SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યોનિનો નાશ થયે અયોનિભૂત કહેવાય છે એટલે અચિત્ત કહેવાય છે ત્યારે તે અજીવ હોય છે. સજીવત્વ નષ્ટ થયા છતાં યોનિત્વ તો હોય જેથી યોનિત્વમાં સજીવત્વની ભજના એટલે વિકલ્પ. થવ ગોધૂમ = ઘઉં, ચોખા, દાળ અને યવયવની ઉત્કૃષ્ટ યોનિ ત્રણ વર્ષની હોય છે. કલાદ, ભાષ, ચપળ, તલ, મગ, મસુર, તુલસ્થ, તુવર, વટાણા અને વાલની ઉત્કૃષ્ટ યોનિ પાંચ વર્ષની હોય છે. લટ્ટાતસી, સણ, કાંગ, કોર, દુષક, કોદરા, મુળાના બીજ, સરસવ, બરટ્ટ અને સલકની ઉત્કૃષ્ટ યોનિ ૭ વર્ષની હોય. ત્યાર પછી ઉત્પત્તિના કારણ રૂપ યોનિ નષ્ટ થાય છે એ બીજ અબીજ રૂપ થાય છે અને વાવવા છતાં ઉગતું નથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત છે. આ અચિત્ત પણે સર્વજ્ઞથી જ જાણી શકાય કારણકે આ ચીજ અચિત્ત થયેલ છે. સચિત્ત રહેલી છે. તે સર્વજ્ઞ સિવાય કોઇ જાણી શકે નહિ માટે વ્યવહાર તો ઉપર જે પ્રમાણે કાળ કહ્યો છે તે કાળ મુજબ જ અચિત્ત પણું થાય છે એમ સમજવું. પ્રત્યેક વનસ્પતિકાયના બે ભેદ છે (૧) બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય. શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમો એક અંતર્મુહૂર્તનું જ હોય. સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ રૂપે અને ઉત્કૃષ્ટથી અસખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધી અથવા મતાંતરે સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધીની હોય પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તેમાં ચોથી પર્યાપ્તિ નિયમા અધુરી હોય છે કારણકે અપર્યાપ્તા જીવો ચોથી અધુરી પર્યાપ્તિએ મરણ પામે છે. પ્રાણી-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તેમાં ચોથો પ્રાણ અધુરો હોય છે. યોનિ સમુદાય રૂપે દશ લાખ યોનિ એટલે ઉત્પત્તિ સ્થાનો હોય છે. પર્યામાં બાદર પ્રત્યેક વનસ્પતિ કાયનું વર્ણન શરીર- જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલુ. ઉત્કૃષ્ટથી એક હજાર યોજનથી કાંઇક અધિક કારણકે હજાર યોજન ઉંડા જલાશયોમાં નીચેના ભાગમાંથી કમળની ઉત્પત્તિ થાય તે કમળનું નાડલું તે હજાર યોજન રૂપ કાદવમાં હોય છે અને કમળના પાંદડા પાણીના ઉપરના ભાગની સપાટીથી ઉપરના ભાગમાં રહેલા હોય છે એટલે એ પાંદડા જેટલા મોટા હોય તેટલી તેની કાયા વધારે જાણવી કારણકે પાણીની સપાટી સુધી હજાર યોજન થઇ જાય છે. આયુષ્ય- જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય. ઉત્કૃષ્ટથી દશ હજાર વરસનું હોય છે. સ્વકાય સ્થિતિ જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી જઘન્ય જઘન્ય આયુષ્યવાળા જીવોની જઘન્ય મધ્યમ આયુષ્યવાળા જીવોની મધ્યમ અને મધ્યમ મધ્યમ આયુષ્યવાળા જીવોની અસંખ્યાતી ઉત્સરપિણી અને Page 51 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy