SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ્રી અને સ્થળ એવાં છે. પાપની તો હારમાળા ચાલે છે, પાપ કુદરતે નથી બનતું, માટે પાપ કઈ કઈ રીતે જન્મે છે એને ખૂબ ચિંતવો, મહાસંયમીને પણએક ઉન્માર્ગપોષક વચન પતિત કરી નાંખે. બધી આરાધનામાં એક ક્રિયા એવી થાય કે બધાને નિરાશ બનાવી દે. મોટા ચિત્રમાં એક સહીનો ખડીઓ ઢોળી દો તો તે નકામું થાય. જેમ સહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે તેમ નાના પણ પાપમાં ઘણા સુકૃતનો નાશ કરવાની તાકાત છે. થોડો પણ અપ્રશસ્ત કષાય કોડ પૂર્વના ચારિત્રને બાળીને ભસ્મીભૂત કરે છે. ઉંધા વિચારોનું પરિણામ : ‘ફલાણું પાપ તે સાધુને લાગે, અમારે શું?’ આમ કહેનારને કહો કે-ભાઇ ! વાત મોટાને નામે થાય, તમારે નામે ન હોય. જોખમદારીના સોદા દરેકની સાથે ન થાય ! “કાચા પાણીને અડે તો સાધુને પાપ લાગે. અમે તો નાહીએ, કુદીએ તો અમને પાપ બાપ કાંઇ નહિ.” આવા વિચારથી ભાવના ક્રૂર અને કરપીણ થઈ જાય છે. વિચારમાળાજ ખોટી. આંખની ઉંધી પૂતળીની જેમ મિથ્યત્વના પાયા પણ ઉંધા જ હોય છે. ગૃહસ્થાશ્રમમાં જે પાપ છે તેને પાપ તરિકે ઓળખાવીને પાપથી બચાવવાનો જે સદુપદેશ છે તે પણ એવાઓને ઉંધો પરિણમે છે. એનાજ પરિણામે તેઓ કહે છે કે- “અમારા ગૃહસ્થાશ્રમની જે નિંદા કરે તેને અમે નિંદીયે, ગાળો દઇએ તેમાં ખોટું શું?” આની સામે કહેવું પડે છે કે-ખરેખર પાપને પાપ તરિકે ઓળખાવવામાં આવે ત્યાં પણ ઉંધી પૂતળીવાળાઓને ઉધુંજ દેખાય. ‘પાપીને પણ તું પાપી છો એમ કહેવું તે નિંદામાં ચાલ્યું જાય.” પણ આ પાપ છે અને એ જે કરે તે છે પાપી, એમ તો કહેવાય : એજ રીતે જે ભણેલા ન હોય, તે મૂર્ખ અને ભણેલા છતાં પણ ઉંધી બુધ્ધિવાળા હોય, અગર કુબુધ્ધિના ધરનાર હોય તો મહામૂર્ખ છે એમ પણ ખુશીથી કહેવાય. શાસ્ત્ર પણ કહ્યું છે કે સમદ્રષ્ટિને મિથ્યાશ્રુત પણ સમ્યગુરૂપે પરિણમે છે અને મિથ્યાદ્રષ્ટિને સમ્યકુશ્રુત પણ મિથ્યાશ્રુત પણે પરિણમે છે. કુબુદ્ધિ એટલે સ્વેચ્છાચારીપણું. પાપને પુણ્ય મનાવવું અને ધર્મના નામે પાપની ક્રિયાને પોષવી એ સુવિદ્યા નથી પણ કુવિદ્યા છે. કુવિદ્યારૂપી મદિરાના પાનથી ઉન્મત્ત બનેલા દુર્ગતિએ જાય એમ કહેવામાં આવે ત્યારે તો-તેમાં કશું જ ખોટું નથી. શ્રી વીરવિજયજી મહારાજે એક પૂજામાં કહ્યું છે કે પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણોરે, મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણોરે.” કાણા એકજ આંખે જુએ. મિથ્યા દ્રષ્ટિ અને અભવિને એકને અંધાપો અને એકને કાણાશ, એ ગુણ હોય જે જે પોતાને ભણેલા, કેળવાયેલા કે સુધારકો માનતા હોય તેઓને મારી ભલામણ છે કે વિદ્વાન અને સારા ગણાતા સાધુ પાસે જઈને તેઓ શાસ્ત્રાધારે શાંતિપૂર્વક વિચાર કરે; તેઓ પોતાને સાધુઓથી મોટા માનતા હોય તો તેમના મનથી નાના એવા સાધુઓને સુધારવા તો પરિચય કરે ને ! ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજા કહે છે કે જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે. જેમાં સદ્ અને અસની વિશેષતા વિવેચન-નથી, જેમાં યથેચ્છ પ્રવર્તન છે અને પાપમાંથી વિરામ નથી, તે જ્ઞાન એ જ્ઞાન નથી. એ દ્રષ્ટિએ કુવિદ્યાને ભણેલાઓ પણ મહા મૂર્ખ છે એમ અમો કહીએ છીએ. આજના ધર્મી ગણાતા મનુષ્યોમાં પણ એક જાતની શિથિલતા આવી ગઈ છે. ખોટા જેટલાં પાપ કાર્યમાં નીડર રહી શકે એટલા સાચા ધર્મકાર્યમાં પણ ધર્મિઓ નિડર રહી શકતા નથી. એક ધર્મીમાં જેટલું કૌવત છે તેટલું હજાર અધર્મી અને લાખ Page 100 of 24
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy