SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ तनिदानचिन्तनेन निन्द्यते महर्दिकदेववृन्देन विलपत्यात्मनश्चयवनदर्शनेन आक्रन्दति गाढप्राप्तासक्षमृत्युः पतति समस्ताशुचिनिदाने गर्भकलमले /" જે આત્મામાં સાહજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરૂષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઈ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી. તે કારણે કુતર્કથી ગ્રાન્ત ચિત્તવાળા બની ગયેલો એ આત્મા વિચારે છે કે:પરલોક નથી, કુશલકમ કે અકુશલકર્મો એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફલ વિદ્યમાન ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉત્પન્ન નથી, સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વ ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી. એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે એટલે કે-આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે-એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિણામને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મધનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કુમાર્ગને પ્રકાશિત કરે છે, વન્દનીય પુરૂષોની નિંદા કરે છે, અવન્દનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એજ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે. એ સઘળાંય પાપકર્મોના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાજ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા પરમધાર્મિક સુરો કુમ્મી પાકદ્વારા પકાવે છે, કરવતદ્વારા વેરે છે, વજ કંટકોથી વ્યાપ્ત એવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતનાં તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેના પોતાનાંજ અંગોના માંસનું ભક્ષણ કરાવે છે, અત્યન્ત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભુજે છે, રસી, ચરબી, રૂધિર, મળ, મૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમાં તરાવે છે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઇ જઇને એ પત્રકોદ્વારા તેના ખંડખંડ કરી નાખે છે. આ પ્રકારની Page 221 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy