SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ભુવન પઇવ વીંર નમિઉણ ભણામિ અબુહ બોહત્થા જીવ સરુવં કિંચિવિ જહ ભણિય પુવ સૂરીહિં ||૧|| ભાવાર્થ :- ત્રણ ભુવનમાં દીપક સમાન શ્રી વીરભગવંત ને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોને જ્ઞાનને માટે જેમ પૂર્વાચાર્યોએ કહેલું છે તેમ જીવનાં સ્વરુપને કાંઇક કહીશ. ૨. જીવા મુત્તા સંસારિણીય તસ થાવરાય સંસારી ! પુઢવી-જલ-જલણ વાઉ વણસ્સઇ થાવરાનેયા //ર// ભાવાર્થ :- જીવો બે પ્રકારે છે (૧) સંસારી જીવો (૨) મુક્તિના જીવો. સંસારી જીવો બે પ્રકારે છે. (૧) રાસ (૨) સ્થાવર, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ તથા વનસ્પતિકાય જીવો સ્થાવર જાણવા. ૩. ફલિત મણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા, કણગાઈ ધાઉ સેઢી વક્રિય અરણેટ્ટય પલેવા Ilall ભાવાર્થ :- સ્ફટીક-મણી-રત્ન-પરવાળાં-હિગલોક હડતાલ-મણશીલ-પારો-સોના વગેરે ધાતુની ખાણો પથ્થરો પાલેવાની જાતિઓ. ૪. અલ્મય તૂરી ઉસ મટ્ટી પાહાણ જાઇઓ -ભેગા | સોવર જણ લુણાઈ પુઢવી ભોયાઈ ઇચ્ચાઈ //૪ ભાવાર્થ :- અબરખ. તેજંતૂરી, ખારો, માટી, પથ્થરો વગેરેની અનેક જાતિઓ આંખમાં આંજવાનો સૂરમો મીઠા વગેરેની જાતિઓ ઇત્યાદિ પૃથ્વીકાય જીવોનાં ભેદો જાણવા. ૫. ભોમંત રિકખ-મુદાં ઓસા હિમ કરગ હરિતણૂ મહિયા. હુંતિ ઘણોદ હિમાઈ ભાયાણે ગા ય આઉમ્સ //પા ભાવાર્થ - ભૂમિ ઉપર રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી ઝાકળ હિમ બરફના કરા લીલી વનસ્પતિ ઉપરનું પાણી ઘનોદધિ ઇત્યાદિ અપકાયના જીવો કહેલા છે. ૬. ઈંગાલ જાલ મુમુર ઉક્કાસણિ કણગ વિન્જમાઇયા ! અગણિ જીયાણું ભેયા નાયબ્બા નિઉણ બુદ્ધિએ દા ભાવાર્થ :- અંગારા, જવાળા, અગ્નિનાં કણીયા, ઉલ્કાપાત, વિજળી આદિ અગ્નિકાય જીવોના ભેદો નિપુણ બુદ્ધિથી જાણવા યોગ્ય છે. ૭. ઉભામગ ઉક્કલિયા મંડલિ મહ શુધ્ધ ગુંજવાયા ત્યાં ઘણ તણુ વાયાઇયા ભેયા ખલુ વાઉ કાયસ્સ શા ભાવાર્થ :- ઉંચે ચડતો વાયુ, નીચે ભમતો વાયુ, ગોળ ગોળ ભમતો વાયુ, મહાશુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત (ઘાટો વાયુ) તથા તનવાત (પાતળો વાયુ) ઇત્યાદિ વાયુકાય જીવોના ભેદો કહેલા છે. ૮. સાધારણ પdયા વણસ્સઇ જીવા દુહા સુએ ભણિયા ! જેસિમણું તાણે તણૂ એગા સાહારણા તે ઉ ટા ભાવાર્થ:- વનસ્પતિકાય જીવોનાં ભેદો છે. (૧) સાધારણ વનસ્પતિકાય જીવો Page 211 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy