SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વળી જાય છે. પ્ર.૪૯૪ હાસ્ય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૪ નિમિત્ત હોય અથવા ન પણ હોય, તો પણ આ કર્મના ઉદયથી જીવને હાસ્ય પેદા થાય તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૫ રતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૫ આ કર્મના ઉદયથી જીવને સુખની ઇરછા થાય, સુખમાં મજા આવે તે રતિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૬ અરતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૬ જે કર્મના ઉદયથી જીવને અનિષ્ટ વસ્તુઓમાં દુ:ખ થાય તે અરતિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૭ શોક મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૭ જે કર્મના ઉદયથી જીવને કોઇ પણ વસ્તુમાં દીલગીરી પેદા થાય તે શોક મોહનીય કર્મ કહેવાય. ઇષ્ટના વિયોગથી જે દુ:ખ સંતાપ પેદા થાય તે શોક મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૮ ભય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૮ જે કર્મના ઉદયથી જીવને ગભરાટ લાગે, બીક લાગે તે ભય મોહનીય કર્મ કહેવાય છે. પ્ર.૪૯૯ જુગુપ્સા મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.૪૯૯ જે કર્મના ઉદયથી જીવને ખરાબ વસ્તુઓ ઉપર તિરસ્કાર પેદા થાય તે જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય. પ્ર.૫૦૦ પુરૂષવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૦ જે કર્મના ઉદયથી જીવને સ્ત્રીને સેવવાનો અભિલાષ થાય તે પુરૂષવેદ કર્મ કહેવાય છે. પ્ર.૫૦૧ સ્ત્રીવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૧ જે કર્મના ઉદયથી જીવને પુરૂષને સેવવાનો અભિલાષ થાય તે સ્ત્રીવેદ કર્મ કહેવાય. પ્ર.૫૦૨ નપુંસકવેદ કર્મ કોને કહેવાય ? ઉ.૫૦૨ જે કર્મના ઉદયથી જીવને ઉભયને એટલે સ્ત્રી-પુરૂષ બન્નેને સેવવાનો અભિલાષ થાય તે નપુંસક વેદ કર્મ કહેવાય છે. પ્ર.૫૦૩ પુરૂષવેદ કોના જેવો છે ? ઉ.૫૦૩ ઘાસનો અગ્નિ સળગ્યા પછી તરત જ બુઝાઇ જાય છે, એવો પુરૂષવેદનો ઉદય છે. પ્ર.૫૦૪ સ્ત્રીવેદ કોના જેવો છે ? ઉ.૫૦૪ બકરીની લીંડીનો અગ્નિ હોય તે સળગ્યા પછી તેને ઓલવતાં (શાંત) થતાં વાર લાગે છે તેના જેવો સ્ત્રીવેદનો ઉદય છે. પ્ર.૫૦૫ નપુંસક વેદ કોના જેવો કહ્યો છે ? ઉ.૫૦૫ જેમ નગરમાં દાહ પેદા થયો હોય તો તે જલ્દી શાંત થતો નથી અને સળગ્યા જ કરે છે, તેના જેવો નપુંસક વેદનો ઉદય હોય છે. પ્ર.૫૦૬ નરક ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.૫૦૬ જે કર્મના ઉદયથી જીવને નારકીપણું ઉત્પન્ન કરાવે તે નરકગતિ નામકર્મ કહેવાય છે. Page 50 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy