SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે કરવો નહીં, જરૂરી કારણે કરવામાં આવે ત્યારે પણ તેમ કરતાં સંકોચ પામવો, બની શકે તો તેની વિરાધનાથી તદન દૂર રહેવું, સચિત્તાદિકનો ત્યાગ કરીને સચિત્ત પૃથ્વી, પાણીને વનસ્પતિના ઉપભોગથી વિરમવું અથવા યથાશક્તિ તેનો ત્યાગ કરવો. આ બધાં જાણવાનાં ફળ છે. કેમકે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ ન થાયતો, પ્રાપ્ત કરેલ જ્ઞાન વંધ્ય ગણાય છે. માટે ઉત્તમ જીવોએ આ જ્ઞાન મેળવીને તેને સાર્થક કરવાનો અહર્નિશ પ્રયત્ન કરવો. આટલું લખીને આ લેખ સંપૂર્ણ કરવામાં આવે છે. પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરનારા બીજા કેટલાકહેતુઓ છે તે હકીકત શ્રી આચારાંગ સૂટ, શ્રી વિશેષાવશ્યક, લોક પ્રકાશ વિગેરે શાસ્ત્રમાં ઘણા વિસ્તારથી બતાવવામાં આવેલ છે. આ તો માત્ર તેના નિણંદ તુલ્ય છે. વધારે જાણવાની ઇચ્છાવાળાએ તે શાસ્ત્રોથી જાણી લેવું. સ્થાવરોનો સંવાદ પૃથ્વીકાય:- જગતમાં મારા જેવો ઉપકાર કોણ કરે છે ? હું હોવાથી જગતમાં ધાન્યની ઉત્પત્તિ, ઘર બાંધવામાં મારી જરૂર, ધાતુઓની ઉત્પત્તિ મારાથી, જગતના ભારને વહન કરનાર પણ હું, દરેક પ્રકારના કાચ પણ મારાથી ઉત્પન્ન થાય-વાસણ જેવી ચીજ માંજવામાં પણ મારીજરૂર, કહો મારો કેટલો ઉપકાર ? અપુકાય :- મારા જેટલો ઉપકાર જગતમાં કોઇનો નથી, ઘર બાંધવામાં તમારી જરૂર ખરી પણ મારી મદદ વગર તમારી કંઈ કિંમત નથી. ધાન્ય વાવ્યા છતાં હું ન હોઉં તો તેની ઉત્પત્તિ થાય નહિ. કાચની બનાવટમાં તથા વાસણ માંજવામાં દરેકમાં તમારે મારી મદદ લેવી જ જોઇએ, છતાં પણ એક ગુણ મારામાં એવો છે કે જગતનાં પ્રાણી મારા સિવાય જીવી જ શકે નહિ. કહો તમારા કરતાં પણ મારો ઉપકાર વધારે કે નહિ ? તેઉકાય:- પૃથ્વીકાય અને અપુકાય ! ઝઘડો છોડો, તમો બન્ને જગતને ઉપકાર કરો છો છતાં હું ન હોઉં તો તમારી ફુટી કોડી જેટલી પણ કિંમત નથી. જુઓ જગતના અંધકારમાં મારી જરૂર, સોનીને, લુહારને દરેક કારખાનામાં મારી જરૂર, અરે ! જગતના દરેક પ્રાણીને મારા વગર ચાલે જ નહિ. તમારા બન્નેની ઓળખાણ મારાથી જ છે. કારણ ધાન્યને પકાવવું હોય ત્યારે ચૂલાની જરૂર- પાણીની જરૂર એટલે તમે બશે એકઠા થયા પણ હું હોઉં ત્યારે તે પકાવી શકાય અને જગત તેનાં આધારે જીવે. કહો કોનો ઉપકાર વધારે છે? વાયુકાય:- તમારા વાદવિવાદમાં મારે પણ કાંઇક બોલવું જોઇએ. તમે ત્રણ જણા જગતમાં ઉપકારી રહ્યા છો પણ તમારી જાહેરાત મારાથી જ છે. ભલે તમે જગતને ઉપકાર કરતા હો; પરંતુ તમારા જીવનરૂપે જીવનશક્તિ ધારી રાખવા હું અનન્ય મદદગાર છું અને તે રૂપે તમે જીવી શકો છો. તમે મારાથી જીવ્યા એટલે જગત તમોને પૃથ્વી, અપૂ, તે ઉરૂપે ઓળખતું થયું, પણ હું જ ન હોત તો તમોને ઓળખત કોણ ? એટલે મારા જેટલો ઉપકાર જગતનાં પ્રાણીઓને બીજા કોઈનો નથી. Page 189 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy