SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ હાથીનું બળ ૧ સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હોય છે. ૧૦૦૦૦૦૦ (૧૦ લાખ) અષ્ટાપદનું બળ ૧ બવદેવમાં હોય છે. ૨ બળદેવનું બળ ૧ વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવર્તિમાં હોય છે. ૧ લાખ ચક્રવર્તિનું બળ ૧ નાર્ગેન્દ્રમાં હોય છે. ક્રોડ નાગેંદ્રનું બળ ૧ ઇંદ્રમાં હોય છે. એવા અનંત ઇંદ્રોનું બળ એક તિર્થંકરની ટચલી આંગળીમાં હોય છે. ચાર જ્ઞાનોએ સહિત છતાં : ત્રણ જ્ઞાનો સાથે લઇને જન્મેલા અને દીક્ષિત થવાની સાથે જ ચોથા જ્ઞાનને ધરનારા બનેલા, એવા પણ એ પુણ્યાત્માઓને કેવલજ્ઞાન તો- ‘જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય' -આ નામનાં ચારે ઘાતિકર્મોનો સમૂલ નાશ થયા પછીજ થાય છે. આ ચાર પ્રકારનાં ઘાતિકર્મોમાં બલવાન ઘાતિકર્મ-મોહનીય છે. સમ્યગ્દર્શન ગુણ અને સમ્યક્ચારિત્ર ગુણ આ બેય અનુપમ ગુણોનું ઘાતક એ ઘાતિકર્મ છે. આ ઘાતિકર્મના સમૂલ નાશ વિના બાકીનાં ત્રણ ઘાતિકર્મોનો સમૂલ નાશ થતો જ નથી. મોહનીય કર્મમાં પણ સમ્યગ્દર્શન ગુણની અવરોધ પ્રકૃતિઓને ‘દર્શનમોહનીય' તરીકે ઓળખાવાય છે અને સમ્યક્ચારિત્ર ગુણની અવરોધક પ્રકૃતિઓને ‘ચારિત્રમોહનીય' તરીકે ઓળખાવાય છે. દર્શનમોહનીય પ્રકૃતિઓનો સમૂલ નાશ થયા વિના ચારિત્રમોહનીય પ્રકૃતિઓની ક્ષપણા કરવાનો પ્રયત્ન પણ શરૂ થઇ શકતો નથી. આ ભયંકરમાં ભયકંર ઘાતિકર્મનો સમૂલ નાશ થયા વિના જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિકર્મોનો સંપૂર્ણ નાશ શક્ય નથી : અને મોહનીય રૂપ ઘાતિકર્મનો સમૂલ નાશ થયા બાદ, બાકીનાં ત્રણ ઘાતિકર્મોનો સમૂલ નાશ તો ઘણી સહેલાઇથી થઇ જાય છે. આ જ કારણે ચાર જ્ઞાનોને ધરનારા પણ શ્રી જિનેશ્વર મહારાજો ઉક્ત સંયમ અને ઘોર તપની આચરણામાં અપ્રમત્તપણે ઉઘુક્ત રહીને રાગદ્વેષ રૂપ સંસારની જડનો સમૂલ નાશ કરે છે અને એનો સમૂલ નાશ થયા પછી સંપૂર્ણ જ્ઞાની બનવા માટે ઘણો જ અલ્પ સમય બાકી રહે છે. રાગદ્વેષ રૂપ સંસારની જડના નાશ વિના કેવલજ્ઞાન નથી થતું અને કેવલજ્ઞાન વિના જગતના સઘળાય ભાવોને સંપૂર્ણપણે જાણવાનું શક્ય નથી. તેમજ જ્યાં સુધી જગતના સઘળાય ભાવોને જાણી શકાય નહિ ત્યાં સુધી સ્વતન્ત્રપણે ધર્મની દેશના દેવી એ પણ શક્ય નથી. જો કે એ વાત સુનિશ્ચિત છે કે-શુદ્ધ ધર્મના નિરૂપણ વિના આત્મા જગતનો સાચો ઉપકારી બની શકતો નથી, પણ સાચા ઉપકારી બનવાને ઇચ્છતા મૂલ પ્રણેતાઓ કેવલજ્ઞાન વિના પ્રરૂપણા કરતા જ નથી. આથી જે મહાત્માઓ વીતરાગ બનવાપૂર્વક અનંતજ્ઞાની બની જગતથી અજ્ઞાત એવા અનેક અનુપમ ધર્મોનું સ્વભાવના યોગે જ નિરૂપણ કરે, એ વિશ્વપૂજ્ય બને એમાં શંકાને સહજ પણ અવકાશ નથી. શ્રી અરિહંતદેવને નમસ્કાર : उप्पन्नसन्नाणमहोमयाणं, सपाडिहे रासणसंठियाणं । सदेसणाणंदियसज्जणाणं, नमो नमो होउ सया जिणाणं ||१|| ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનરૂપ તેજને પોતાના સ્વરૂપ તરીકે ધરનારા, છત્ર, ચામર આદિ પ્રાતિહાર્યોથી શોભતા સિંહાસન ઉપર સમ્યક્ પ્રકારે સ્થિત થયેલા અને સુંદર ધર્મદેશનાથી સજ્જન આત્માઓને આનંદિત કરનાર શ્રી અરિહંત પરમાત્માને સદાય નમસ્કાર હો નમસ્કાર હો. શ્રી અરિહંત પદ : तत्थडरिहंतेडट्ठारस- दोसविमुक्के विसुद्वनाणमए । ડિયતત્તે: યસુર-રાણ ફ્લાહ વિશ્પત્તિ ||9|| ભાવાર્થ :- હે ભવ્ય જીવો ! શ્રી અરિહંત આદિ નવે પદોમાં પ્રથમ પદે રહેલા શ્રી અરિહંતદેવો, કે જે અઢારે દોષોથી વિમુક્ત છે, વિશુદ્ધજ્ઞાનમય છે, તત્ત્વોને પ્રકટ કરનારા છે અને સુરેશ્વરો પણ જેઓની Page 63 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy