SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગુણોમાંથી કોઇપણ એક ગુણવાળો હોય અથવા એથી અધિક ગુણવાળો જીવ હોય તે નવકાર મંત્રને ગણવાનો અધિકારી કહેલો છે. આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ કરતાની સાથે જ ઇચ્છિત પદાર્થો જે ઇરછે તે તત્કાલ મલ્યા કરે છે અને પ્રતિકૂળતાઓ કે રોગાદિ પણ નવકારમંત્રના સ્મરણથી તત્કાલ દૂર થયા વગર રહેતા નથી. આ કારણે આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ આ ભવમાં જીવના જીવતા શીખવાડે છે અને પરલોક સુંદર બનાવી વહેલામાં વહેલા પોતાના આત્મકલ્યાણને પેદા કરવામાં સહાયભૂત થાય છે. નમરક્કાર મહામંત્ર પંચ પરમેષ્ઠિ એટલે-અરિહંત સિધ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવતો એ પંચ પરમેષ્ઠિ કહેવાય છે. એ પંચ પરમેષ્ઠિ મહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પહેલાં પાંચ પદોના પાંત્રીશ અક્ષરો અને ચૂલિકાના ચાર પદોના તેત્રીશ અક્ષરો મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારમંત્રના નવ પદો ગણાય છે તે વિભકત્યન્ત પદમ્' જેના છેડે વિભક્તિ છે તે પદ ગણાય છે. એ અર્થમાં નહિ પરંતુ નમો અરિહંતાણં ઇત્યાદિ વિવક્ષિત મર્યાદા યુક્ત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે. નવકારના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ અક્ષર, ત્રીજા પદમાં સાત અક્ષર, ચોથા પદમાં સાત અક્ષર, પાંચમાં પદમાં નવ અક્ષર, છઠ્ઠા પદમાં આઠ અક્ષર, સાતમાં પદમાં આઠ અક્ષર, આઠમા પદમાં આઠ અક્ષર અને નવમાં પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાનો એટલે અટકવાના સ્થાના અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દીઠ એક એક આયંબિલ કરવા દ્વારા કુલ આઠ જ આયંબિલા કરવા માન કર્યું છે. નવપદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની. મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમકે “મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષર વાળી છે જેમકે - એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણો. એ રીતે નવ પદમય પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીશ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત અડસઠ અક્ષર પ્રમાણ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને આઠ સંપદાઓ વડે ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે. એમ ચૈત્યવંદન ભાષ્ય, પ્રવચન સારોદ્ધાર નમસ્કાર પંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં ક્રમાવ્યું છે. પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપ મહામંત્ર શ્રી નવકારમંત્ર તરીકે શ્રી જૈન શાસનમાં સુપ્રસિધ્ધ છે. શ્રી જૈન શાસનના મંતવ્ય મુજબ એ શ્રી નવકાર મંત્ર સર્વ માંગલિકોનું મૂળ છે. સમસ્ત જેના શાસનનો સાર છે. અગ્યાર અંગ અને ચૌદ પૂર્વનો ઉધ્ધાર એટલે સારભૂત છે તથા સદેવ શાશ્વત છે. એ શ્રી નવકાર મંત્રનું ખ્યાન આપતાં શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર માને છે કે સર્વ મંત્રરનામુત્પત્યા કરણસ્ય પ્રથમસ્ય કલ્પિત પદાર્થ કરણેક કલ્પદ્રુમ સ્ય વિષ વિષધર શાકિની ડાકિની યાકિન્યાદિ નિગ્રહ નિરવગ્રહ સ્વભાવસ્ય સકલ જગદ્વશીકરણા કૃષ્ટયાધવ્યભિચારી પ્રોઢ પ્રભાવસ્ય ચતુર્દશ પૂર્વાણાં સાર ભૂતસ્ય પંચ પરમેષ્ઠિ નમસ્કારસ્ય મહિમાડત્ય ભતંવરી વર્તત ત્રિજગત્યાકાલમિતિ નિષ્પતિ પક્ષમતત્ સર્વ સમય વિદામ્ // સર્વ મંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળસ્થાન, સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષ ધર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર સકલ જગતનું વશીકરણ કરવા Page 8 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy