SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ બન્ને બાજુ દસ દસ યોજનાના વિસ્તારવાળી સપાટ મેખલા છે. તેમાં દક્ષિણ તરફની મેખલામાં ૫૦ અને ઉત્તર તરફની મેખલામાં ૬૦બ મલીને ૧૧૦ વિદ્યાધરોના નગરની શ્રેણિઓ આવેલી છે. આ મેખલાથી ૧૦ યોજન ઉંચે આજ પ્રમાણે બન્ને બાજુ દસ દસ યોજનના વિસ્તારવાળી બે મેખલા છે. તેમાં અભિયોગિક દેવો રહે છે. આ મેખલાથી ઉંચે પાંચ યોજન ઉપરનું તલીયું (મેખલા) ૧૦ યોજનાના વિસ્તારવાનું છે. તેની ચારે બાજુ વેદિકા અને વન છે અને મધ્યમાં બન્ને તરફ વનવાલી વેદિકા છે. આ પર્વતની નીચે પૂર્વ તરફ ખંડ પ્રતાપ અને પશ્ચિમ તરફ તમિસ્ત્રી નામની બે ગુફા છે. તે ઉત્તર દક્ષિણ ૫૦ યોજન લાંબી અને બાર યોજન પહોળી છે. અને ૮ યોજન ઉંચી છે. બન્ને ગુફામાં પ્રવેશ દ્વારથી ૨૧ યોજના અંદરના ભાગમાં ૩ યોજન વિસ્તારવાળી ઉન્મગ્ના (જેમાં ભારે વસ્તુપણ તરે એવા સ્વભાવવાળી) નામની નદી છે. તે સિધુ નદીને મળે છે ત્યાંથી ૨ યોજન આગળ ૩યોજન વિસ્તારવાળી નીમગ્ના (હલકી વસ્તુ પણ ડૂબે એવા સ્વભાવ વાળી) નામની નદી છે. તે ગંગાને મળે છે. ચક્રવર્તી ઉત્તર તરફના ત્રણ ખંડ સાધવા એક ગુફામાં થઇને જાય છે અને સાધીને બીજી ગુફાથી પાછો આવે છે. ચક્રવર્તી ગુફાની અંદર કાકીણી રત્નથી યોજન યોજનને અંતરે બન્ને ભીંતો તરફ પ્રકાશ મંડલો કરતો જાય છે. અને વળતી વખતે બીજી ગુફામાં કરતો કરતો આવે છે. એકી ભીંતે ૪૯ મંડલો મતાંતરે તે બન્ને ભીંતના થઈને ૪૯ મંડલો કરે છે. મંડલનો વિસ્તાર ઉત્સધ થી ૫૦૦ ધનુષ છે. અને પ્રકાશ ૧૨ યોજન પહોળો ૮ યોજન ઉંચો અને ૧ યોજન લાંબો છે. તમિસ્ત્રીનો અધિપતિ કુતમાલ દેવ અને ખંડ પ્રતાપ નો નૃતમાલ દેવ છે. આ ભરત ક્ષેત્રમાં પૂર્વ તરફ ગંગા અને પશ્ચિમ તરફ સિધુ નામની બે નદીઓ ચૌદ-ચૌદ હજારના પરિવારવાળી ઉત્તર દક્ષિણ વહે છે અને દક્ષિણમાં લવણ સમુદ્રને મળે છે. રાજધાની અયોધ્યા નગરી, દક્ષિણ તરફના ત્રણ ખંડ છે તેમાં વચલા ખંડમાં છે. આ નગરી પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન લાંબી અને ઉત્તર દક્ષિણ ૯ યોજન પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉંચો અને ૮૦૦ ધનુષ પહોળો કોટ હોય છે. આ ક્ષેત્રના મધ્યમાં વૈતાઢ્ય આવવાથી ઉત્તર દક્ષિણ બે ભાગ પડે છે અને બન્ને બાજુ તરફ બે નદીઓ આવેલી હોવાથી ત્રણ ત્રણ ભાગ થયા તેમ છ ખંડ છે. ઉત્તર દક્ષિણ પર યોજન ૬ કલા એક ખંડ પ્રમાણ અને પુર્વ પશ્ચિમ ૧૪૪૧ યોજન ૫ કલા લાંબુ છે. ગંગા સિન્યુના બે પ્રપાત કુંડની વચમાં ૮ યોજન ઉંચો ૧૨ યોજન મૂલમાં અને ઉપર ચાર યોજનના વિસ્તારવાળો એક ઋષભકુટ છે. તેના ઉપર ૧ ગાઉ લાંબો, વા ગાઉ પહોળો અને ગાઉ ઉંચો પ્રાસાદ છે. આ ક્ષત્ર કાલચક્રના ભાવવાળું છે. તેનું સ્વરૂપ બતાવે છે તે અવસરપિણીના ક્રમથી છ આરાનું સ્વરૂપ બતાવે (૧) સુષમા સુષમા નામનો આરો ચાર કોટાકોટી સાગરોપમવાળો અને યુગલિક ભાવનો છે. શરૂઆતમાં બધુ દેવકુફ ક્ષેત્ર પ્રમાણે જાણવું પછી જેમ જેમ કાળ જાય તેમ રસકસાદિ ઘટતું ઘટતું સર્વકાળ પૂર્ણ થયે સુષમા નામના આરા યોગ્ય બને છે. (૨) સુષમા નામનો બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમ કાળ પ્રમાણ યુગલિક ભાવનો છે. અને શરૂમાં હરિવર્ષ યુગલિક ક્ષેત્ર પ્રમાણે જાણી લેવું કાળક્રમે હિણપણું પામતું પૂર્ણકાળ થએ સુષમા દુષમા નામના આરા યોગ્ય બને છે. (૩) સુષમા દુષમા નામનો આરો Page 133 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy