SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમય પામીને કર્મ નબળા આત્માઓને પાયમાલ કરે છે ને બળવાનને પણ ગબડાવી દે છે. કર્મના સંયોગથી આત્મા ન બચે તો કોઈ પણ કાળે મુક્તિ થવાની નથી; આજ કારણે જ્ઞાનીઓ કહે છે કે-કર્મના ઉદય વખતે ચિંતા કરવાની નથી પણ બંધ વખતે ચેતવાની જરૂર છે. કારણ કે એકવાર જે કર્મ આત્મા સાથે મળી ગયું તે તેનો વિપાક આપ્યા સિવાય રહેવાનું નહિ. કર્મને ભોગવવાનાં સ્થાન ચાર છે. દેવ, મનુષ્ય, નર્ક અને તિર્યંચ સિવાય પાંચમી સિદ્ધિ ગતિમાં કર્મનો પ્રચાર નથી. ચારે ગતિમાં કર્મના વિપાકનો ભોગવટો છે. સારા યા નરસા કર્મના યોગે સુખ યા દુ:ખનાં સાધન મળે છે. ચારે ગતિમાં કર્મે આપેલું લેવાનું છે. બાકી કર્મ સામે થઇ જેટલું આપણે આપણું પોતાપણું પ્રગટ કરીએ તેટલીજ આપણી બહાદુરી. ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે દેવગતિના આત્માઓ વિષયોમાં પ્રસક્ત છે, નરકગતિના આત્માઓ દુઃખોથી સંતપ્ત છે, તિર્યંચ ગતિના આત્માઓ વિવેકથી રહીત છે, માત્ર મનુષ્યો પાસેજ પૂરતી ધર્મની સામગ્રી છે.” આ છતાં એ ગતિમાં પણ કર્મના વિપાકમાં લીન થઇ જવાય એટલે કે શુભના ભોગવટામાં અને અશુભના ષમા એ દુર્લભ જીવને વેડફી નખાય તો કર્મની સત્તામાંથી છૂટવાનું એકેય સ્થાન નથી. કર્મના વિપાકને સાંભળીને જો નિર્વેદ અને વૈરાગ્ય હૃદયમાં સ્થાન લઈ લે તો તો કલ્યાણ જ થઇ જાય અર્થાત્ જે કર્મવિપાકને આધિન ન થાય તેજ મુક્તિ મેળવે. સંસારમાં રહેવું પડે ત્યાં સુધીમાં અમૂક ગતિમાં નહિ જવું પડે એ બનવાનું નથી. (આયુષ્ય) કર્મની અમૂક પ્રકૃતિ અમૂક ભવ સાથે બંધાયેલી તે ઉદયમાં તો આવશે. ચારે ગતિમાં એક ગતિતો નિર્માણ થયેલી જ છે, એટલે જવું તો પડશેજ પણ ત્યાં મુક્તિનો માર્ગ ઓછો યા અધિક ત્યારેજ આરાધી શકાય કે જ્યારે કર્મના વિપાકને આધીન ન થવાય. કર્મના ઉદય વખતે સમભાવે રહેવાય તોજ ધર્મનું આરાધન થાય; અર્થાત નિર્વેદ આવે નહિ અને વૈરાગ્ય હૃદયમાં વસે નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ સ્પર્શતોજ નથી; આ કારણે કર્મ શું છે, એનો વિપાક શું ચીજ છે, વિપાકના ઉદય વખતે શું હાલત થાય છે, એ વિગેરે કાળજી પૂર્વક સાંભળવું, વિચારવું અને વિચારીને યોગ્ય વર્તન કરવું જોઇએ; છતાં પણ કહો કે-જીવ અજીવનું સ્વરૂપ, આશ્રવ અને સંવરના હેતુઓ, સ્વ શું અને પર શું, હું કોણ અને આ બધું શું, આત્મા શું અને આત્માનો ધર્મ શો, જડ શું અને ચેતન શું, એ જાણનાર આજે કેટલા ? ખરેખર આ જાતિનાં વિચારોજ મોટા ભાગને નથી આવતા; આજે તમે સ્વ અને પરના સ્વરૂપને નથી સમજી શકતા, મિત્ર અને દુશ્મનની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા છો. આત્મા પોતાના સ્વરૂપને સમજી જાય તો પારકાની તાકાત નથી કે તેને ફસાવી શકે. આ બધા વિચારો રોજ રાત્રિદિવસ જાગૃત રહેવા જોઇએ. કેવળ દુનિયાદારીના વિચારોમાથી ઉંચા આવવું નહિ અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ આરાધવો એ ખરેજ અસંભવિત છે; માટે કર્મનાંજ ભોગવટામાં લીન નહિ થતાં પ્રભુએજ્ઞાની આરાધનામાં રક્ત થવું એમાંજ સાચી બહાદુરી છે. નરકમાં પણ શાંતિ કોણ આપે? : નારકીના જીવો નારકીમાં ઉત્પન્ન થતાની સાથે તેમાંથી નીકળવાના ફાંફાં માર્યા કરે છે. ખરાબમાં ખરાબ આયુષ્ય હોય તો તે નારકીનું છે. બીજી ગતિના જીવો પ્રાયઃ મરવા ઇચ્છતા નથી પણ નારકીઓ તો મરવાને જ ઇચ્છે છે. નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે. ગમે તેટલા મરવાના પ્રયત્ન કરે તો પણ આયુષ્યજ એવું છે કે ભોગવ્યેજ છૂટકો અને બહુ નાનામાં નાનું બાંધ્યું હોય તો પણ દસ હજાર વર્ષ Page 97 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy