SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો ‘મિથ્યાદર્શન' નામનો અનાદિસિદ્ઘ શત્રુ પોતાનો મહિમા ફ્લાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે“વૃદિળો તલવાડવાવ્ય-મર્પણ ભૂતધાતિન: 1 ઊસત્યસન્થા: પિપ્તા: સદ્દોપદ્મહે રતાઃ ||9|| तथाडन्ये पचने नित्य-मासक्ताः पाचनेडपि च । मधपाः परदारादि-सेविनो मार्गदूषकाः ||२|| तप्तायोगोलकाकारा - स्तथापि यतिरुपिणः । યે તેવુ છુરુતે મદ્રે ! પાત્રવૃદ્ધિમાં નને ।।।।” “હે ભદ્ર ! લોકની અંદર આ મિથ્યાદર્શન નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત્- સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાઓને લેનારા અને તોડનારા, અનેક પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવે પ્રકારનો જે પરિગ્રહ તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રક્ત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હંમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એજ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.” “સન્તાનઘ્યાનચરિત્ર-તપોવર્યપરાયણ: | મુળરત્નધના ઘીરા, નડ્યમા: ૫પાદ્રા: ||9|| संसारसागरोत्तार- कारिणो दानदायिनाम् । अचिन्त्यवस्तुबोहित्थ तुल्या ये पारगामिनः ||२|| तेषु निर्मलचितेषु, पुरुपेषु जडात्मनाम् | પોડપાધિય ધત્તે, મહામોદમહત્તમઃ ||શ” “સદ્ અને અસદ્, હેય અને ઉપાદેય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન, આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારૂં સુંદર ધ્યાન, કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્ર, કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિધ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય, એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં જે રત્નો રૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુધ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુધ્ધ દાનના દેનારા આત્માઓનો સંસારસાગરથી ઉધ્ધાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહનો મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુધ્ધિને ઉત્પન્ન કરે છે.” ગુણહીનોને ગુણી તરીકે અને ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય ! Page 46 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy