SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૨૪૯ લબ્ધિ અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો એક પ્રાણવાળા, બે પ્રાણવાળા, છ પ્રાણવાળા હોય છે. તથા સાત પ્રાણવાળા હોય છે અને સાતમાં પ્રાણ અધુરાવાળા પણ હોય છે. આઠમો ખાણ અધુરો રહે છે. પ્ર.૨૫૦ ચઉરીન્દ્રિય પર્યાપ્ત જીવોને કેટલા પ્રાણો કહેલા છે ? કયા કયા ? ઉ.૨૫૦ ચઉરીન્દ્રિય પર્યાપ્તા જીવોને આઠ પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શના, (૪) રસના, (૫) ધ્રાણ, (૬) ચક્ષરીન્દ્રિય, (૭) શ્વાસોચ્છવાસ અને (૮) વચનબલ પ્રાણ હોય છે. પ્ર.૨૫૧ અસન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે છે ? ઉ.૨૫૧ અસન્ની લબ્ધિ અપર્યાપ્તા જીવોને એક બે પ્રાણ સાત પ્રાણ હોય, આઠ પ્રાણ હોય અથવા આઠમાં પ્રાણ અધુરો પણ હોય અને નવમાં પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૫૨ અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો હોય છે ? કયા કયા ? ઉ.૨પર અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને નવ પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શના, (૪) રસના, (૫) ધ્રાણ, (૬) ચક્ષુ, (૭) શ્રોતેન્દ્રિય, (૮) શ્વાસોચ્છવાસ અને (૯) વચનબલ. આ નવ પ્રાણ હોય છે. પ્ર.૨૫૩ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત જીવોને કેટલા કેટલા પ્રાણ હોય છે ? ઉ.૨૫૩ સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો એક પ્રાણવાળા હોય, બે પ્રાણવાળા હોય, સાત પ્રાણવાળા હોય, આઠ પ્રાણવાળા હોય અથવા આઠમો પ્રાણ અધુરો પણ હોય, નવ પ્રાણવાળા હોય અને કેટલાકને નવો પ્રાણ અધુરો પણ હોય તથા દશમાં પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૫૪ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો હોય છે ? ઉ.૨૫૪ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને દશ દશ પ્રાણો હોય છે. પ્ર.ર૫૫ દરેક જીવોને એક પ્રાણ તથા બે પ્રાણો કહ્યા છે, તે ક્યારે હોય અને કયા કયા હોય ? ઉ.૨૫૫ દરેક જીવો મરણ પામી પરભવમાં જતા હોય છે ત્યારે આયુષ્ય નામનો એક પ્રાણ હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કાયબલ નામનો બીજો પ્રાણ હોય છે. એમ બે પ્રાણ હોય છે. પ્ર.૨૫૬ બીજા બધા પ્રાણો કઇ રીતે સમજવા ? ઉ.૨૫૬ શરીર પર્યાપ્તિ પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી દરેકને ઇન્દ્રિયો અધિક અધિક હોવાથી પ્રાણો વધે છે. શ્વાસોચ્છવાસ પર્યાતિથી એક શ્વાસોચ્છવાસ પ્રાણ વધે, ભાષા પર્યાતિથી વચનબલ નામનો પ્રાણ જેને વધતો હોય તે જીવોને વધે છે તથા મન:પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જે જીવોને વધતો હોય તે જીવોને મનબલ નામનો પ્રાણ વધે છે. આ કારણથી દરેક જીવોને પ્રાણોમાં જુદાપણું થાય છે, આનું વિશેષ સ્વરૂપ ‘જીવવિચાર' ની પ્રશ્નોત્તરીમાં આપેલ છે. ત્યાંથી જાણી લેવું આ રીતે નવતત્ત્વમાંથી જીવ તત્ત્વ પૂર્ણ થયું. धम्माडधम्मा-गासा, तिय तिय भेया तहेव अद्धा य । खंधा देस पाएसा, परमाणु अजीव चउदसहा IIII ભાવાર્થ - ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ ત્રણ ભેદ તથા કાલ અને પુદગલાસ્તિકાયના ચાર ભેદ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું એમ અજીવના ૧૪ ભેદો થાય છે. પ્ર.૨૫૭ અસ્તિકાય કોને કહેવાય ? ઉ.૨૫૭ અતિ એટલે પ્રદેશો, કાય એટલે સમુદાય (સમુહ) અર્થાત પ્રદેશોનો જે સમુદાય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. Page 26 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy