SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ “मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः । મિથ્યાત્વ પરમ: શકુ- મિથ્યાવં પરમ વિષમ્ II9ll” “जन्मन्येकत्र दु:खाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । પિ નિરસદષ, મિથ્યાત્વમવિઝિટિવમ્ IIશા” મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે; રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુ:ખને માટે થાય છે, પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિક્ષ્યિ છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.” આ ઉપરથી સમજી શકાશે કે-શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દ્રષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે; કારણ કે-જો રોગાદિ દુ:ખ આપે તો માત્ર એકજ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતા પૂર્વક રીબાવી શકે છે. મિથ્યાત્વનું સ્વરૂપ : આ કારમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે “अदेवे देवबुध्धियां, गुरुधीरगुरो च या । 3ઘમેં ઘર્મવદ્ઘિશ્વ, મિથ્યાવં તદ્વિપર્યયાત્ IIકા” “મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યત્વથી વિપરીત છે, એટલે સમ્યકત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂ બુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે; એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.” મિથ્યા દર્શનનો મહિમા : આજ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા' નામની મહાકથાના રચયિતા શ્રી સદ્વર્ષિ ગણિવર ‘મિથ્યાદર્શનના મહિમા' તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી. રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે. મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે, પ્રથમ તો “મિથ્યાદર્શન' નામનો મોહારાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતા એ પરમોપરકારી કથાકાર પરમર્ષિ માવે છે કે “अदेवे देवसङ्कल्प-मधर्म धर्ममानिताम् । તત્તે તત્તવૃદ્ધિ ૫, વિઘશે સુપરિન્ટમ્ III __ अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् । સંરહેતો નિર્વા- હેમાનં રોત્યયમ્ IIશા” Page 39 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy