SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર જન્મતાની સાથેજ મલ્યો છે બોલતા થયાં ત્યારથી બોલ છીએ એ નવકાર મંત્ર અત્યાર સુધી કેટલી વાર બોલી ગયા-સાંભળી ગયા-સ્મર ગણરૂપે ગણી લીધા. આમાંથી આત્મા કોઇ ગુણથી કેળવાયેલો લાગે છે ખરો ? એ ગુણોથી કેળવવા માટે નવકાર મંત્ર ગણવાનો પ્રયત્ન પણ જીવનમાં કેટલો ? એટલે આવા ગુણોને પામવાના લક્ષ્યથી નવકાર મંત્ર ગણતા હોઇએ એવું પણ છે ખરું? તો રોજ વિચારણા કરવી પડશે કે નવકાર ગણીએ છીએ પણ એ ગણતાં ગણતાં ક્યાં સુધી પહોંચ્યા એ જોવું પડશે. એ જોવાનું ચાલુ છે ? (૭) સ્યાદ્વાદ ગુણથી રંગાયેલો - આવા ગુણવાળા જીવોને કોઇપણ બાબતમાં એટલે કોઇપણ પદાર્થમાં પક્કડ હોતી નથી. કોઇ કહે આમ છે તો હશે ? કોઇ બીજો બીજું કહે તો એમ હશે ? એવાજ વિચારોમાં એ રમતો હોય છે પણ રાગાદિ પરિણામ કે ક્રોધાદિ કષાયના પરિણામને આધીન થઇને મોટે ભાગે વિચારણા કરવાવાળો હોતો નથી. ભગવાને જે કહ્યું તે ખરૂં એવા સ્વભાવથી જીવનારો હોય છે. (૮) સમતા રસવાળો :- સમતા રસવાળો એટલે અનુકૂળ પદાર્થોમાં એટલે કે સુખના પદાર્થોમાં લીન ન બને અને દુ:ખના અને પ્રતિકૂળ પદાર્થોમાં દીન ન બને એવી રીતે જીવન જીવવાનો અભ્યાસ કેળવવો તે સમતા ભાવવાનું જીવન કહેવાય. આ ગુણોમાંથી કોઇપણ એક ગુણવાળો હોય અથવા એથી અધિક ગુણવાળો જીવ હોય તે નવકાર મંત્રને ગણવાનો અધિકારી કહેલો છે. આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ કરતાની સાથે જ ઇચ્છિત પદાર્થો જે ઇરછે તે તત્કાલ મલ્યા કરે છે અને પ્રતિકૂળતાઓ કે રોગાદિ પણ નવકારમંત્રના સ્મરણથી તત્કાલ દૂર થયા વગર રહેતા નથી. આ કારણે આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ આ ભવમાં જીવના જીવતા શીખવાડે છે અને પરલોક સુંદર બનાવી વહેલામાં વહેલા પોતાના આત્મકલ્યાણને પેદા કરવામાં સહાયભૂત થાય છે. નમરક્કાર મહામંત્ર પંચ પરમેષ્ઠિ એટલે-અરિહંત સિધ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો એ પંચ પરમેષ્ઠિ કહેવાય છે. એ પંચ પરમેષ્ઠિ મહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પહેલાં પાંચ પદોના પાંત્રીશ અક્ષરો અને ચૂલિકાના ચાર પદોના તેત્રીશ અક્ષરો મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારમંત્રના નવ પદો ગણાય છે તે વિભત્યન્ત પદમ” જેના છેડે વિભક્તિ છે તે પદ ગણાય છે. એ અર્થમાં નહિ પરંતુ નમો અરિહંતાણં ઇત્યાદિ વિવક્ષિત મર્યાદા યુક્ત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે. નવકારના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ અક્ષર, ત્રીજા પદમાં સાત અક્ષર, ચોથા પદમાં સાત અક્ષર, પાંચમાં પદમાં નવ અક્ષર, છઠ્ઠા પદમાં આઠ અક્ષર, સાતમાં પદમાં આઠ અક્ષર, આઠમા પદમાં આઠ અક્ષર અને નવમા પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાનો એટલે અટકવાના સ્થાનો અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દીઠ એક એક આયંબિલ કરવા દ્વારા કુલ આઠ જ આયંબિલા કરવા માન કર્યું છે. નવપદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમકે “મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષર વાળી છે જેમકે - એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો. એ રીતે નવ પદમય પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીશ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત Page 13 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy