SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અને પૃથ્વીનું દાન કરવું વારંવાર સ્નાન કરવું : ધુમાડાનું પાન કરવું : પંચાગ્નિથી તપવું : ચંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું: તીર્થાન્તરોમાં જઇ જઇ ને ઝુંપાપાત ખાવો : યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાધમાં મહાન આદર કરવો : શરૂઆતમાં પણ હિંસાથીજ સાધ્ય અને પરિણામે પણ હિંસાની જ સાધન તથા શુદ્ધ ધર્મદ્રષ્ટિને અપોષક એવી વાવો, કુવાઓ અને તલાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં : મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને હોમવો : આવા આવા પ્રાણીઓના મર્થનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત્ એવા ધર્મો અનેક છે, એવા પ્રકારના અનેક જે કોઇ ધર્મો છે તે સઘળાજ ધર્મોને; મહામોહના ‘મિથ્યાદર્શન' નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રવર્તાવેલા છે, એમ જાણવા યોગ્ય છે. અને "क्षान्ति मार्दवसन्तोष-शौचार्जव विमुक्तयः । तप: संयमसत्यानिव बह्मचर्यं शमो दमो ।।१।। अहिंसास्तेयसद्धयान-चैराग्यगुरुभक्तयः | अप्रमाद सदैकाड्य-नैर्ग्रन्थ्यपरतादय: ।।२।। ये चान्ये चितनैर्मल्य-कारिणोडमृतसन्निभा: । સદ્ધર્મા નાદાનન્દ-દેતવો મવયેતd: III तेषामेव प्रकृत्यैव, महामाहमहतमः । મwછાળો નો, મિથ્યાદર્શનનામ0: Il8II” પોતાના પોગ્રાલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવા રૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા : પીગલિક પદાથોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુદ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ શોચ: પદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિકવૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા : પદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિઃ અનેક પ્રકારની પોગલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપ : ઇંદ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવારૂપ સંયમ : અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્યા છે એવું સત્ય : શીલ અથવા તો સગળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવારૂપ બ્રહ્મચર્યઃ વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમઃ પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ : પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણાતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા : કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય : શુદ્ધ ધ્યાન : સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરૂચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટેજ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષામાત્રથીજ આજીવિકાના ચલાવનારા, સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મનાજ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ : “નિશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચે ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ Page 42 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy