. આ રીતે પાપતત્ત્વનું વર્ણન પૂર્ણ થયું. હવે પછી આશ્રવ તત્ત્વનું વર્ણન શરૂ થશે. इंदिअ कसाय अव्वय, जोगा पंच चउ पंच तिन्नि कमा, किरिआओ पण वीसं, इमा उताओ अणुक्कमसो ||२१|| ભાવાર્થ :- પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય, પાંચ અવ્રતો, ત્રણ યોગ અને પચ્ચીશ ક્રિયાઓ, એ આશ્રવા તત્વનાં ૪૨ ભેદો કહેવાય છે. પ્ર.૫૪૪ આશ્રવ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૫૪૪ આશ્રવ બે પ્રકારનાં કહ્યા છે. (૧) દ્રવ્યાશ્રય, (૨) ભાવાશ્રવ. પ્ર.૫૪૫ આશ્રવના ઉત્તર ભેદો કેટલા છે ? કયા કયા ? ઉ.૫૪૫ આશ્રવના ઉત્તર ભેદો ૪૨ છે અને તે ઉપર મુજબ. પ્ર.૫૪૬ સ્પર્શેન્દ્રિય આશ્રવ કોને કહેવાય ? ઉ.૫૪૬ સ્પર્શેન્દ્રિય જે વિષયો છે તે વિષયોનાં પદાર્થો અનુકૂળ મળવાથી જીવ રાજી થાય અને પ્રતિકૂળ પદાર્થો મળવાથી જીવને નારાજી પેદા થાય. આ પ્રમાણ આત્મા રાગદ્વેષ પરિણામમાં વર્તતો હોય છે, ત્યારે કર્મનું આત્મામાં આવવું થાય છે. તે સ્પર્શેન્દ્રિયાશ્રવ કહેવાય છે. પ્ર.૫૪૭ સ્પર્શેન્દ્રિયના વિષયો કેટલા પ્રકારના છે ? કયા કયાં ? ઉ.૫૪૭ સ્પર્શેન્દ્રિયના વિષયો આઠ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે. (૧) શીત સ્પર્શ, (૨) ઉષ્ણ સ્પર્શ, (૩) સ્નિગ્ધ સ્પર્શ, (૪) રૂક્ષ સ્પર્શ, (૫) મૃદુ સ્પર્શ, (૬) કર્કશ સ્પર્શ, (૭) લઘુ સ્પર્શ અને (૮) ગુરૂ સ્પર્શ. આ આઠ પ્રકારનાં વિષયો સ્પર્શેન્દ્રિય કહેવાય છે. પ્ર.૫૪૮ રસનેન્દ્રિયના કેટલા વિષયો છે ? ઉ.૫૪૮ રસનેન્દ્રિયના પાંચ પ્રકારના વિષયો કહેલા છે, તે આ પ્રમાણે. ખાટો રસ, તુરો રસ, કડવો રસ, મીઠો રસ અને તીખો રસ, આ પાંચ પ્રકારના રસો તે રસનેન્દ્રિયના વિષયો છે. પ્ર.૫૪૯ પ્રયન કેટલા વિષયો કહેલા છે ? કયા કયા ? ઉ.૫૪૯ પ્રાણોન્દ્રિયના બે પ્રકાર. (૧) સુગંધવાળા પદાર્થોનો અને ખરાબ ગંધવાળા પદાર્થોનો વિષય. પ્ર.૫૫o ચક્ષરીન્દ્રિયના કેટલા પ્રકારના વિષયો છે ? ઉ.૫૫૦ ચક્ષરીન્દ્રિયના પાંચ પ્રકારના વિષયો કહ્યાં છે. (૧) શ્વેત (સદ્દ), (૨) લાલ, (૩) લીલો, (૪) પીળો, (૫) કાળા વર્ણવાળા પુદગલોનો વિષય એમ પાંચ પ્રકાર છે. પ્ર.પપ૧ શ્રોબેન્દ્રિયના વિષયો કેટલા ? અને કયા કયા ? ઉ.૫૫૧ શ્રોત્રેન્દ્રિયના વિષયોમાં મુખ્ય શબ્દ કામ કરે છે તે શબ્દો ત્રણ પ્રકારના કહ્યા છે. (૧) સચિત્ત શબ્દનો, (૨) અચિત્ત શબ્દનો અને (૩) મિશ્ર શબ્દનો વિષય કરવો તે. Page 54 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy