SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દિર્ઘકાલિકી સંજ્ઞા હોતી નથી. પ્ર.૧૬૩ સન્ની પંચેન્દ્રિય જીવો કોને કહેવાય ? ઉ.૧૬૩ જે જીવો માતા-પિતાના સંયોગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે તથા કુંભીમાં અને શયામાં ઉપપાત જનમથી ઉપજનારા જે હોય છે તથાપ્રકારના મનોવિજ્ઞાનવાળા હોવાથી સંજ્ઞી પંચેન્દ્રિય કહેવાય છે. પ્ર.૧૬૪ કુંભીમાં અને શય્યામાં ઉપપાત કયા કયા જીવોનો થાય છે ? ઉ.૧૬૪ કુંભમાં ઉપપાત નારકીના એટલે કે નરકમાં જનારા જીવોનો થાય છે. તથા શયામાં ઉપપાત દેવપણાએ ઉત્પન્ન થનારા જીવોનો થાય છે. પ્ર.૧૬૫ પર્યાપ્ત જીવો કોને કહેવાય ? ઉ.૧૬૫ પર્યાપ્ત એટલે શક્તિ, જે જીવો પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય સઘળી પર્યાતિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત કહેવાય. પ્ર.૧૬૬ અપર્યાપ્ત જીવ કોને કહેવાય છે ? ઉ.૧૬૬ જે જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે, તેમાંની પહેલી ત્રણ અથવા ચાર અથવા પાંચ ઇત્યાદિ પૂર્ણ કર્યા પછી અગર ચાર-પાંચ ઇત્યાદિ પર્યાતિ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત જીવો કહેવાય છે. नाणं च दंसणं चेव, चरितं च तवो तहा, વીરિયં ડવગોગો ય, મેમં નીવરસ નQuvi Illl ભાવાર્થ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ છએ જીવના લક્ષણ કહેવાય છે. પ્ર.૧૬૭ લક્ષણ કોને કહેવાય ? ઉ.૧૬૭ જે ધર્મ અથવા ગુણ જે વસ્તુનો કહેવાનો હોય તે વસ્તુમાં તે સર્વથા વ્યાપ્ત હોય અને તે સિવાય અન્ય વસ્તુમાં તેમ સંભવતો હોય તો તે ધર્મ અથવા ગુણ તે વસ્તુનું લક્ષણ કહેવાય છે. પ્ર.૧૬૮ જીવના કેટલા લક્ષણ કહેવાય છે ? ઉ.૧૬૮ જીવના છ લક્ષણો કહેલા જણાય છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, (૫) વીર્ય અને (૬) ઉપયોગ. પ્ર.૧૬૯ જ્ઞાન કોને કહેવાય ? ઉ.૧૬૯ જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન કહેવાય છે. “શાયતે પરિજિયતે વસ્તુ નેન તિ જ્ઞાનમ્ !' પ્ર.૧૦૦ વસ્તુમાં કેટલા પ્રકારના ધર્મો રહેલા હોય છે ? તથા કયા ધર્મ જ્ઞાનમાં ગણાય છે ? ઉ.૧૭૦ દરેક વસ્તુમાં (પદાર્થમાં) બે ધર્મો રહેલા છે. (૧) સામાન્ય ધર્મ, (૨) વિશેષ ધર્મ. જેનાથી વિશેષ ધર્મો જણાય તે જ્ઞાન કહેવાય છે. વિશેષ ઉપયોગ એટલે કે વિશેષ ધર્મો જે જણાય તેને સાકાર ઉપયોગ પણ કહેવાય છે તે કારણથી જ્ઞાનને સાકાર ઉપયોગવાળું કહેવાય છે. પ્ર.૧૭૧ જ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૧૭૧ જ્ઞાન આઠ પ્રકારે કહેલું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) ચુતઅજ્ઞાન તથા (૮) વિર્ભાગજ્ઞાન. આ આઠ જ્ઞાન કહેવાય છે. પ્ર.૧૭૨ કયા કયા જીવોની અપેક્ષાએ જ્ઞાન કેવી કેવી રીતે જણાય છે ? Page 17 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy