SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૩૫૭ છ દ્રવ્યમાં એક આકાશ દ્રવ્ય ક્ષેત્ર છે અને પાંચ દ્રવ્યો કે જે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) પુદ્ગલાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) કાળ. આ ક્ષેત્રી કહેવાય છે. પ્ર.૩૫૮ છ દ્રવ્યોમાંથી ક્રિયાવાળા દ્રવ્યો કેટલાં અને અક્રિયાવાળા દ્રવ્યો કેટલાં છે ? કયા? ઉ.૩૫૮ છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો ક્રિયાવાળાં છે અને બાકીના ચાર દ્રવ્યો. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ અક્રિયાવાળા છે. પ્ર.૩૫૯ ક્રિયા અને અક્રિયા કોને કહેવાય ? ઉ.૩૫૯ ગમન-આગમન આદિ ક્રિયા અહિં ક્રિયા જાણવી. સામાન્ય રીતે પોત પોતાના સ્વભાવની. પ્રવૃત્તિરૂપ ક્રિયામાં તો છએ દ્રવ્ય સક્રિય ગણાય છે. પરંતુ એ સક્રિયપણું અહિં અંગીકાર ન કરવું. ગમન આગમન રૂપ ક્રિયા જાણવી જોઇએ. પ્ર.૩૬૦ છ દ્રવ્યમાં નિત્ય દ્રવ્ય કેટલાં અને અનિત્ય દ્રવ્ય કેટલાં છે ? કયા કયા ? ઉ.૩૬૦ છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો અનિત્ય છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર નિત્ય છે. જીવ અને પુદગલ ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામતા હોવાથી અનિત્ય છે. પ્ર.૩૬૧ કારણ અને અકારણ કોને કહેવાય ? ઉ.૩૬૧ જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થતાં હોય તે કારણ કહેવાય છે અને તે કારણ દ્રવ્ય જે દ્રવ્યના કાર્યમાં નિમિત્તભૂત થતું હોય તે દ્રવ્ય અકારણ કહેવાય છે. પ્ર.૩૬૨ છ દ્રવ્યોમાં કારણ દ્રવ્યો કેટલાં તથા અકારણ દ્રવ્યો કેટલાં છે ? કયા કયા ? ઉ.૩૬૨ છ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય સિવાયના પાંચ દ્રવ્યો કારણ છે અને જીવ દ્રવ્ય અકારણ છે. પ્ર.૩૬૩ કર્તાપણું-અકર્તાપણું કોને કહેવાય ? ઉ.૩૬૩ જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે સ્વામી હોય તે કર્તા કહેવાય છે, અથવા અન્ય દ્રવ્યોનો ઉપભોગ કરનાર દ્રવ્ય કર્તા અને ઉપભોગમાં આવનારાં દ્રવ્યો તે અકર્તા કહેવાય છે. પ્ર.૩૬૪ છ દ્રવ્યમાં કર્તા રૂપે દ્રવ્ય કેટલાં તથા અકર્તા રૂપે દ્રવ્ય કેટલાં છે ? ઉ.૩૬૪ છ દ્રવ્યમાં જીવ દ્રવ્ય કર્તા છે અને બાકીનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. પ્ર.૩૬૫ છ દ્રવ્યમાં સર્વવ્યાપી દ્રવ્યો કેટલાં ત્થા દેશવ્યાપી દ્રવ્યો કેટલાં કહેવાય છે ? ઉ.૩૬૫ છ દ્રવ્યોમાં આકાશ દ્રવ્ય સર્વવ્યાપી કહેવાય છે. અને બાકીના પાંચ દેશવ્યાપી છે. પ્ર.૩૬૬ છ દ્રવ્યોમાં સપ્રવેશી અને અપ્રવેશી દ્રવ્યો કેટલા કેટલા છે ? ઉ.૩૬૬ છએ દ્રવ્યો અપ્રવેશી છે. કોઇ દ્રવ્ય સપ્રવેશી નથી. પ્ર.૩૬૭ સપ્રવેશી કોને કહેવાય ? ઉ.૩૬૭ અન્ય દ્રવ્ય રૂપે થવું તે સપ્રવેશી કહેવાય. પ્ર.૩૬૮ ધમસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદમાં આવે છે ? ઉ.૩૬૮ ધર્માસ્તિકાય દ્રવ્ય અપરિણામી છે, અજીવ છે, અરૂપી છે, સમદેશી છે, ક્ષેત્રી છે, એક ભેદ છે, અક્રિય છે, નિત્ય છે, કારણ છે, અકર્તા છે, દેશવ્યાપી છે અને અપ્રવેશી છે. પ્ર.૩૬૯ અધમસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેજવાળા છે ? ઉ.૩૬૯ અધર્માસ્તિકાય દ્રવ્ય અપરિણામી, અજીવ, અરૂપી, સપ્રદેશી, ક્ષેત્ર, એક, અક્રિય, નિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી છે. Page 37 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy