SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકારાદિ સર્વાષ્ઠાનોનું સેવન કરીને તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કરે છે અને ચરમ ભવમાં તે પુણ્યકર્મનો સંપૂર્ણ ભોગવટો કરે છે. એના ળ રૂપે ભવોદધિતારક તીર્થની સ્થાપના થાય છે અને એ તીર્થના આલંબનથી સંખ્યાતીત આત્માઓ ભવસાગરના વિસ્તારને પામે છે. જગદુદ્ધારક તીર્થપતિઓ વડે સ્થપાયેલું એ તીર્થ એટલું બધું નિર્મલ, સંપૂર્ણ અને યથાર્થ હોય છે કે-કોઇથી પણ તેનું ખંડન થઇ શકતું નથી. ખજવાઓની પ્રભાવડે જેમ સૂર્યના તેજના અભિભવ ન થઇ શકે, તેમ જગતના સર્વ મતો, દર્શનો અને તેના પ્રખર પંડિતો વડે પણ એ તીર્થનો પરાભવ થઇ શકતો નથી. : કારણ કે તે યથાર્થ વસ્તુનું પ્રતિપાદક હોય છે. એવું તીર્થ અને તેના ઉત્પાદકની પૂજા, ભક્તિ, ઉપાસના, એને શ્રી જૈનસંઘ પોતાનું પરમ કર્તવ્ય સમજે છે. તેના એક અશ રૂપ શ્રી જિનેશ્વરોના કલ્યાણક દિવસની આરાધના છે. શ્રી મહાનિશીય સિધ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે- “એ રીતે પંચ મંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધ વડે સૂત્રથી પૃથગભૂત નિર્યુક્તિ ભાષ્યા અને ચૂર્ણિ વડે અનંત ગમપર્યવ સહિત, જેવી રીતે અનંત જ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થકર દેવો વડે છે, તેવી રીતે સંક્ષેપથી કરાયું હતું, પરંતુ કાલપરિહાણિના દોષથી તે નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. વ્યતીત થતાં કાલ સમયમાં મોટી અદ્વિને વરેલા, પદાનુસારીલબ્ધિ અને દ્વાદશાંગશ્રુતને ધારણ કરનારા, શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી. પંચમંગલ મહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીય) ની અંદર લખ્યો. મૂલ સૂત્ર સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી વૈલોક્યપૂજ્ય ધર્મતીર્થકર અરિહંત ભગવંત શ્રી વીરજિનેન્દ્ર પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે. મૂલ સૂત્રમાં જ્યાં સૂકાલાપકો એક પદની સાથે બીજા પદને અનુલગ્ન ન મળે ત્યાં ખોટું લખ્યું છે એવો દોષ શ્રતધરો ના દેવો-પરન્તુ મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ સ્વામીના સ્થભ આગળ પંદર ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા શાસનદેવતાએ ઉધહી આદિ વડે ખંડ ખંડ થયેલી અને સડી ગયેલા પત્તાવાળી પૂર્વ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરીને આચાર્ય હરિભદ્રસૂરિએ અચિત્ય ચિન્તામણિ કલ્પ આ શ્રી મહાનિશીય શ્રુતસ્કંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાન અર્થોના સમુદાયવાળું જાણીને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સત્ત્વોના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું તેવું સર્વ સ્વમતિથી શોધીને લખ્યું છે અને તેનું બીજા પણ શ્રીસિધ્ધસેન, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધના ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રતધરોએ બહુમાન કરેલું છે.” શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલો નમસ્કાર બીજી કોઇ જગ્યાએ કહેલો દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં ‘ભો સરહંતા એમ કહી નવકારસીનું પચ્ચખ્ખાણા પારવાનું કહ્યું છે. તે નિર્યુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદો નમો શરતસિદ્ધાચરચ 14tHI એ પ્રમાણે અને દશ પદો “નમો રિહંતાણં નમો રિશeIIM એ રીતે “નમો સહિત પાંચ પદો સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણ બીજી વીશ ગાથાો છે જેમકે “#રિહંતનકુવારો નવં મUS ARRહYRIBો ઇત્યાદિ તે તો નવકારના માહાભ્યને પ્રતિપાદન કરનારી ગાથાો છે. પણ નવકાર રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે તે ઘણા પદ સ્વરૂપ છે અને નવકાર તો કેવળ નવ પદ સ્વરૂપ જ છે. એ રીતે પરમાગમ સૂકાંતર્ગત શ્રી વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત સંવિઝુ સુવિહિતા સૂરિપદંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલો, અને અંતિમ પદમાં “હS' એ પ્રમાણેના પાઠયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસૂત્રનું અધ્યયન કરવું જોઇએ. એનું વ્યાખ્યાન શ્રી વજસ્વામી આદિ શ્રતધરોએ જે રીતે છેદગ્રન્થાદિ આગમોમાં લખ્યું છે તે રીતે ભક્તિ બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષ કરીને ઉપકારક છે એમ જાણીને અહીં Page 27 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy