SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેવો પુષ્પવૃષ્ટિ તરીકે પંચવર્ણ અને સુગંધી ફ્લોની વૃષ્ટિ કરે છે. એ ફ્લો નીચે બીંટ (વૃત્ત) અને ઉપર પત્ર એવી રીતે રહે છે. એ ફ્લો સચિત્ત છે કે અચિત્ત તેની ચર્ચા પવયણસારુદ્વારની વૃત્તિના ૧૦૭માં પત્રમાં તેમજ સ્તુતિચતુવિંશતિકા (શ્લો. ૯૪) ના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૨૯૧-૨૯૨) માં અપાયેલી છે એટલે તેના જિજ્ઞાસુને તે જોઇ જવા ભલામણ છે. શ્રાવક ભીમસિંહ માણકે છપાવેલ “શ્રી પ્રતિક્રમણસૂત્ર” ના ૧૪માં. પૃષ્ઠમાં પણ આ સંબંધમાં ઊહાપોહ કરાયેલો છે. દિવ્ય ધ્વનિ : દિવ્ય ધ્વનિ શ્રી તીર્થંકરનો જ ધ્વનિ છે તો પછી એમાં પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટે ? આનો ઉત્તર એમ અપાય છે કે-જ્યારે માલવકૅશિકયાદિ ગ્રામ રાગ વડે પ્રભુ ભવ્ય જનોને દેશના દે છે તે વેળા દેવો વીણાદિ વગાડીને આ ધ્વનિને વિશેષ મધુર બનાવે છે એટલે દેવકૃત પ્રતિહારપણું બરાબર ઘટે છે. આ સંબંધમાં કેટલોક ઊહાપોહ શ્રી સિદ્ધચક્ર (વ.૫, એ ૩) ના પૃ. ૬૫-૬૬માં કરાયો છે. ત્યાં દિવ્ય ધ્વનિને તીર્થકરનું આત્મભૂતલક્ષણ ન ગણતાં એને દેવતાનું પ્રાતિહાર્યપણું શા સારુ ગણવું તેનો ખુલાસો ગયાનો કંઠ અને વાજિંત્રની મધુરતાનું ઉદાહરણ આપીને કરાયો છે. | દિવ્ય ધ્વનિ વિષે દિગંબરોની માન્યતા શ્રોતાંબર માન્યતાથી જુદી પડે છે. ચામર : જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં (૧) પાદપીઠથી યુક્ત સિંહાસન, (૨) ત્રણ છત્રો, (૩) જિનેશ્વરની આગળ ઇન્દ્રધ્વજ, (૪) એમની બંને બાજુએ યક્ષ દ્વારા ધારણ કરાયેલા બે ચામરો તેમજ આગળ કમળમાં પ્રતિષ્ઠિત કરાયેલ ધર્મચક્ર ગગનમાર્ગે ગમન કરે છે, એમ પવયણસારધ્ધારની વૃત્તિના ૧૦૯માં પત્રમાં સૂચવાયું છે. સમવસરણમાં તો આઠ ચામરો હોય છે, કેમકે સમવસરણમાંના ચારે સિંહાસનોની બંને બાજુએ એકેક યક્ષ રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચામર લઇને ઊભો રહે છે. અત્યારે શ્વેતાંબર જિનાલયોમાં વપરાતા ચામર અને દિગંબરોનાં મંદિરોમાં વપરાતા ચામરમાં ક સિંહાસન : તીર્થકર વિચરતા હોય ત્યારે એક, પરંતુ સમવસરણમાં બિરાજતા હોય ત્યારે ચાર સિંહાસનો હોય છે. આ ચારે રત્નજડિત સુવર્ણમય સિંહાસન પાદપીઠથી યુક્ત હોય છે. સિંહાસનને “મૃગેન્દ્રાસન' પણ કહેવામાં આવે છે. ભામંડળ : ભામંડળને બદલે ‘ભાવલય' શબ્દ પણ વપરાય છે. એનો અર્થ ‘કાંતિનું માંડલું' કરાય છે. ભામંડળ પ્રભુનું તેજ સંહરી લે છે એટલે જો એ ન હોય તો પ્રભુના મુખ સામું જોવાય નહિ એમ સૂચવાય છે. દુભિ : દુભિ કહો કે ભેરી કહો કે મહાઢક્કા કહો તે એકજ છે. દુભિનો અર્થ “ગુજરાતી સાથે જોડણીકોશ” માં “એક જાતનું નગારૂં, ભેરી” એમ સૂચવાયેલ છે. લક્ષ્મણ રામન્દ્ર વૈધ કૃત “The standard sanskrit English Dictionary” માં એનો અર્થ “A sort of large kettle-drum” કરાયો છે. “દુભિ ' શબ્દ વેણીસંહાર (?) માં અને રઘુવંશ (સ. ૯, શ્લો. ૧૧) માં વપરાયેલો છે. દુભિનું પ્રાકૃતિ રૂપ એનું એજ છે. એનો પ્રાકૃત પર્યાય ‘દુંદુહિ” છે અને તે અજિયસંતિથવ (અજિતશાંતિસ્તવ) ના નવમા પધમાં, પજુસણાકપ્પ (કલ્પસૂત્ર)માં, સુરસુંદરીચરિયના ત્રીજા પરિચ્છેદના ૬૮ માં પધમાં, કુમારપાલ પ્રતિપોધના ૧૧૮ મા પૃષ્ઠમાં તેમજ ગઉડવહોમાં દ્રષ્ટિગોચર થાય છે. છત્ર : Page 56 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy